________________
તા. ૨૪મી જુલાઈ ૧૯૪૧)
SIDDHACHAKRA.
(Regd. No. B. 3047.
જૈન શાસનમાં જ્ઞાનનું સ્થાન
૭૦૭૭)
ભગવાન જિનેશ્વર મહારાજના દર્શનને વિષે જયારે આત્માને જ્ઞાનસ્વરૂપ એટલે જ્ઞાનમય માનવામાં આવેલો છે, ત્યારે જૈનેતર દર્શનોમાં આત્માને જ્ઞાનસ્વરૂપ કે જ્ઞાનમય માન્યો નથી પરંતુ જ્ઞાનના આધારભૂત આત્માને માન્યો છે. આવી રીતે આત્માના સ્વરૂપને અંગે જ ભિન્નતા હોવાને લીધે જૈનદર્શનકાર જયારે આત્માની મુક્ત દશા થાય છે, ત્યારે પણ આત્માને કેવલજ્ઞાનરૂપી ગુણની હયાતિ માનવામાં આવી છે. અન્ય દર્શનોમાં જ્ઞાન એ આત્માનું સ્વરૂપ કે સ્વાભાવિક ગુણ ન માનેલો હોવાથી તેઓને આત્માની મુક્તદશામાં જ્ઞાન માનવાનો અવકાશ રહેતો નથી. અર્થાત્ અન્ય દર્શનકારોના મુદા પ્રમાણે મુક્તિને પ્રાપ્ત થતા આત્મામાં જ્ઞાન હોતું નથી - રહેતું નથી, અને રહે પણ નહિં. અન્ય દર્શનકારોએ જયારે ઇન્દ્રિય અને પદાર્થના સંયોગથી સ્વતંત્ર જ્ઞાન ઉત્પન્ન થાય
છે, અને તે તે આત્મામાં સમવાય સબંઘંથી રહે છે, એમ માન્યું છે, અને તેથી આ જ આત્માની મુક્તદશામાં પણ તેઓને જ્ઞાન માનવાનો અવકાશ જ રહેતો નથી. વસ્તુતઃ અન્ય દર્શનકારોની મુક્તિ એવી જ છે કે સંસારભરમાં જે યત્કિંચિત્ તીવ્રતા મંદતાએ જ્ઞાન છે, પણ મુક્તદશા થતાં નાશ પામે છે. એટલે સીધા શબ્દોમાં એમ કહીએ તો ખોટું નથી કે અન્ય દર્શનકારોની અપેક્ષાએ સંસારમાં રહેલા સર્વ
આત્માઓ ચેતનવાળા છે, પરંતુ મુક્તિને પામેલા આત્માઓ તો જ્ઞાન રહિત હોવાને હિ લીધે ચેતના રહિત જ છે. એટલે કહેવું જોઇએ કે અન્ય દર્શનોના મંતવ્ય પ્રમાણે છે છે તે તે દર્શનને અનુસરનારાઓ મોક્ષને નામે કે મોક્ષને માટે જે જે ઉદ્યમ કરે છે,
(જુઓ ટાઈટલ પાનું ૩)