________________
૧૦૯ : શ્રી સિદ્ધચક્ર)
સાગરાનંદસૂરીજી જામનગર
રામચંદ્રસૂરીશ્વરજી નીચે પ્રમાણે તમોને જણાવવા મને ફરમાવે છે. તમારો ૩જી જુનનો તાર મળ્યો, એ અત્યંત દિલગીરી ભરેલું છે કે તમે જાણી જોઇને મારા તારના તાત્પર્યને અડતા નથી, અને નકામી અને અસત્ય બીના ચર્ચો છો જે સ્પષ્ટ રીતે સાબીત કરે છે કે તમે ફકત સંવચ્છરીના સમાધાનના બહાના (ડોળ) નીચે શાસ્ત્રાર્થનો જુઠો દેખાવ કરવાની મનોવૃત્તિ ધરાવો છો.
પુના કેમ્પ ૪-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
વર્ષ ૯ અંક-૫-૬
2.
શ્રીરામચંદ્રસૂરીજી પુના સીટી
આચાર્ય રામચંદ્રસૂરી પુના સીટી
તાર મળ્યો, જુઠા કરારને વળગ્યા, શાસ્ત્રાર્થ ખસ્યા, પુનાથી ખસ્યા નહિં અને જીવાભાઇને મોકલ્યા નહિં. આ બધું તમને જ શોભે.
જામનગર
-
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
આચાર્યશ્રી સાગરાનંદસૂરીજી જામનગર
રામચંદ્રસૂરીજી તમને જણાવવા મને ફરમાવે છે કે તમારો છેલ્લો તાર જોઇ મને ખેદ થયો છે. (?) કે તમારા પોતાના હાથે તમારા જેવાની મશ્કરી કરાવવા સિવાય બીજું કંઇ નથી. પુના ૫-૬-૩૭ કેશવલાલ માણેકલાલ
મશ્કરી હતી જ નહિં, માત્ર સત્ય હકીકત જ જણાવી હતી.
તા. ૫-૬-૩૭ આનંદસાગર
જામનગર આનંદસાગર તા. ૮-૬-૩૭
આચાર્યશ્રી આનંદસાગરસૂરીજી જામનગર
વિજયરામચંદ્રસૂરીજી તમને જણાવવા મને નીચે પ્રમાણે ફરમાવે છે.
તાર મળ્યો. સંવચ્છરી ચર્ચા ફકત તમારા અને મારા વચ્ચે નથી, પણ બધા સાધુ સમુદાયને લાગુ પડે છે અને તો પણ રવિવાર પક્ષના કોઇના પણ પ્રતિનિધિપણા સિવાય જાણે એના પ્રતિનિધિ હો એ પ્રમાણે તમે તાર કરો છો તેથી તમારી જાતને હાસ્યજનક બનાવો છો આ વસ્તુ તમો ન સમજી શકતા હો તેનું કારણ તમે કોઇના હથિયાર બન્યા હો એ પણ હોય.
કરાર તમારી અને વિજયનેમિસૂરીજીની સલાહ પ્રમાણે શુદ્ધ આશયથી ઘડાયો હતો કે જેના ઉપર પણ વયોવૃદ્ધ આચાર્યદેવ વિજય સિદ્ધિસૂરીશ્વરજીએ સહી કરી, પણ તમે બંને જણાએ તેનો અનાદર