________________
જ
૧૯૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ હિ, વિગેરે ધર્મક્રિયાઓ પણ સાંપરાયિક કર્મ બંધનની ક્રિયારૂપ જ છે. તો શું કોઇપણ જૈનધર્મી હ છે. મનુષ્ય તે ક્રિયાનું સાંપરાવિકપણું એટલે સંસારમાં રખડાવનાર કર્મોના બંધ કરાવનારી
ક્રિયા આદિપણાને લીધે તે પડિલેહણ - પ્રતિક્રમણાદિ ક્રિયાઓ અકર્તવ્ય છે એમ માનવા છે અગર અકર્તવ્ય માનીને તેનો પરિહાર કરવા તૈયાર થશે ખરો? કદાચ કહેવામાં આવે * કે અધિક વિરાધનાથી બચવારૂપ સંયમને માટે અને પૂર્વકાળના કરેલા કર્મના ક્ષયરૂપ પર નિર્જરાને માટે તે સાંપરાયિકપણાવાળી વદન પ્રતિક્રમણાદિકની પણ ક્રિયા શાસ્ત્રદ્રષ્ટિએ કે કર કર્તવ્ય છે એમ માનવા સાથે શાસ્ત્રાનુસારીઓને કર્તવ્ય જ છે તો એટલેથી સ્પષ્ટ
જે થયું કે અધિક વિરાધના વર્જવા માટે અનન્ય ઉપાયરૂપ સ્વલ્પ વિરાધનાવાળી ક્રિયા કરે જા પણ કરવામાં આવે તો તે પણ કરનારો અધર્મી નહિ, પણ ધર્મીષ્ટ જ ગણાય. જો હ. એમ ન માનીએ તો ધર્મદેશના વદન - પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરનારા સાધુઓ હવે વધારે સાંપરાયિક ક્રિયામાં સંડોવાય અને તેથી તે તેરાપંથીઓ અધર્મી તો શું? પણ છે કિ અધર્મીઓની ટોચે પહોંચેલા ગણાય. એટલું જ નહિ, પરંતુ વિહાર અને વન્દન વિગેરે .
ક્રિયાઓ અધિક વિરાધનાને વર્જવારૂપ અને સંયમને પાલનરૂપ જે ધર્મ તેને માટે થતી * હોવાથી તે વિરાધના ધર્મને માટે જીવહિંસાવાળી ગણાય અને જિનેશ્વર મહારાજાના
આગમને તાત્વિક રીતિએ નહિ સમજનારા મનુષ્યો તો તેવી રીતના તે વિહાર અને કરવદનાદિકને કરવાવાળા ધર્મિષ્ટ જીવોને ધર્મિષ્ટ તો ન માને, પરંતુ દક્ષિણ દિશામાં આ નારકી થવા લાયક એ જીવો છે એમ માને, પરંતુ શાસ્ત્રકારની આજ્ઞા અને જૈનશાસનનો છેમાર્ગ સમજનારા લોકો તો તે વિહારમર્યાદા અને પડિલેહણ આદિ સામાચારીને હ, આચરનારા જીવોને આસમોક્ષગામી અને ધર્મિષ્ટ જ માને.
ઉપરની વસ્તુ વિચારનારો મનુષ્ય મુરારિના ત્રીજા માર્ગ જેવા સજ્જનોના , વ્યવહારથી ઉતરેલા તેરાપંથ એટલે નહિં તો જિનેશ્વરનો પંથ, નહિં તો કોઈ ગણધરનો હર પંથ, નહિ તેમ કોઈ વિવેકીનો પંથ, માત્ર નિર્વિવેકીને શોભે તેવો જ પંથ હોવાથી જેને વિર તેરાહિ પંથ એમ કહી શકીએ એવો પંથ જાણીને કોઇપણ પ્રકારે તેઓની જાળમાં ફસાવાનો
પ્રસંગ લાવવો નહિ અને તે ભગવાન જિનેશ્વરના શાસ્ત્રથી સર્વથા દૂર થઈને દયા અને દાનના દુશ્મન બનેલા અને ઘાતકીઓના વિચારોથી પણ ઉતરી ગયેલા વિચારવાળા એવા તેરાપંથીઓના પરિચયથી દૂર રહીને ભગવાન જિનેશ્વર મહારાજાઓના માર્ગની આરાધનાદ્વારાએ આત્મકલ્યાણ કરવા તૈયાર થવું યોગ્ય છે એમ માને.
(સંપૂર્ણ).