________________
સમાલોચના
ક ૧. જૈનધર્મને યથાર્થપણે સમજીને માનનાર જરૂર એમ માને કે શ્રીવીતરાગદેવને
માનનારો હોય તે નરક કે નિગોદનાં આયુષ્યો બાંધી તેમાં રખડનારો કે જનારો
થાય જ નહિં. કાં ૨. નરક અને નિગોદનાં આયુ બાંધી તેમાં જનારો અને રખડનારો તો તે જ થાય છે
કે જે શ્રીવીતરાગના ધર્મને ન માનતા ઇતર ધર્મને માનનારો હોય. જ ૩. ભગવાન જિનેશ્વર મહારાજનું દર્શન સર્વનયના સમુદાયરૂપ હોવાથી સમુદ્રમાં આ
નદીઓની માફક સર્વ દર્શનોના પ્રત્યેક નયનો સમાવેશ થાય છે, પરંતુ નદીઓમાં પણ દરીયો ન હોય તેમ એકેક નયવાળા ઇતર દર્શનોમાં સર્વનયના સમૂહમય જૈન દર્શન હોય નહિં, એ વાત નિષ્પક્ષ વિવેકીઓને માન્યા સિવાય ચાલે તેમ નથી. તત્ત્વજ્ઞ પુરૂષો સમજી શકે તેમજ છે કે દ્રવ્યાર્થિક કે પર્યાયાર્થિક સવાદી કે અસવાદી નિત્યવાદી કે અનિત્યવાદી ભેદવાદી કે અભેદવાદી સામાન્યવાદ કે વિશેષવાદી આદિ થયેલા મતોની પ્રરૂપણા અને તત્ત્વવાદની અપેક્ષાએ સર્વ મતોની ઉત્પત્તિનું કારણ જૈનશાસન છે, માટે સર્વ સુંદર રત્નતુલ્ય પ્રરૂપણા અને તત્ત્વો જૈનશાસનમાં જ છે. પરંતુ નય કે તત્ત્વવાદને છોડીને બોકડા મારનાર અને લીલાના લ્હાવા ગણનાર જેવા અધર્મમય આચારવાળા ધર્મનો શ્રીવીતરાગ ધર્મમાં સમન્વય કરવાનું કહેનાર તો દુનયને ન સમજે તેમ કુદેવ, કુગુરૂ અને કુધર્મને સમજી જ શકતો નથી.. ક્રોધ-લોભ-ભય અને હાસ્યથી વિરતિવાળાને મૃષાવાદ બોલવાનું થાય, પરંતુ ડોળઘાલુ છે અસત્યતમ બોલનાર હોવા છતાં સત્ય વક્તાપણે જાહેર થનાર તો રાગદ્વેષ અને અજ્ઞાનથી જૂઠું બોલનાર થઈ, સત્યમાર્ગનો નાશ કરનાર થવા સાથે ઉન્માર્ગને પોષનાર જ બને છે.
(જૈન-સત્ય)
)
૨૩