________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
છે તે પણ એ વખતે બોલી શકાયું નથી. તેથી આ જગતનો સ્વાદથી જ વાદ થઈ શકે છે. અન્યથા થઈ શકતો નથી.
આ રીતે જૈનદર્શનમાં જગતનું નિરૂપણું સ્વાદથી કરવામાં આવ્યું છે, તે પણ ઘણું જ વિવિધ છે. એકીકરણની દૃષ્ટિથી, પૃથક્કરણની દૃષ્ટિથી, સામાન્ય, વિશેષ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, સત, અસત, વિગેરે અનેક દષ્ટિબિંદુ. એ ઉપરાંત એક રીતે, બે રીતે, ત્રણ રીતે, ચાર રીતે, પાંચ રીતે, ઇ રીતે, સાત રીતે, આઠ રીતે, નવ રીતે, એમ અનેક રીતે જગત સમજાવ્યું છે. અને તે દરેક રીતમાં પરસ્પર એક બીજી પદ્ધતિને ગણું મુખ્ય ભાવ આપેલ છે. ઉપરાંત ચૈતન્ય વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, ભૂતલ, ભૂસ્તર, વિગેરે વિજ્ઞાન, રાજ્યનિતિ, શિ૯૫, જ્યોતિષ, ગણિત, શબ્દશાસ્ત્ર, યોગ, વિગેરે લાખો વિજ્ઞાને બતાવવા સાથે તેનો પરસ્પર સંબંધ બતાવી જીવનમાં ઉપયોગ અને તત્ત્વજ્ઞાનમાં સમન્વય બતાવેલો છે. માટે બહુ જ સારી રીતે અભ્યાસ કરનારને આ દર્શન તત્વજ્ઞાન દર્શન લાગશે, જ્યારે બીજું કોઈ પણ દર્શને જ્ઞાન સંગ્રહ વિજ્ઞાનરૂપ ભાસશે, વેદાન્ત એટલે વેદનો સાર, પણ વેદે તત્ત્વજ્ઞાનમય નથી. મીમાંસ પણ માત્ર વિચારકે જ છે, તત્ત્વ પ્રાપ્ત કરી શક્યા નથી. વિગેરે.
જેનેના ના તે તે વિજ્ઞાનના અભિપ્રાય વ્યક્ત કરે છે. અને જેનેનું પ્રમાણ તત્ત્વજ્ઞાનદષ્ટિનો અભિપ્રાય વ્યક્ત કરે છે. બીજાની પ્રમાણ વ્યવસ્થા કરતાં જૈનેની પ્રમાણ વ્યવસ્થા આ રીતે જુદી પડે છે. આ ઉપરથી જતાં વેદાન્ત દર્શન, ન્યાય દર્શન વિગેરે દર્શન શબ્દો નય દૃષ્ટિથી એકાદ બે કે તેથી વધારે વિજ્ઞાન સૂચવે છે. ત્યારે સ્યાદવાદ શબ્દ તત્ત્વજ્ઞાન સૂચવે છે. સ્યાદ્દવાદ શબ્દનો પ્રયોગ તત્ત્વજ્ઞાનની દષ્ટિથી છે. અને તે દષ્ટિથી જ થઈ શકે, માટે સ્વાવાદ શબ્દનો પ્રયોગ જ તત્ત્વજ્ઞાનપણું સૂચવે છે,
આ ઉપરથી જુદાં જુદાં વિજ્ઞાનના જ્ઞાતાઓ સર્વજ્ઞ ન હોઈ શકે એ દેખીતું જ છે. અને જ્યાં સુધી જૈનદર્શનને પણ વૈજ્ઞાનિક માનીએ ત્યાં સુધી તેના પ્રતિપાદક સર્વસ હોઈ જ શકે, એમ કહેવું વધારે પડતું છે. થીયરીઓ (Theory)નો જ્ઞાતા પિતાના વિજ્ઞાન વિષે પીયરી(Theory)થી સૂક્ષમ હકીકતો સમજાવી શકે ખરે, પણ એટલા પુરત. તે સર્વજ્ઞ હેય, એમ કહી ન શકાય. અલબત માન આપવા માટે આલંકારિક ભાષામાં તેઓને ઉપમાથી સર્વજ્ઞ કહેવામાં વાંધો નથી. જેમ કે ભાસ સર્વા, કપિલ સર્વજ્ઞ, વિગેરે. અને એટલી વાત સાચી પણ ખરી કે પિતાના વિષયમાં તેઓ બીજા બધા વિદ્વાનો કરતાં વધારે સર્વ જાણનારા માટે સર્વજ્ઞ ખરા.
પરંતુ તત્ત્વજ્ઞાનનું–સ્યાદ્વાદનું–નિરૂપણ સંપૂર્ણ સર્વજ્ઞ વિના થઈ જ ન શકે. જે જૈનદર્શનને વૈજ્ઞાનિક દર્શનને બદલે તત્ત્વજ્ઞાન દર્શન માનીએ તો તેના બતાવનારા સર્વજ્ઞા સિવાય સંભવી શકે જ નહીઃ સર્વ વિજ્ઞાને ધ્યાનમાં આવે, તેના સંબંધો ધ્યાનમાં આવે અને તે ઉપરથી જીવન માર્ગ સમજાય, ત્યારે તત્ત્વજ્ઞાનનું પ્રતિપાદન કરી શકાય,
For Private And Personal Use Only