________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ અહિં ઉત્પન્ન થયેલી નિવૃત્તિ નામની રાજકન્યાને પરણ્યો. નામની રાજકન્યાને, રાધાવેધ કરનાર માતા કુબેરસેના અને ભાઈ કુબેરસુરિંદદત્તની સાથે, સ્વયંવર થયે. દત્તને કુબેરદત્તાએ, અવધિજ્ઞાનથી અર્થાત સુરેન્દ્રદત્ત રાધાવેધ કરી નિવૃત્તિ અઢાર નાતરાં જાણી, પ્રતિબંધ કર્યો હતે. ૧૬ રાજકુમારી નિવૃત્તિ
મથુરામાં છતશત્રુ રાજાને નિવૃત્તિ નામની રાજકુમારી હતી, રાજાએ તેની યુવાવસ્થા જોઈ વરને માટે પૂછયું, રાજકુમારીએ કહ્યું-જે શુરવીર અને બલવાન હોય તે મારો પતિ થાય. રાજાએ કુમારીને અનુજ્ઞા આપી. રાજકુમારી સૈન્ય સહિત ઈન્દ્રપુર જઈ પહોંચી. તે વખતે ઈન્દ્રપુરમાં ઇન્દ્રદત રાજા હતો, તેને માનીતી રાણીના બાવીશ કુમાર હતા. જે પઠિતમૂખ અને અભિમાની હતા. રાજાને અણમાનીતી રાણુથી એક પુત્ર થયો હતો જેનું નામ સુરેન્દ્રદત્ત હતું. અને જેનું રક્ષણ પણ મંત્રીએ કર્યું હતું. સુરેંદ્રદત્ત બાણુકલામાં કુશળ હતે.
જિતશત્રુરાજાની રાજકુમારીએ ઇન્દ્રપુર આવી રાધાવેધ માંડયો. રાજાના બાવીશ કુમાર રાધાવેધમાં નિષ્ફળ નિવડયા પરંતુ સુરેદ્રદત્તે રાધાવેધ સફલતાથી કર્યો, નિવૃત્તિરાજ કન્યાને પરો અને છેવટે મથુરાનું રાજ્ય પશુ પામે.
( ઉ૦ સૂ૦ અ ૩ નિ ગાથા ૧૬૦ ટીકાનું દૃષ્ટાંત પૃ. ૧૪૮) ૧૭ કુબેરદત્તા
મથુરા નગરમાં કુબેરસેના નામની ગણિકા રહેતી હતી. તેણીના ગર્ભમાં એક યુગલપુત્ર અને પુત્રી એકી સાથે જન્મ્યાં તેમનું નામ અનુક્રમે કુબેરદત્ત અને કુબેરદત્તા રાખ્યું, માતાએ દશ દિવસ પાલી તેમને એક પેટીમાં પુરી બન્નેના હાથમાં મુદ્રિકા પહેરાવી પેટી યમુનાના પાણીમાં તરતી મુકી દીધી. પટી તણુતી તણાતી શિારિપુરમાં પહોંચી. ત્યાં પેટી બહાર કાઢી અને એક ગૃહસ્થ પુત્ર અને બીજાએ પુત્રી લીધી. યુવાવસ્થામાં બન્નેનું લગ્ન થયું. લગ્ન પછીની પ્રથમ રાત્રે રમતાં રમતાં બન્નેએ એક સરખી મુદ્રિકા જોઈ અને વિચારવા લાગ્યાં કે આપણે બન્ને ભાઈ બહેન જેવાં લાગીએ છીએ. આ વાતની ખાત્રી બન્નેનાં નવાં માતપિતાને પુછીને કરી લીધી. પછી કુબેરદત્ત પૈસા કમાવા પરદેશ ગયે; અને કુબેરદત્તાને યથાર્થ વાત જણાવી. જેથી તે વૈરાગ્ય પામી દીક્ષિત બની; ઉત્તમ ચારિત્ર પાળવાથી તેને અવધિજ્ઞાન થયું. પછી પોતાની સ્થિતિ જાણુ પિતાનો ભાઈ કયાં છે તે પણ જાણ્યું. તેને ભાઈ કુબેરદત્ત શૌરિપુરથી નીકળી મથુરા જઈ વ્યાપાર કરવા લાગ્યો અને ત્યાં તેની માતા કુબેરસેના વેશ્યાને પિતાની સ્ત્રી બનાવી પિતાના ઘરમાં રાખી વિષયસુખ ભોગવતાં તેને એક પુત્ર થયો. કુબેરદત્તાએ અવધિજ્ઞાનથી આ જાણી, સંસારનાટકની વિચિત્રતા જોઈ, ભાઈને પ્રતિબંધિવા મથુરા આવી અને તેના ઘરની નજીકમાં એક સ્થાનમાં રહી, ત્યાં કુબેર સેના ગણિકા સાધવી પાસે રાજ ભણવા જતી અને પિતાના બાલક પુત્રને પણ સાથે લઈ જતી. એકવાર કુબેરસેના પુત્રને મૂકી ઘરમાં ગઈ હતી ત્યાં તે સાખીએ તે પુત્રને ઉદેશી પિતાનાં તેની સાથેનાં અઢાર સગપણ સંભળાવ્યાં. નજીકમાં રહેલા કુબેરદત્તે આ સાંભળ્યું અને સાધ્વીજીને
For Private And Personal Use Only