________________
૨૯ નવેમ્બર ૧૯૪૦)
SIDDHACHKARA
(Regd. No. B. 3047
ભૂલને અભૂલ માનવા કરતાં અભૂલને
ભૂલ માનવી એ ભયંકર. જૈનશાસ્ત્રને જાણનારો વર્ગ એ વાત તો સ્પષ્ટ પણે સમજી શકે છે , કે દરેક જીવ અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિપણામાં વર્તતો હોય છે અને તેથી જ છે તે પોતાનામાં જે તત્ત્વશ્રદ્ધાન રહિતપણું છે, તે ભૂલરૂપ છે છતાં તેને ભૂલ જ તરીકે સમજતો નથી. કેમકે ભૂલ કે અભૂલપણાનું જ્ઞાન સંજ્ઞિપંચેન્દ્રિયપણા સિવાયની બીજી સ્થિતિમાં થતું નથી. પરંતુ સંક્ષિપંચેન્દ્રિયપણામાં પણ વિશેષ
આર્યક્ષેત્રનું મનુષ્યપણું મળ્યું હોય છે ત્યારે જ ભૂલ અને અભૂલનો વિવેક રે જાગે છે, જો કે દેવગતિ, નરકગતિ અને તિર્યંચગતિમાં સાચી શ્રદ્ધારૂપી સમ્યકત્વ નથી હોતું એમ નહિં, પરંતુ તે ત્રણે ગતિમાં થતું સમ્યકત્વ
મનુષ્યોમાં જ થયેલા દેવ અને ગુરૂ આદિના જ્ઞાનની અપેક્ષાએ તથા જ મનુષ્યોએ આચરેલા સંપૂર્ણ ધર્મની અપેક્ષાએ જ હોય છે, તેથી ભૂલ અભૂલનું 0 સ્થાન મુખ્યત્વે મનુષ્યપણામાં લેવાય તો તે કંઈ યુક્તિથી અસંગત નથી. છે આર્યક્ષેત્રની ઉત્પત્તિ સાથેનું મનુષ્યપણું પામેલા જીવોમાં પણ બે વર્ગ પાડી વિ શકાય. એક વર્ગ તો એવો છે કે જેઓ યાવજીવન ભગવાન અરિહંત પર દર મહારાજના શાસનને સાંભળવા કે જાણવાને પણ ભાગ્યશાળી થયેલ ન
હોય, પરંતુ કેવળ મિથ્યાત્વીના શાસ્ત્રોથી જ માવજજીવન વાસિત હોય છે
અને તેઓ પોતાના દેવ, ગુરૂ અને ધર્મને, કુદેવ, કુગુરૂ અને કુધર્મ રૂપે છે છતાં સુદેવ, સુગુરૂ અને સુધર્મરૂપે માની ભૂલ કરે, અને તે ભૂલને ભૂલરૂપે ન જાણે, કિન્તુ સર્વકાળે અભૂલરૂપે જ જાણે. એટલે ભગવાન જિનેશ્વર
(અનુસંધાન પાનું ૩ જું)