________________
તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧)
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
ભગવાન જિનેશ્વરનું ત્રિલોકનાથપણું કેમ?
ઘરમાં, કુટુંબમાં, ગામમાં, દેશમાં અને જગતમાં નાથપણું એટલે અધિપતિપણું Kકરવાની કે અધિપતિપણું મનાવવાની છે તે લોકોને તે તે પ્રકારે ઇચ્છાઓ થાય છે અને
તે ઇચ્છાઓ પૂર્ણ કરવાના પ્રયત્નો દરેક તરફથી કરવામાં આવે છે અને પોતાના કરેલા પ્રયતો દ્વારાએ તે તે ઇચ્છાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાને સંતોષ થયેલો ગણતા નથી,
પરંતુ આ અધિપતિપણે માત્ર પોતાની અધિકતા દેખાડવા કે સાહેબી દેખાડવા માટે મેળવાય 6િ છે અગર મેળવીને તે માટે તેનો ઉપયોગ થાય છે, અર્થાત્ અધિપતિપણું કરનારો તે મળેલું છે
અધિપતિપણું પોતાના લાભને માટે કે પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે ગણે છે, અને તે પ્રાપ્ત - થયેલાનો ઉપયોગ પણ તે ધારણાથી જ તે તે કરે છે, પરંતુ નીતિશાસ્ત્રકારો તેવા નાથપણાની કિંમત કંઈ પણ ગણતા નથી અને તેને વાસ્તવિક નાથપણું મળ્યું હોય તેમ પણ ગણતા
નથી. નીતિકારો તો નાથપણું એવી ચીજ ગણે છે કે જે મેળવેલું હોતું નથી, પણ મળેલું 6 આવે છે, અર્થાત્ જે પ્રાણીના યોગ અને ક્ષેમને કરવાને માટે જે પ્રાણી તૈયાર થાય તે તેનો )
નાથ વગર બનાવ્યો પણ બને છે અને જે પ્રાણી જેના યોગ અને ક્ષેમને કરતો નથી તે પ્રાણી નાથ બન્યો પણ હોય તો પણ તે માત્ર પોતાના બલાત્કારથી અગર બીજા પ્રાણીની નબળાઈથી બનેલો છે, અને તેથી તેવો બનેલો નાથ નીતિમાર્ગને જાણનારાઓથી નાથ તરીકે
માની શકાય નહિં. ધ્યાન રાખવું કે જગતમાં પ્રજાનાથપણું જે રાજાઓને અંગે મનાયું છે S તે પણ વસ્તુતાએ રાજાઓનું મેળવેલું હોતું નથી, પરંતુ પ્રજાએ પોતાના માટે યોગ અને
ક્ષેમને કરવાની જરૂર દેખી, તેવા યોગ અને ક્ષેમને કરનારાને જ નાથ તરીકે માની પ્રજાનાથ ગણ્યો છે. જૈનકોમમાં ભગવાન ઋષભદેવજીનું જે આદ્યપ્રજાનાથપણું વર્ણવવામાં આવ્યું ) છે તે પણ પ્રજાએ પોતાના યોગ અને ક્ષેમને માટે કરેલી નાથની માગણીને જ આભારી
છે, એટલે ભગવાન ઋષભદેવજી મહારાજ કરતાં પહેલાં જુગલીયાના વખતમાં જો કે હાકારA માકારની અને ધિક્કારની નીતિ દ્વારા પ્રજાનું રક્ષણ અનીતિકારોના જુલમોથી થતું હતું,
પરંતુ તે કુલકારોની વખતે પ્રજા તરફથી તેવી માગણી થઈ નહોતી, અને પ્રજાની છે તેવી માગણીને અંગે તેવી નીતિ પ્રવર્તી નહોતી, માટે તે વિમળવાહનાદિ થયેલા , O) નીતિપ્રવર્તકોને કુલમર્યાદાને કરનાર ગણી કુલકરો તરીકે જ ગણવામાં આવ્યા છે, પરંતુ
(જુઓ ટાઈટલ પાનું ૩)