________________
૩૪૫ : શ્રી સિદ્ધચક્ર)
કલ્પકથનપૂર્વક દ્રવ્યાદિકની સ્થાપના કરે. તે બીજું ક્ષેત્ર પણ યોગ્ય ન હોય તો ત્રીજા ક્ષેત્રમાં જઇ આગળના પાંચ દિવસોમાં કલ્પકથનપૂર્વક સ્થાપના કરે, આવી રીતે પાંચ પાંચ દિવસ એકેક ક્ષેત્રને અંગે વધારતાં શાસ્ત્રકારોએ દસ ક્ષેત્ર અને દસ પંચકો સુધીની અપવાદપદે કલ્પકર્ષણ અને સ્થાપનાની રજા આપી અને પર્યન્તે એ નિયમ નિરપવાદ કર્યો કે ભાદરવા શુકલા પંચમીની રાત્રિએ તો છેવટે વૃક્ષની નીચે પણ ચોમાસું રહેવાનું નક્કી કરી કલ્પકથનપૂર્વક દ્રવ્યાદિકની સ્થાપના કરી જ દેવી. ઉપર જણાવેલી શાસ્ત્રકારોની આજ્ઞાને વિચારનારો
મનુષ્ય સ્હેજે સમજી શકશે કે કલ્પકથન અને
અધિકરણની ક્ષમાપનાનું મુખ્ય સ્થાન અષાઢ શુકલપૂર્ણિમાની રાત્રિએ જ હતું અને ભાદરવા સુદ
પંચમીની રાત્રિએ તો અનેક અપવાદોમાં છેલ્લામાં છેલ્લું કલ્પકથન કરીને અધિકરણ ખમાવીને
અવસ્થાન નિયમિત કરવાનું વિધાન છે. એટલે સ્હેજે સમજી શકાય કે ભાદરવા સુદિ પાંચમને
દિવસે કરાતી કલ્પકથનાદિકની ક્રિયાનું મૂલસ્થાન તો અષાઢ શુકલ પૂર્ણિમા જ છે. પરંતુ ભાદ્રપદ શુકલાપંચમી તો તે સાંવત્સરિકને અંગે ગણાતી ક્રિયાને અંગે તો છેલ્લામાં છેલ્લું સ્થાન છે, જેવી રીતે આ દ્રવ્યાદિકની દુર્લભતાને અંગે અનેક અપવાદો આપીને કલ્પકથનાદિકનું છેલ્લું સ્થાન ભાદરવા સુદ પાંચમનું રાખવામાં આવ્યું છે, તેવી જ રીતે એ પણ નિયમ શાસ્ત્રકારોએ સાધુઓને મૃષાવાદ ન લાગે અને શાસ્ત્રની હેલના ન થાય
વર્ષ ૯ અંક-૨૨
(તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧
તે કારણથી એમ આશા કરી છે કે અષાઢ શુકલાપૂર્ણિમાની રાત્રિએ કલ્પકથનાદિક વિધિપૂર્વક ચોમાસું સ્થિત થનારે પણ ગૃહસ્થોની આગળ ચોમાસું અમે સ્થિત થયા છીએ એમ કહેવું નહિં. પરંતુ પાંચ દિવસ છીએ એમ કહેવું, એવી રીતે ગૃહસ્થોને ચોમાસાની સ્થિરતા નહિં જણાવવાનું ત્યાં સુધી જ રાખી શકાય કે ભાદ્રપદ શુકલાપંચમી આવે. ભાદ્રપદ શુકલાપંચમીને દિવસે ગૃહસ્થોને પણ ત્યાં સ્થિર રહ્યાનું જણાવવા માટે શાસ્ત્રકારોની આશા થઇ છે. એટલે સ્પષ્ટ થયું કે અષાઢ શુકલા પૂર્ણિમાની રાત્રિએ સાધુઓ પોતાના આચારથી ક્ષેત્રમાં દ્રવ્યની અનુકૂલતા દેખીને સ્થિરતાની ધારણા
કરે તો પણ તે ધારણા તે દિવસે જાહેર થાય નહિં.
તે સ્થિરતાની ધારણાએ જાહેરાત કરવાની મુદત
તો અપવાદે વિહાર કરવાવાળાની માફકજ ભાદરવા
શુકલાપંચમી રાખવામાં આવી છે. એટલે ચોખ્ખું થયું કે અષાઢ શુકલાપૂર્ણિમાએ સ્થિત થયેલા કે સ્થિત નહિં થયેલા સર્વ મુનિઓ પોતાની સ્થિરતા લોકોની આગળ તો ભાદરવા શુકલાપંચમીને દિવસે જ કરી શકે. એટલે તે ભાદરવા શુકલા પંચમીને સાંવત્સરિક દિવસ તરીકે જાહેર કરવાની સકલ શાસનની ફરજ થઇ તેમાં કોઇથી વાંધો લઇ શકાય તેમ નથી. આ સ્થાને એક શંકા જરૂર થશે કે અષાઢ શુકલા પૂર્ણિમા કે શ્રાવણ કૃષ્ણપંચમી આદિમાં સ્થિત થયેલો મુનિવર્ગ શા માટે ગૃહસ્થોની આગળ પોતાની સ્થિરતાની જાહેરાત ન કરી શકે? એનું