________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
શ્રી જન સત્ય પ્રકાશ
સુતારી શિલ્પ વિજ્ઞાન, બાંધકામ શિલ્પ વિજ્ઞાન, ચિત્ર વિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રમાણ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન, વિગેરે નાના મોટા વિજ્ઞાનનું એક મોટું લિસ્ટ થવા જાય પરંતુ આમાં દરેક વિજ્ઞાન મુખ્યપણે સ્વતંત્ર હોય છે. અને એવા સંખ્યાબંધ વિજ્ઞાન હોય છે,
તત્ત્વજ્ઞાન જગતમાં એક જ હોઈ શકે, કેમ કે તત્ત્વજ્ઞાન વિષય જ એટલે બહેને છે કે જે આખા વિશ્વ ઉપર ફરી વળે છે. તત્વજ્ઞાન જગતના સર્વ વિજ્ઞાનનો પરસ્પર સંબંધ, સમન્વય, અને ગૌણ મુખ્ય ભાવનું પ્રતિપાદન કરે છે. સંપૂર્ણ વિશ્વદર્શનનું નામ તત્ત્વજ્ઞાન [ ફલેસાણી--Philosophy ] છે.
આ ઉપરથી સમજી શકાશે કે--તર જ્ઞાન અને વિજ્ઞાનમાં મોટો તફાવત છે. તત્ત્વજ્ઞાન વ્યાપક છે, અને વિજ્ઞાનો તેના પેટામાં સમાય છે.
હાલના સંશોધકે અનેક વિજ્ઞાનની શોધ ચલાવી રહ્યા છે. અને દરેકમાં દરરોજ નવું નવું શોધ્યાની જાહેરાત કરે છે, છતાં એટલું તો કહે જ છે --“હજુ કોઈ પણ વિજ્ઞાન પૂરું શોધી શકાયું નથી. દરેકમાં નવી શોધ થાય છે કે જુની શોધ ખોટી થાય છે. અથવા કેટલીક જુની શેધ વધારે સ્પષ્ટ પણ થાય છે. પરંતુ દરેકને છેડે આવી ગયો છે એમ સમજવાનું નથી. હજુ પાશેરામાં પહેલો પુણી કંતાઈ છે. શોધાયું માનીએ છીએ તેના કરતાં કંઈક ગણું હજુ અણુશખું રહ્યું છે.
આ ઉપરથી આપણે એમ તે સમજી શકીશું જ કે-જ્યારે એક પણ વિજ્ઞાન સંપૂર્ણ શોધાયું નથી, ત્યારે સંપૂર્ણ વિજ્ઞાન શેધાવાની તો વાત જ શી ? અને જ્યારે સંપૂર્ણ વિજ્ઞાને શોધાયાં નથી તે તત્ત્વજ્ઞાન શેધાયાની તો વાત જ શી ? અને જ્યારે તેનું જ્ઞાનના સંશોધનની વાત પણ થઈ શકતી નથી, તો પછી જગત માટે અમાબ , રેગે પાંગ અને શુદ્ધ જીવનમાર્ગ શોધી આપવાની તે વાત જ કયાં રહી?
છતાં “ કાન્ટ “ વિગેરે ફીલસુફેએ તત્ત્વજ્ઞાનના અભ્યાસની પાઠશાળામાં પાટી ઉપર ધૂળ તે નાખી જ છે, એમ તે કહેવું જ પડશે. અને બીજી પણ એક આધુનિક વિદ્વાને એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે. - પ્રાચીન કાળના દર્શન અને ધર્મ તરફ જોઈશું, તો તે પણ બધા વૈજ્ઞાનિક ધમ જણાશે. આગળની ભૂમિકા ઉપર કોઈ ચડેલા જણાતી નથી. એટલું ખરું છે કે કેટલાક ધર્મો સામાન્ય ભૂમિકા કરતાં ઉપરની ભૂમિકા ઉપર હશે. ત્યારે કેટલાક એક કરતાં વધુ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલા માલૂમ પડશે,
દાખલા તરીકે વેદાંત, જગતમાં કેવળ એકલું બ્રહ્મ છે–જગત માત્ર બ્રહ્મચર્ય જ છે, એમ કહીને જગતના એકીકરણનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે વૈશેષિક દર્શન વિગેરે પૃથક્કરણ સમજાવે છે. ન્યાયદર્શન પ્રમાણશાસ્ત્રનું વિજ્ઞાન સમજાવે છે ત્યારે મીમાંસકો શબ્દપ્રમાણના વિજ્ઞાનને દઢ કરે છે. સાંખ્ય પ્રકૃતિ પુરુષમાં જગતને વહેંચે છે. અને ગદર્શન યોગવિદ્યાનું વિજ્ઞાન પૂરું પાડે છે. બૌદ્ધદર્શન જગતની અનિત્યતા અને
For Private And Personal Use Only