________________
૪૬ ઃ શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૩
[૨૬ નવેમ્બર ૧૯૩૯,
સાગર સમાધાન
પ્રશ્ન ૧૨- ભગવાન તીર્થકર તરીકે થવાવાળા
જીવોમાં અનાદિથી તથાભવ્યત્વ છે અને તેથી તે જગતના ઈતર બધા સામાન્ય કેવલી કે. મૂકકેવલીપણે થવાવાળા જીવોથી એવા સ્વાભાવિક તથાભવ્યપણે ઉત્તમ છે એમ જણાવવા માટે શ્રીનિતવિસ્તાર માં શ્રી હરિભદ્રસૂરિજીએ સદશબ્દ વિશેષણપણે વાપર્યો છે, પરંતુ તથાભવ્યત્વના સાનિ. અને પ્રસાદનિશ એવા બે ભેદો ગણીને સાહજીક તથાભવ્યત્વ જણાવવા માટે અને અસાહજિક તથાભવ્યત્વનો વ્યવછેદ કરવા માટે સહજ શબ્દ નથી વાપર્યો એ શા
ઉપરથી નક્કી કરવું ? સમાધાન - સામાન્ય બુદ્ધિવાળો પણ એટલું તો
સમજી શકે કે જગતમાં જેમ જેવી સ્થિતિનો પ્રશ્ન હોય તેવી સ્થિતિનો ઉત્તર દેવાય, તેવી રીતે શાસ્ત્રોમાં પણ જેવો પૂર્વપક્ષ હોય તેવો જ ઉત્તરપક્ષ કરાય, તો અહિંયાં કંઈ ભવ્યત્વના સ્વાભાવિક અને કૃત્રિમ બે ભેદોને અંગે પ્રશ્ન નથી, તેમ પૂર્વપક્ષ પણ નથી. અહિં તો કોઈપણ જીવમાં અનાદિનો તેવો સ્વભાવ જુદો હોય જ નહિ, પરંતુ સર્વજીવો એકજ સરખા છે, અને કોઈપણ જીવમાં જેમ જીવપણા સંબંધી ભેદ નથી,
તેમ બીજો પણ કોઈ જાતનો ભેદ નથી એટલે તે પૂર્વપક્ષવાળો પૂર્વે કહ્યા પ્રમાણે જણાવીને જીવોમાં માત્ર જીવત્વરૂપ જ પારિણામિક ભાવ મનાવવા માગે છે, પરંતુ ભવ્યત્વ અભવ્યત્વ જેવો પારિણામિક ભાવ પણ જીવના સ્વભાવરૂપ હોય એમ માનવા તૈયાર નથી, અને જ્યારે તેમ માનવા તૈયાર ન હોય તો ભગવાન તીર્થકર થવાને લાયકનું વિશિષ્ટ તથાભવ્યત્વ સ્વભાવરૂપ છે અને અનાદિથી તે તે જીવમાં રહેલું છે એમ માનવાને તો તે તૈયાર થાય જ શાનો? તેમ યોગ્યતાનો ભેદ નહિં માનવાવાળાના મતના ખંડનને માટે અહિં તથાભવ્યત્વની સાથે સહજ શબ્દ જોડીને એ વસ્તુ સિદ્ધ કરી કે મોક્ષે જવાની લાયકાતવાળા જીવોમાં ભવ્યત્વ છે, અને મોક્ષમાર્ગ મેળવીને મોક્ષ જવાની લાયકાતવાળામાં તથાભવ્યત્વ છે, તથા તીર્થંકરપણું આદિ મેળવીને મોક્ષ જવાવાળા જીવોમાં પણ તથાભવ્યત્વ છે અને તે ત્રણે સહજ છે, એટલે તીર્થકરપણાના કારણભૂત તથાભવ્યત્વ સહજ હોઈને અનાદિકાળનું હોય એટલે પરિણામિક હોય તેમાં આશ્ચર્ય નથી, અને તેમાં અનાદિથી ઉત્તમપારિણામિક સ્વભાવ અને યોગ્યતા