________________
૪૯ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૩
તરીકે જણાવેલું છે, પરંતુ કોઈપણ ચરિત્રમાં ભગવાન હેમચંદ્રસૂરિજીએ પણ ભગવાન તીર્થંકરના આદ્યસમ્યકત્વને વરબોધિસિદ્ધસેનીય તરીકે જણાવ્યું નથી. વળી શ્રીતત્ત્વાર્થસૂત્રની ટીકામાં ભગવાન મહાવીર મહારાજાનો અધિકાર જણાવતાં સામાન્યપણે સમ્યકત્વનો લાભ જણાવ્યો છે, પરંતુ ત્યાં પણ વરબોધિ તરીકે પ્રથમ સમ્યકત્વને જણાવ્યું નથી. જો કે તીર્થંકરપણું લાવનારું સમ્યકત્વ હોવાથી બીજા ભવ્યજીવો કે જેઓ તીર્થકર થયા વિના મોક્ષે જનારા છે. તેઓના સમ્યકત્વ કરતાં ભગવાન તીર્થકરનું સમ્યકત્વ વિશિષ્ટતાવાળું હોય એમ તો શાસ્ત્રાનુસારિને માનવું પડે, પરંતુ વરબોધિ તરીકે રૂઢ કરાય કે રૂઢ તરીકે ગણાય એવું સમ્યકત્વ તીર્થંકર ભગવાનના આદ્યસમ્યકત્વને વરબોધિ તરીકે ગણવાનું
કોઈપણ શાસ્ત્રકારોએ જણાવ્યું નથી. પ્રશ્ન ૧૪ - ભગવાન તીર્થકરોના સમ્યકત્વને અંગે
પણ વરબોધિ એવો શબ્દ ભગવાનું હરિભદ્રસૂરિજીના ગ્રન્થ કરવાના વખત કરતાં પહેલાંના વખતમાં શું કહેવામાં આવતો હતો ? તેમજ તથાભવ્યત્વ શબ્દ
પણ પહેલાંના કાળમાં શું વપરાતો હતો? સમાધાન - ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજે જે
પંચસૂત્રી પૂર્વધરોની કરેલી હતી અને જેની ટીકા કરી છે તે પંચસૂત્રીમાં સ્પષ્ટપણે
[૨૬ નવેમ્બર ૧૯૩૯, જણાવ્યું છે કે તfશ્વાનો (પાવÍવિમો) તહમવત્તામાંવાગો એટલે અનાદિકાળથી જીવની સાથે ક્ષીરનીર ન્યાયે બંધાયેલાં કર્મો (પાપકર્મો)નો નાશ તથા ભવ્યત્વાદિભાવથી થાય છે, એમ કહેલ છે. આવું સ્પષ્ટવચન શ્રીપંચસૂત્રીમાં હોવાથી કોઈપણ સુજ્ઞમનુષ્ય એમ નહી કહી શકે કે શ્રીહરિભદ્રસૂરિજીના વખત કરતાં જુના વખતમાં તથાભવ્યત્વ શબ્દ નહોતો વપરાતો, વળી શ્રીસૂત્રકૃતાંગસૂત્રની ચૂર્ણિમાં સામાન્યભવ્યજીવોને સમ્યકત્વઆદિની પ્રાપ્તિના કારણમાં તથાભવ્યત્વને કારણ તરીકે જણાવવામાં આવ્યું છે,એટલે સ્પષ્ટ થાય છે કે ભગવાન હરિભદ્રસૂરિજીએજ શ્રીયોગબિન્દુ, શ્રીલલિતવિસ્તરા આદિ ગ્રન્થોલારાએ તથાભવ્યત્વ જે સાબીત કર્યું છે તે નવીન નહોતું, વળી ભગવાન હરિભદ્રસૂરિજી પછી થયેલા ભગવાન અભયદેવસૂરિજી પંચાશકની વૃત્તિમાં અને શ્રીયશોદેવસૂરિજીએ તેની ચૂર્ણિમાં સમ્યત્વ પામવાવાળા સર્વ શ્રાવકોને અંગે પણ તથાભવ્યત્વ સ્વભાવ હોવાનું જણાવેલ છે, એટલે ભગવાન હરિભદ્રસૂરિજીએ જ તથાભવ્યત્વનું સ્થાન રાખ્યું એમ કહી શકાય નહિં, પરંતુ એમ કહેવું ખોટું નથી કે વરબોધિ શબ્દ તો ભગવાન હરિભદ્રસૂરિજીની બુદ્ધિનું પરિણામ છે.જો કે ભગવાન હરિભદ્રસૂરિજીના તત્ત્વાર્થ વૃત્તિ-અષ્ટકજી ધર્મબિન્દુ -