________________
વર્ષ :
: ૯:]
તંત્રી
પાનાચંદ રૂપચંદ ઝવેરી
શ્રી સિદ્ધચક્ર
અષાઢ વદ ૦))
દલા તેના ઉદ્દેશ
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦..
* અને કરવો..
છએ જીવ નિકાયની દયાનું વિધાન, શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે
99090
हिंसाऽव्रतादयः पंच तत्वाश्राद्धानमेव च જોધાયશ્ચ વત્તા કૃતિ પાપસ્ય દ્વૈતવઃ ॥K । શૂરવીરો સ્વાર્થી હોતા નથી.
[અંક ૨૦
શાસ્ત્રકાર
મહારાજા ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યાત્માઓના ઉપકારાર્થે ધર્મોપદેશ કરતાં પ્રથમ ધર્મની સાધનાનું પ્રતિપાદન કરવું કે પાપનો પરિહાર કરવો તે જણાવે
છે.
જેઓ શ્રી જિનેશ્વરને દેવ માનતા હોય તેઓને ઉપદેશમાં પ્રથમ પાપનો પ્રતિષેધ કહેવો,
પછી ધર્મનાં સાધનો કહેવાં. જૈન એટલે “નિનો રેવતાઽસ્ય'' કેવલ શ્રી જિનેશ્વરને જ દેવ માને તે
જૈન. જૈન શ્રીજિનેશ્વર વિના બીજાને દેવ તરીકે માને નહિં. રત્ન લેવા જતો મનુષ્ય વચમાં કાછીયા વિગેરેની સેંકડો દુકાનો આવે તો તે સામે પણ જુએ નહિં. આત્મસ્વરૂપ પ્રકટીકરણમાં રાગદ્વેષ વિઘ્નભૂત છે. તેને જીતવા તૈયાર થયેલાને વચ્ચે પૌદ્ગલિક ઇચ્છા રહેતી નથી, રહે નહિં. રણમાં ઝૂઝવા નીકળી પડેલો શૂરો સૈનિક ક્ષુધા, તૃષા યાવત્ શસ્ત્ર પ્રહારની વેદનાને પણ ગણકારતો નથી. તેનું ધ્યેય માત્ર વિજય વરવાનું હોય છે. રણાંગણમાં જતી વખતે માતાપિતા, ભાઇ-બહેન, સ્ત્રી પુત્ર રાજીખુશીથી રજા આપે કે રોતા રહે પણ રણશૂરો સૈનિક તે તરફ લક્ષ્ય આપતો નથી. રણશૂર રણધીર તે સૈનિક