________________
(ટાઈટલ પાનું ૩જાનું ચાલુ) મહારાજ કે જૈનશાસનની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તો પણ તેઓ મોક્ષ મેળવવાને માટે તો શું? પરંતુ મોક્ષ મેળવવાની લાયકાતવાળા ભવ્યપણાની છાપને માટે પણ નક્કી લાયક છે થઈ શકતા નથી. એટલે થપ્પો મા, પવિત્ર, મUTIU ત્રિમ ઘો, માજ્ઞાડડરદ્ધા વિરદ્ધિ ૨ શિવાય ચ મવાય ર II વિગેરે આશાની પ્રાધાન્યતાને દર્શાવનારાં શાસ્ત્રકાર મહર્ષિનાં જે વાકયો છે તે મોક્ષને સાધ્ય ગણવાપૂર્વક આજ્ઞાને પાલવાની અપેક્ષાએ સમજવા નહિં, એટલા જ માટે સ્પષ્ટ કહેવું જોઇએ કે શ્રી જૈનશાસનમાં સ્વર્ગ અને ઉન્નતિનું પ્રાપ્યપણું છે, પણ સાધ્યપણું નથી, પરંતુ સાધ્યપણું જો કોઇપણ આ શાસનમાં હોય તો તે માત્ર મોક્ષનું જ છે અને તેથી જ જૈનશાસ્ત્રકારો મોક્ષની શ્રદ્ધા અને ઇચ્છાની સાથેજ મોક્ષ મેળવવાની લાયકાતરૂપ ભવ્યપણાની છાપ આપે છે. એટલે સ્પષ્ટ થયું કે જૈનશાસનમાં જો કોઇપણ સાધ્ય તરીકે પદાર્થ હોય તો તે માત્ર મોક્ષ જ છે. જો કે મોક્ષને સાધ્ય તરીકે ગણવાનું એકલું જૈનશાસનમાં જ છે એમ કહી શકાય તેમ નથી. કેમકે નૈયાયિક - વૈશેષિક વગેરે દર્શનકારો પણ સાંસારિક સુખોને દુઃખરૂ૫ ગણી કેવલ મોક્ષની જ સાધ્યતા કથંચિત્ બતાવનારા છે, પરંતુ જૈનશાસ્ત્રના વચનો પ્રમાણેનો મોક્ષ તો તેઓના જ માનવામાં આવે કે જેઓ મોક્ષ પ્રાપ્ત કરવાનું એક પુદ્ગલપરાવર્તમાં ભાગ્ય ધરાવતા હોય. જો કે કોઈક અપેક્ષાએ કોઇપણ દર્શનકારે માનેલા મોક્ષને માનવાથી પણ એક પુદ્ગલપરાવર્ત માત્ર સંસાર જીવને બાકી રહે છે એવું પણ કહેવાય છે. પરંતુ તત્ત્વદ્રષ્ટિએ વિચારીએ તો મોક્ષ શબ્દ ઉપરથી કહેવાતા કે કેવલજ્ઞાનાદિગુણોના સ્વરૂપમય મોક્ષ સિવાયના કોઇપણ પ્રકારના મોક્ષને ઇચ્છવાથી એક પુદ્ગલ પરાવર્તની શેષતા માનવી મુશ્કેલ પડે. જો કે કેટલાક ગ્રંથકાર મહાત્માઓએ તેવી મોક્ષની ઇચ્છા ધરાવનારા અન્યદર્શનીઓ પણ હોય અને તેથી તેઓ એક પુદ્ગલપરાવર્ત શેષ સંસારવાળા હોય એમ જણાવવા સુધી પ્રયત્ન કર્યો છે, પરંતુ અન્યદર્શનવાળાના વેષમાં સમ્યકત્વ ન જ હોય કે સાચા મોક્ષમાર્ગની અભિરૂચિ ન જ હોય એમ તો અન્યલિંગે સિદ્ધ નામના ભેદને માનનારો મનુષ્ય માનવા કે કહેવાને તૈયાર થાય જ નહિં, તો પછી અન્યદર્શનને અનુસરનારાઓમાં જૈન દર્શનકારે માનેલ મોક્ષને માનનારા ન જ હોય એમ કહેવાને કયો જૈન તૈયાર થશે? આ હકીકત માત્ર એટલું જ જણાવવા માટે છે કે ભવ્ય સિવાય બીજા જીવને યથાર્થ મોક્ષની શ્રદ્ધા થતી જ નથી. જૈનશાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને જણાવે છે કે યથાર્થ મોક્ષ સિવાયના જીવાદિ આઠ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તો અભવ્યજીવોને પણ હોય છે, એટલે ભગવાન જિનેશ્વર મહારાજના કથન મુજબ જ અભવ્યજીવો આશ્રવને, છોડવાવાળા, સંવરને આદરવાવાળા, નિર્જરાને કરવાવાળા, પુણ્યના માર્ગે પ્રવર્તેલા હોય છે અને તેથી જ તેઓ અભ્યદયને પ્રાપ્ત કરવા સાથે નવમા રૈવેયકરૂપ ઉંચા સ્વર્ગ સુધી પણ જઈ શકે છે. યાદ રાખવું કે મોક્ષની શ્રદ્ધા વિનાના ભવ્યો પણ ઉન્નતિ અને સ્વર્ગની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરે છે તેના આત્માને મોક્ષમાર્ગ તરફ કે મોક્ષની પ્રાપ્તિ તરફ લઈ જનારા ન થવા છતાં તેઓ અન્ય ભવ્યજીવોને સમ્યકત્વની પ્રાપ્તિ AM કરાવનાર કે મોક્ષ માર્ગ તરફ દોરનાર અને યાવત્ મોક્ષના માર્ગમાં ચઢાવનારા થાય છે. આનું કારણ એ છે કે અભવ્યો કે મિથ્યાદ્રષ્ટિઓ મોક્ષ કે મોક્ષના સાધનોની યથાસ્થિત છે શ્રદ્ધા સિવાયના હોવા છતાં પણ શાસનને અનુસરીને બોલવામાં અને વર્તવામાં પોતાની ઉન્નતિ વગેરે માનતા હતા. પણ વર્તમાનકાળમાં જૈનશાસનને દ્રવ્યથકી માનનારા જીવો કે જેમાં દર્શન શુદ્ધિકાર જેવા શાસ્ત્રકાર દૂરભવ્ય અને અભિવ્યોનો જ મોટો ભાગ
(જુઓ અંદર)
el