________________
૨૫૫ : શ્રી સિદ્ધચક્ર)
પાંચમા અંગ મધ્યે જયાં જયાં ગોયમા એવી રીતનો શબ્દ આવતો ગયો, ત્યાં ત્યાં તે નામથી આનંદ પામીને સોનામહોરોએ પુસ્તકની પૂજા કરી - જે છત્રીસ હજાર ઉત્તરોએ સહિત પ્રશ્નોની વાણીને ધારણ કરે છે ચાલીસ શતકોમાં સર્વ પ્રકારે ઉદ્દેશકોની શ્રેણિને વિસ્તારે છે, રંગના ભંગે કરીને સહિત, નયોના પાઠે કરી ને ગહન, અને દુ:ખે જાણી શકાય તેવી શ્રીવિવાહપ્રજ્ઞતિ પાંચમું અંગ તે વિચિત્ર અર્થનો ભંડાર છે એવી તે ભગવતી જયવંતી વર્તે ાદા દરેક પ્રશ્ને મૂકેલી સોનામહોર - છત્રીશ હજાર આદિ ઘણા દ્રવ્યના વ્યયે તે કરી સમગ્ર આગમાદિ સર્વશાસ્ત્રનાં અસંખ્યાત પુસ્તકો લખાવી તેનાં પટ્ટકુલ-વીંટીયા-પટ્ટસૂત્ર-ઉત્તરિકા-સુવર્ણના વાર્તિકે કરી મનોહર સાત સરસ્વતીભાણ્ડાગારો ભરૂચજાવાલ-માંડવગઢ-અર્બુદાચળ આદિસ્થાનોમાં સ્થાપ્યા હતા. તેવી જ રીતે શ્રીકુમારપાલરાજાએ સાતસો લહિયાઓ રાખીને છ લાખ છત્રીસ હજાર આગમો લખાવ્યાં દરેક આગમની સાત સાત પ્રતીઓ તો સુવર્ણાક્ષરોથી લખાવી શ્રી હેમચંદ્રાચાર્યે રચેલાં વ્યાકરણ તથા ચરિત્રાદિક ગ્રંથોની તેમણે એકવીસ એકવીસ પ્રતીઓ લખાવી છે. વધારે શું કહેવું? મોક્ષરૂપી નગરના માર્ગને પ્રકાશન કરવામાં દીવા સમાન જ્ઞાનનું દાન બીજા દાનોમાં અધિક ગુણોવાળું છે એમ ગુણવાનો કહે છે, જે માટે કહ્યું છે કે - વિષયથી ઉત્પન્ન થનાર સુખને ઇચ્છનાર ગૃહસ્થને શીલ કયાં છે? અથવા ઇંદ્રિયોને આધીન બનેલાને કેવા પ્રકારનું તપ હોય? નિરંતર
આરંભવાળાને ભાવના કયાંથી હોય? તેથી આ લોકમાં ગૃહસ્થને નિશ્ચે એક દાન જ ધર્મ છે. પ્રણા
વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧
તેમાં પણ મોક્ષમાર્ગમાં દીવા સમાન એવા જ્ઞાનનું દાન શ્રેષ્ઠ કહે છે. ૫૮૫ કાલના પ્રભાવે અને
વળી જિનાગમ લખાવનારને સંસારમાં રહેવા છતાં
મતિમંદતાએ તે જ્ઞાનદાન હમણાં પુસ્તક વિના થઇ શકતું નથી અને તેથી હંમેશાં ભાવિક શ્રાવકોએ પુસ્તક લખાવવાં તે યુક્ત જ છે. ઘા એ પ્રમાણે જાણીને પુસ્તક લખાવવાનું કરવું. એ પ્રમાણે પુસ્તક લખાવવાનો ઉપદેશ પ્રથમ થયો ॥ જે ધન્ય પુરૂષો જૈનાગમનાં પુસ્તકો લખાવે છે તેઓ કેવલજ્ઞાન પામીને મોક્ષે જાય છે, તેમાં સંશય નથી. ॥૧॥ કાંઇ કષ્ટ થતું નથી જે કારણથી કહ્યું છે કે - જે લોકો આગમોનાં પુસ્તકો લખાવે છે, તેઓ દુર્ગતિમાં જતા નથી, તેઓને મૂંગાપણું, મૂર્ખતા, અંધપણું તથા નિર્બુદ્ધિગણું પણ થતું નથી. ા૨ા પુસ્તકો લખાવવાં એ સર્વ પ્રકારનું પુણ્ય કરવારૂપ છે કેમકે તે પુસ્તકો ધર્મની દાનશાલાઓ સરખાં છે. જેમ પર્યુષણપર્વમાં શ્રીકલ્પસૂત્ર વાંચવા. સાંભળવાથી શ્રાવકો દાનદેવપૂજા-શીલ-તપ-ભાવના-પ્રભાવના વિગેરે પુણ્યને કરે છે. તેમજ પુસ્તક વિના પંડિતપણું પણ ગુરૂઓને અને નવીન શિષ્યોને આવતું નથી. જે માટે કહ્યું છે કે - મનુષ્યોને ભણવાની સિદ્ધિને કરનારાં આરોગ્ય-બુદ્ધિ-વિનય-ઉદ્યમ અને શાસ્ત્ર ઉપર રાગ આ પાંચ આંતરિક કારણો છે અને આચાર્ય-પુસ્તકસહાયતા-સ્થાન અને ભોજન આ પાંચ બાહ્ય કારણો ભણતરને વધારે છે. uu એ વિગેરે ઉપદેશથી શ્રીવસ્તુપાલમન્ત્રીએ સુવર્ણ અને મષીની શાહીથી એક સિદ્ધાંતની પ્રત લખાવી. બીજી પણ છ પ્રતો તીવ્રતાડપત્ર-કાગળોમાં શાહીથી લખાવી. એ પ્રમાણે
સાતક્રોડ સોનામહોરો ખરચીને સાત સરસ્વતી ભંડારો સ્થાપ્યા હતા અને તે પછી શ્રીઉદયપ્રભસૂરીજીએ તેમને આશીર્વાદ આપ્યો હતો. તે આ પ્રમાણે - હે વસ્તુપાલ ! જયાં સુધી સમુદ્રરૂપી ખાઇથી ભૂષિત આ જંબુદ્રીપ છે. તથા જયાં સુધી
જ્ઞાન-અભય અને ઉપગ્રહ દાનના ભેદથી તે દાન ત્રણ પ્રકારે છે એમ સર્વજ્ઞ ભગવંતો કહે છે,