________________
(ટાઈટલ પાન ૪ નું ચાલુ) * જણાવવામાં આવી છે. તે થોડા કાલ માટેની જ છે હોય છે, અને તેથી જ તેમાં શાસ્ત્રકારોએ યાવન્કથિત 3 અને ઇરિક એટલે જીવનપર્યંતની ઉપસંપર્ અને થોડા કાલની ઉપસંપન્ એવા બે ભેદો પાડેલા નથી, પરંતુ ચારિત્ર નામની ત્રીજી ઉપસંપર્ કે જે ચારિત્ર પાળવા માટે હોય છે. જેના વૈયાવચ્ચ અને તપસ્યા
એવા બે પ્રકાર કહેવામાં આવે છે. આ વૈયાવચ્ચ અને તપસ્યાની ઉપસંપદાને માવજીવનની ઉપસંપદા 8 અને ઈરિક ઉપસંપદા એમ બે ભેદે કહેવામાં આવે છે અને આ ચારિત્રની ઉપસંપન્ લેવાનું કારણ
પોતાના ગચ્છમાં ખેદાદિક દોષોને લીધે તે તે ચારિત્રના કાર્યો ન બનવાથી ઉપસંપન્ લેવાનું થાય જ છે એમ જણાવવામાં આવે છે. આવી રીતે ઉપસંપમાં અધિકાર શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેલો છે, તેને
જાણનારા મનુષ્યો જિનવલ્લભના પ્રશ્નોત્તરેકષષ્ઠીશતકના કાવ્યમાં જણાવવામાં આવેલા સદ્ગુરૂ અને 8 મગુરૂના વિભાગને સમજયા સિવાય રહે જ નહિં. અર્થાત્ આચાર્ય ભગવાન શ્રી અભયદેવસૂરીજી
પાસે જિનવલ્લભે ઉપસંપર્ ગ્રહણ કરી તે ઉપસંપત્ શ્રુતજ્ઞાનને અંગે હતી, અને તેથી જ તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે શ્રીઅભયદેવસૂરીજીથી હું ઉપસંપર્ અને શ્રુતને પામ્યો, અને તેથી જગતમાં મારી પ્રસિદ્ધિ થઈ. એટલે હું વર્તમાનમાં પૂર્વકાલની માફક જ કુર્યપુર ગચ્છમાં જ છું, અને કુર્યપુર ગચ્છના શ્રીજિનેશ્વરસૂરીનો જ શિષ્ય હું હતો અને છું. અને આ કુર્યપુરગચ્છ લોકોમાં ઘણી જ પ્રતિષ્ઠાને * પામેલો હોઈ પૂજવા લાયક છે અને તે કુર્યપુરગચ્છમાં મારા ગુરૂ મહારાજ કે જેઓ તે ગચ્છના આચાર્ય છે તે શ્રી જિનેશ્વરસૂરિ અમારા કુર્યપુરગચ્છમાં ખરેખર મોતી સમાન ઉજવળતાને ધારણ કરનારા
છે. એટલે જિન વલ્લભ જણાવે છે કે મઘુરૂ એટલે મારા ગુરૂ તો લોકોમાં પૂજય એવા કુર્યપુરગચ્છના આ શ્રી જિનેશ્વરસૂરી છે. અને સદ્ગુરૂ એટલે મને શ્રુતસંપદા આપીને શ્રુત ભણાવીને ઉપકાર કરનાર શિક હોવાથી સદ્ગુરૂ તરીકે આચાર્ય ભગવાન શ્રી અભયદેવસૂરીજી છે.
ઉપર જણાવેલી વસ્તુને શુદ્ધ દ્રષ્ટિથી જોનારો મનુષ્ય કોઇ દિવસ પણ આચાર્ય ભગવાન શ્રી આ અભયદેવસૂરીજીની પાટે જિનવલ્લભ થયા કે તે તેમના પટ્ટધર હતા એવું કહેવાને તૈયાર થાય જ જ નહિં. સામાન્ય વ્યાકરણને જાણનારો મનુષ્ય પણ સદ્ગુરૂ શબ્દની સાધારણતા અને સદ્ગુરૂ શબ્દની
વિશિષ્ટતા સમજયા સિવાય રહે તેમ નથી. જૈનશાસ્ત્રને જાણનારાઓ સારી પેઠે જાણે છે કે ભગવાન 8 વજસ્વામીજીએ શ્રીભદ્રગુણાચાર્ય પાસે અને આચાર્ય મહારાજ શ્રી આર્યરક્ષિતસૂરીજીએ શ્રી 8 વજસ્વામીજી મહારાજ પાસે ઉપસંપર્ ગ્રહણ કરી હતી, અને અભ્યાસ કરેલ હતો, છતાં શ્રી વજસ્વામીજી જ આચાર્ય શ્રી સિંહગિરિના પટ્ટધર ગણાયા છે અને આચાર્ય આર્યરક્ષિતસૂરીજી શ્રીતોશલિપુત્ર આચાર્યના આ જ પટ્ટઘર ગણાયેલા છે.
આ લેખ કોઈપણ ગચ્છના અપમાનને માટે કે તે વાળાની ઇતરાજી માટે ઉપયોગમાં ન લેતાં ક તટસ્થ દ્રષ્ટિએ ખરી વસ્તુસ્થિતિ જાણવાના ઉપયોગમાં લેવાય એમ ઇચ્છવું એ યોગ્ય જ છે.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ શિ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર શિશ હા સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.