________________
સમાલોચના
એક બાજુ લખવામાં આવે છે કે કેવલિના વચન સિવાય બીજાનાં વચન સાચાં હોય નહિં તો મી. ગો. ના. વર્તમાનમાં જેનાં વચનો સાંભળે છે તે બધાને શું કેવલી માને છે? જે આ એમ નહિ તો તે બધા કહેનારાઓને તેઓ સાચા નથી એમ કબુલ કરે છે. ક્ષમાશ્રમણ શબ્દ પૂર્વધરોને માટે જ વપરાય છે અને ભગવાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને ક્ષમાશ્રમણ ગણવામાં આવેલા છે અને તેથી શાસ્ત્રકારો અને પૂર્વાચાર્યો તેમને પૂર્વધર ગણે છે, છતાં મી. ગો. ના.નું જે કથન ભગવાન જિનભદ્રગણિ - ક્ષમાશ્રમણ માટે પૂર્વધર નહિં હોવાનું છે તે કેવળ કલ્પનાના ઘોડા દોડાવનારને શોભે તેવું છે. મી.ગો.ના. વર્તમાનમાં જે સૂત્રો પુસ્તકારૂઢ છે તેને જો માને છે તો શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ કેવલિ નહોતા, છતાં માત્ર પૂર્વધરપણાને લીધે માને છે તો પછી પૂર્વધર ભગવાન શ્રીજિનચંદ્રગણિ ક્ષમાશ્રમણજીના શ્રીજીતકલ્પને માનવામાં કેમ કાળજાં કોતરાય છે છે તે સજ્જનો જાણો. મહાકલ્પસૂત્ર પીસ્તાલીસ આગમો પૈકીનું એક છે, એમ કયા પ્રામાણિક આચાર્યો એ લખ્યું છે? પ્રકીર્ણક સૂત્રોને અંગે તો ભગવાન મહાવીર મહારાજના શાસનમાં ચૌદ એક હજાર પયગ્રાની સ્થિતિ શ્રીનંદીસૂત્ર વિગેરે કબુલ કરે છે તે મી.ગો.ના.ને માન્ય હોવી જ
જોઇએ. ૫. આગમ આદિ પાંચે વ્યવહારોની વ્યવસ્થા માત્ર જીતકલ્પમાં છે, તો મી.ગો.ના ને શું તે પાંચ
વ્યવહારો બૃહત્કલ્પ - શ્રીસ્થાનાંગ- અને શ્રીભગવતીજી સૂત્ર આદિમાં કહેલા છતાં મી.ગો.ના.ને માન્ય નથી કે તેની વ્યવસ્થા માન્ય નથી અને બેમાંથી કોઈ પણ વસ્તુ જો આ અમાન્ય હોય તો તેનો સબળ પુરાવો કેમ અપાયો નથી !
(સાંજ.ગો.ના.) જાં સાધર્મિક વાત્સલ્યમાં રાત્રિભોજન થયાની વાત સત્ય હોવાનો પુરાવો બહાર આવવો જોઇએ. કદાચ તેમાં રાત્રિભોજન થયેલું માની લેવાય તો તે રીતિ રૂપે થયું છે કે બીજા કોઇક કારણથી થયેલું છે. તે તપાસવું સુજ્ઞો માટે તો જરૂરી છે. રીતસર અને કારણ વગર જો સાધર્મિક વાત્સલ્યમાં રાત્રિભોજન કે તેવું જૈનોને અયોગ્ય છે કાર્ય થાય તો તે સર્વથા નિંદ્ય છે પરંતુ તેનો સુધારો પેપર દ્વારાએ ચર્ચા કરવાથી શકય છે ? કે બીજો રસ્તો યોગ્ય છે. (રીતસર કે કારણથી પણ થયેલા રત્રિભોજનને વર્ય ગણવામાં જૈનોના
બે મત હોય જ નહીં.)