________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
શ્રી જૈન સત્યપ્રકાશ
મથુરા તીર્થની યાત્રાથી ભવિઓને સાંભળવાથી થાય છે. જેટલે અદ્ધિ-લાભ થાય છે તેટલે મથુરાકલ્પ સમાપ્ત કલેક ૧૧૩ અને લાભ શુદ્ધ મનથી આ મથુરાકલ્પ ૨૯ અક્ષર અધિક. સમાપ્ત, પ્રકારથી સુંદર સાત જેટલાં પોતાના નામથી અંકિત કરેલાં સ્તુતિ સ્તોત્રો ભેટ કર્યા હતાં. ઉપદેશસપ્તતિમાં પણ આને મળતો જ ઉલ્લેખ મળે છે. જે ગ્રંથ ૧૫૨૭ માં સામગિણિએ બનાવ્યો છે. આમાંનાં કેટલાંક સ્તોત્રો નિર્ણયસાગર કાવ્યમાલાના સાતમા ગુણ, પ્રકરણ રત્નાકર ભા. ૨-૪માં, જેન સ્તોત્રસંગ્રહમાં, જેનસ્તોત્ર સમુચ્ચયમાં પ્રકાશિત થયેલ છે. આ સિવાય તેમણે શ્રેણિક ચરિત્ર (ધાશ્રયકાવ્ય), વિધિ પ્રભા, સમાચારી, કલ્પસૂત્ર વૃત્તિ, અજીતશાન્તિસ્તવવૃત્તિ, ઉપસર્ગદરસ્તાત્રવૃત્તિ, ભયહર નમોઉણત્રવૃત્તિ, પાદલિપ્તસૂરિકત વીરાત્રવૃત્તિ, રાજાધિરૂઆદિગણવૃત્તિ, સાધુ પ્રતિક્રમણવૃત્તિ, સૂરિ મંગાસ્નાય વિવિઘતીર્થકલ્પ જેનું બીજું નામ રાજ પ્રસાદ છે આ ગ્રંથની રચનાની શરૂઆત ૧૩૬૪ માં થઈ છે અને ૧૩૮ માં ભાદરવા વદિ ૧૦ ને પૂર્ણાહુતિ થઈ છે. લગભગ તીસ વર્ષ થયાં છે. આ ગ્રંથમાં ૬૦-૬૧ કોનો સંગ્રહ છે. ૩૫૬ ૦ શ્લેક પ્રમાણ ગ્રંથ છે.
શ્રી જિનપ્રભસૂરિજીએ ચાદમી શતાબ્દિમાં મહમ્મદ તઘલકના દરબારમાં બહુ સંદર માન ગાર પ્રેમ કર્યું હતું. મુસલમાન પાદશાહને પ્રતિબંધ કરવાનું સૌથી પ્રથમ માન પ્રાયઃ તેમને ઘટે છે. ચૌદમી સદીના મહાન પ્રભાવક આચાર્ય થયા.
ચિત્ર-પરિચય
-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મથુરાના કંકાલી ટીલામાંથી પુરાતત્ત્વની દષ્ટિએ અતિ મહત્વની, અનેક વસ્તુઓ મળી આવી છે. આ અંકના મુખપૃષ્ટ ઉપર આપેલ આવાગઢ પણ ત્યાંથી જ છે. આવા એક નહિ પણ ત્રણ ચાર આયાગપટ્ટ મળેલ છે અને દરેકની રચનામાં થોડો ઘણે ફેરફાર જોવામાં આવે છે. એક ઉપર તે..... આવા રજિતઃ એવો સ્પષ્ટ ઉલેખ હેઈ એનું નામ આયોગપટ્ટ રાખેલ છે.
એમાં મધ્યમાં તીર્થકરની મૂર્તિ, ચિત્રની જમણી બાજુએ સ્તંભ ઉપર ધર્મચક્ર ડાબી બાજુએ સ્તંભ ઉપર હાથી અને આસપાસ અષ્ટ મંગલની માંગલિક વસ્તુઓનો નિર્દેશ છે. સાથે સાથે જુની લીપીમાં એક શિલાલેખ પણ આપેલ છે.
આયાગપટ્ટ” શું છે એનું શાસ્ત્રીય વર્ણન હજુ સુધી કાઈ પણ ગ્રંથમાં જોવામાં નથી આવ્યું. તેમ જ “આયાગપટ્ટ” એ ઐગિક શબ્દ છે કે રૂઢ અથવા જૈન પારિભાષિક એ પણ નથી જણાયું. જો એ રૂઢ હોય તો કોઇના કોઈ સ્થળે એનો ઉલેખ મળવો જોઈએ. તેમજ જો એ જૈન પારિભાષિક શબ્દ હોય તે તેને ઉલેખ જૈનગ્રંથમાં કે શબ્દકોષમાં પણ મળવો જોઈએ, પણ કોઈપણ ગ્રંથમાં કે કોઈ પણ શબ્દકોષમાં એ નથી મળતો. જે એને, “પૂજવું” એ અર્થમાં વપરાતા ચ ધાતુને મા ઉપસર્ગ લગાડીને બનેલ માથાન એટલે પૂજા અને પદ એટલે પાટલો એમ, બે શબ્દથી બનેલ યોગિક શબ્દ માનીએ તો એનો અર્થ “પૂજાનો પાટલો ” થાય છે. પણ એને કેવળ વૈગિક શબ્દ માનતા સંતોષ નથી જ ચો.
વળી ત્રણ ચાર આયોગપટ્ટ જોઇને એ પ્રશ્ન પણ થાય છે કે જુદી જુદી ધાર્મિક ક્રિયાઓ માટે વિશિષ્ટ પ્રકારના આયાગપટ્ટો બનાવવાનું વિધાન તો કાઈ સ્થળે નહિ હોય ?
અત્યારે તે આ બધું અંધારામાં છે. મથુરામાં મળેલ ઉલલેખથી જ જાણે એ શબ્દ વિદ્વાનોના ધ્યાન ઉપર આવ્યો હોય એમ લાગે છે. જાણકાર વિદ્વાનો આ વિષય ઉપર પ્રકાશ પાડે તે લેકોને ઘણું જાણવાનું મળે !
For Private And Personal Use Only