________________
શ્રી શ્રમણ સંઘ આ તરફ ધ્યાન આપશે અવિચ્છિન્ન પ્રભાવશાલી અને ત્રિકાલાબાધિત શ્રી જૈનશાસનમાં શ્રમણ ભગવાન મહાવીર # મહારાજાના છઠ્ઠા સ્થપણાનાં ચોમાસાં તો શ્રીઆવશ્યકસૂત્ર નિર્યુક્તિ આદિથી અને તેને અનુસરનારા 8 શ્રી વીરચરિત્રાદિથી ક્રમસર જણાવવામાં આવી ગયાં છે તેથી તેનું જ્ઞાન થઈ જાય છે, પરંતુ કેવલજ્ઞાન જ પ્રાપ્ત થયા પછીના ભગવાનના ચોમાસાનો ક્રમ શાસ્ત્રોમાં સ્પષ્ટપણે ઉલિખિત થયો જણાતો નથી, જ પરંતુ જો કોઈ જિજ્ઞાસુ શ્રમણભગવંત તે તરફ પ્રવૃત્તિ કરે તો શ્રી ભગવતીજીમાં પંદરમા શતકમાં
ગોશાલાનો અધિકાર કે જે ભગવંતના કેવલિપણાના સોલમા વર્ષમાં એટલે પંદર વર્ષ પછી બનેલો જ છે તે તરફ ધ્યાન દોરી શકે, તેમજ રથમુશલ અને શિલાકંટક સંગ્રામો તે વખતથી પહેલાં બનેલા છે છે તે પણ શતક સાતમાના ઉદેશ નવમામાં જણાવેલ છે, વળી સેચનક હાથીનું ચરમપણું જે જણાવેલ જ છે તે પણ વેશાલીના ઘેરાની સંપૂર્ણતા જણાવવા ઉપયોગી થાય. વળી ભૂતાનન્દ હાથી કે જે કોણિક
રાજાની પછી મગધની ગાદીએ આવનાર ઉદાયિનો હાથી હતો તેનો અધિકાર સત્તરમા શતકમાં છે - તથા શતક ૨૧-૨૨માં જે પાટલીપુત્રના વસાવવાના મૂળકારણરૂપ પાટલીવૃક્ષને જણાવે છે તે વિચારને
અવકાશ આપશે. સાથે એ હકીકત વિશેષે વિચાર આપશે કે શ્રીજ્ઞાતાસૂત્ર આદિ શેષઅંગોમાં ભગવાન કિ સુધર્મ સ્વામીની વાચના ચાલે છે અને તે પહેલાં શ્રીગૌતમસ્વામીની વાચના ચાલે છે.
સમાલોચના ૧. યુવકોમાં જેઓ શાસનપ્રેમિયો છે અને થશે તેઓ તો શાસનપ્રેમિયોના ભક્તો જ રહ્યા છે અને રહેશે. તથા તેઓ તો શાસનવિરોધિયોને ખોળી ખોળીને પીંખી નાંખશે અને શ8 નાંખે છે એમાં સંશયને સ્થાન જ નથી અને શાસનને શ્રદ્ધાશૂન્ય યુવકોનો તો ભય એક
અંશે પણ હતોએ નહિં અને છે પણ નહિં. એટલે જ તો તેવા યુવકોની નિશ્રાવાળી થઈને દેવદ્રવ્યને ખાવા-વિધવાઓને બગાડવા અને ત્યાગમય દીક્ષાને ડહોળવા તૈયાર થયેલ # કોન્ફરન્સને કેળવણી અને બેકારી નિવારણનું ઓઠું લેવા છતાં ધર્મની ચાહનાવાળાએ ધિક્કારી ક છે. જુનેરના જુલમનું પ્રાયશ્ચિત કરી તે યુવકોની સોડમાંથી નીકળ્યા સિવાય તેનું નામ જ લેવા પણ સુજ્ઞજૈનો તૈયાર નથી જ.
૨. તિથિની ચર્ચા કોઇની અંગત નથી જ. સાચા તિથિના નિર્ણયની ચર્ચા પણ ! સમય-ક્ષણની મોજવાળાને ન ગમે એ નવું નથી. (સમયધર્મી)
૧. પરીક્ષાને નહિં સહન કરનારો વર્ગ જેમ રક્તવ્યનિ હેતુમ એમ કહી પોતાના વિધાનોને હેતુયુક્તિથી સંગત કરવાને ના પાડતો હતો તેમ જે વર્ગ પર્વતિથિને આરાધનાર
હોઈ નિરૂપણ કરે ત્યારે તેમાં નિરધિકારપણું કહે તે કથીરશાસનનો જ વર્ગ હોય, પુરાવો જ આપવો નહિં, સામાં ઉભા રહેવું નહિં અને આવું બકવું એ નવા મતની જુઠાણાની ધજાજ જ છે. (કથીર?)