________________
૧૧૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ ઍક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ આજ્ઞાથી તમને જણાવું છું કે આપ રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને જલ્દી અમદાવાદ પધારો. હું આખાય શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છું. એ યાદ રાખશો કે તમારી અને મારી વચ્ચેની આ ચર્ચાનું જે પરિણામ આવશે તે શનિવાર અને રવિવાર બનેય સંવત્સરી પક્ષના સરવેને બંધનકારક જ ગણાશે. અમદાવાદ આવવાનું આમંત્રણ કરવાનું કારણ માત્ર એ જ છે કે હજુ હું જોગમાં છું અને માત્ર તે જ કારણે અમદાવાદ છોડી શકું તેમ નથી.
અન્યથા બીજા સ્થળે આવવાને પણ હું તૈયાર થાત, આથી મારી વિજ્ઞપ્તિ છે કે અમદાવાદને ચર્ચાસ્થળ તરીકે કબૂલ કરવાની આપ આનાકાની કરશો નહિં.
કલ્યાણવિજયજી
આચાર્ય શ્રીસાગરાનંદસૂરીજીનો પ્રત્યુત્તર નં. ૧
જામનગર તા. ૫ જૂન | મુનિરાજ કલ્યાણવિજયજી દોશીવાડા પોળ વિદ્યાશાળા અમદાવાદ તાર મળ્યો. અનુવંદન શાસ્ત્રાર્થ માટે તમારી તૈયારી છે એ જાણી ઘણો ખુશી થયો છું, શેઠ જીવતલાલે ૧૭મી મેએ લખ્યું હતું કે તમે લબ્ધિસૂરી અને જંબુવિજયજી ખંભાતમાં હાજર રહેશો. તમે યોગમાં છો એ તેમને ખબર હોવા છતાં લખ્યું હોય તેમ જણાય છે. વળી શાસ્ત્રાર્થ ખંભાતમાં થશે એમ કાગળ (ડ્રાફટ)માં સ્પષ્ટ જણાવ્યું હતું અને તેના ઉપર તમારી સહી હતી. યોગક્રિયા તો રસ્તામાં પણ થઈ શકે તેમ છે. અત્યારે રામચંદ્રસૂરી શાસ્ત્રાર્થ વિષે વાત કરી રહ્યા છે. મેં તેમને સુરત આવવાનું આમંત્રણ આપ્યું છે તેઓ જો સુરત આવે તો તમે પણ સુરત આવો, જો તે સુરત ન આવે તો તમે ચોટીલા આવજો. શાસ્ત્રાર્થ કરવા ઇચ્છનારે સામાપક્ષને પોતાને સ્થળે બોલાવવો તે ઈષ્ટ નથી. અમદાવાદના નગરશેઠના પ્રમુખપણા નીચે ચાર બુધવારવાળા અને ચાર ગુરૂવારની સંવચ્છરીવાળાઓની એક કમિટી બનાવવામાં આવશે. બે પંચો અને એક સરપંચની નિમણૂંક કરશે, શાસ્ત્રો અને રૂઢી પ્રમાણે સંવચ્છરી ગુરૂવારની છે. જે હું સિદ્ધ કરી આપવા તૈયાર છું. કયારે ઉપડો છો તેનો સત્વર જવાબ આપશો.
આનંદસાગર
તાર અમદાવાદ તા. ૭ જૂન આચાર્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારાશીભાઈ જામનગર
વંદના. તાર મળ્યો. તમારા તરફથી પ્રતાપસિંહ મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરી દ્વારા પ્રગટ થયેલા ખુલાસાઓમાં તમે ચર્ચા કરવાને સંપૂર્ણ તૈયાર છો તેવું ધ્વનિત કરાવો છો અને