________________
સમાલોચના
# ૧.બુદ્ધિનિધાન શ્રી અભયકુમાર શ્રેણિક મહારાજાના મોટા પુત્ર હોઈ તેઓ જ વાસ્તવિક રીતિએ
રાજ્યગાદીના માલીક હતા અને તેઓની દીક્ષા થવાથી જ કોણિકના હાથમાં રાજયની લગામ આવી,
આમ છતાં તે દીક્ષાને તેનું કારણ ન માને તેને શું કહેવું? ૨. બુદ્ધિપ્રધાન શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે જ રાજયકોણિકને મળવાની કે તેના ભાગલા પડવાની દહેશત ઉભી થઈ અને તેથી જ હલ્લ-વિહલ્લને સિંચાનક હાથી આદિશ્રેણિક મહારાજે આપ્યો છે અને તે સિંચાનક હાથી આદિની કોણિકે માગણી કરવાને લીધે હલ્લ - વિહલ્લને ચેડા મહારાજા કે જેઓ પોતાના દાદા થતા હતા, તેને શરણે જવું પડ્યું અને તે હલ્લ - વિહલ્લે કે ચેડારાજાએ તે સિંચાનક હાથી આદિ નહિં સોંપવાને લીધે જ રથમુશલ અને મહાશિલા કંટક સંગ્રામો થયા, છતાં
તેની કારણતા ન સૂઝે તેને શું કહેવું,? ૩. બુદ્ધિવિશિષ્ટ શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે તેની માતા નંદાએ દીક્ષા લીધી છે અને તેણીએ પોતાના દિવ્ય કુંડલ અને હાર હલ્લ - વિહલ્લને આપ્યા છે. તે હાર અને કુંડલયુગલની શોભાથી અદેખી થયેલી કોણિકની રાણીએ કોણિકને તે લઈ લેવા પ્રેરણા કરી અને તેથી હલ્લવિહલ્લને ચેડા મહારાજાના શરણે જવું પડયું!અને તેથી શરણાગત વજ પિંજર એવા શ્રી ચેડા મહારાજાને રથમુશલ
અને મહાશિલા કંટક સંગ્રામો કરવા પડયા. એ ચોખું ન સૂઝે તે રામને રામરામ લોકો કરે. વિ ૪. દીક્ષા ન લે અને અહિત ન હોય એવું કેવલજ્ઞાનથી જાણવાનું શક્ય છે એવું કહેનારાના રામ રમેલા કર હોય તેમાં શું કહેવું?
પ. ભગવાને શ્રેણિક મહારાજ માટે આશાની દઢતા અને અભયકુમારની દીક્ષામાંય દીક્ષાની સુંદરતા
જણાવી તેની સુંદરતાની માન્યતામાં ચલિતપણું ન જ થાય તેને અંગે જણાવેલો એમનો જે વર્ષોલ્લાસ
તેને સર્વવિરતિની અપ્રાપ્તિની સાથે જોડનારો મનુષ્ય દૂરભવ્ય ન હોય તો ઘણું સારું. ૬.પરવચન પત્ર નહિં મંગાવવા છતાં, નહિં આવ્યા છતાં, માત્ર કોઈકે જણાવવાથી આખુલાસો કર્યો છે, તેથી બીજા અંકોમાં અસભ્ય અને અસત્ય લખાણો હોય તો તેની સ્થિતિ પણ આ રીતે અધમ જ
ગણવી. શ તા.ક. ૧. કારણપણે પણ સ્પષ્ટ છતાં દીક્ષાની મહત્તાને ઉડાવવા કે સત્યવકતાને ખોટી રીતે વગોવવા
જો ભાવિની ભેખડ નીચે જવામાં રસ લેવાય તો પછી ગોશાલાના મતને માનનારમાં દાખલ થવું સારું છે. મરૂદેવામાતાનું આંધળાપણું પણ જ્ઞાની એવા ભગવાન ઋષભદેવજીની દીક્ષાને લીધે જ હતું, છતાં આ પરવચનકારને તે પણ કારણ તરીકે માનવાનું નહિ રહે. ધ્યાન રાખવું કે દીક્ષાને કોઈ અનર્થકારક ગણતું જ નથી, પરંતુ દુન્યવી આવા અનર્થો થવા સંભવ હોય તો
પણ દીક્ષા લેવાય તે શ્રેયઃ કરનારી જ છે. એમ કહ્યું છે અને તે કહેવા લાયક જ છે. ૩. સત્યને ઉલટપાલટ કરવામાં આત્મભોગ સમર્પનારા પરવચનકારને નિરયાવલી જોવાનો
તો અવકાશ જ નહોય એટલે ચોકખું કારણપણું સૂઝે નહિં જ. (પરવચન-રામ)