________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ ઝુંપી જેવા ઔદારિક દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય સૂરિજી મહારાજ બીજા દેવલોકમાં ઈંદ્રના સામાનિક દેવ થયા.
આકાશગામિની લબ્ધિના પ્રભાવે શ્રીપાલિપ્તસૂરિજીની માફક ગરિનાર આદિ તીર્થોની યાત્રા કરીને, સમ્યકત્વ મૂવ બારે વ્રતની આરાધના કરીને અને પરમ પવિત્ર, ભવોભવ ચાહના કરવાલાયક શ્રી જિનશાસનની પરમ પ્રભાવના કરીને સુશ્રાવક નાગાજુન આ લેકમાં અને પર લેકમાં કલ્યાણ ને સાધી સુખી થયો. - પરમ પ્રભાવક શ્રી સ્તંભન પાર્શ્વનાથના વર્ણનમાં જેમ નાગાર્જુનના ચરિત્રની અગત્યતા જાણીને તે બતાવ્યું, તેમ પાદલિપ્તસૂરીજીના ચારિત્રની પણ તેટલી જ અગત્ય રહેલી છે, જેને નિર્ણય આગળ જરુર થશે. તેમાં સૂરિજીના ચરિત્રને ઘણો ખરો ભાગ ઉપર જણાવવામાં આવ્યો છે છતાં જન્મભૂમી, માતા પિતાના પવિત્ર નામો આદિ બીના જાણવા જેવી હેવાથી દુકામાં નીચે પ્રમાણે જણાવીએ છીએ. - શ્રી પાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન
કેશલા નગરીમાં વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં મહાગુણવંત કુહલ નામના શેઠને પ્રતિમા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિને માટે અનેક પ્રયત્ન નિષ્ફળ નીવડવાથી છેવટે વેરોટયા નામે શાસનદેવીની આરાધના કરવા માં, અષ્ટાકા મહોત્સવ પણ શરુ કર્યો. આઠમે દિવસે સંતુષ્ટ થયેલ દેવી પાસે પુત્રની યાચના કરી, જેથી દેવીએ કહ્યું કે પૂ નામ, વિનમિના વિદ્યાધરોના વંશમાં શ્રતસાગરના પારંગામિ પૂજ્ય શ્રી કાલિકસૂરિ થયા એ વિદ્યાધર ગછમાં ખેલાદિક લબ્ધિસંપન્ન અને ત્રણે ભુવનના જીને પૂજનીય એવા આર્યનાગહસ્તિસૂરિજીના પાદશૌચનું પાણી પીવાથી વાંછિતસિદ્ધિ થશે. પાદપ્રક્ષાલનનું પાણી મેળવીને પીધા પછી પ્રતિમા શેઠાણીએ સૂરિજીને વંદન કર્યું. ધર્મલાભરૂપ આશિષ દેતાં નિમિત્ત જોઈએ ગુરુજી હસ્યા અને બેલ્યા કે–તેં અમારાથી દશ હાથ દૂર રહીને જલપાન કર્યું, તેથી તારે પુત્ર દશ એજનને આંતરે વૃદ્ધિ પામશે. મહાપ્રભાવશાલિ તે પુત્ર યમુના નદીના કાંઠે મથુરામાં રહેશે. તેમ જ તારે બીજા મહાતેજસ્વિ નવ પુત્રો પણ થશે. તે સાંભળી પ્રતિમા શેઠાણીએ કહ્યું કે હે ભગવન! પ્રથમ પુત્ર હું આપને અર્પણ કરીશ. તે ભલે આપની સેવામાં રહીને જીદગી સફલ કરે, કારણ કે દૂર રહે તેથી મને શું લાભ? તે સાંભળી ગુરુ કહે કે–તારે તે પ્રથમ પુત્ર શ્રીસંઘ આદિ સકલ નો ઉદ્ધારક અને બુદ્ધિગુણમાં બહસ્પતિના જેવો થશે. એમ ગુરુનું વચન સાંભળી તેણે શકુનની ગાંઠ બાંધી. ખૂશી થઈ ઘરે આવી આ વાત કુલ શેઠને જણાવી. તે જ દિવસે નાગેન્દ્રના સ્વમથી સૂચિત ગર્ભ રહ્યો. ગર્ભને ઉચિત વર્તન કરતાં તેના મનેરાની સાથે તે વૃદ્ધિ પામે અને અવસરે સુલક્ષણ પુત્રને જન્મ થયા.
(અપૂર્ણ)
For Private And Personal Use Only