________________
5
શ્રી સિદ્ધચક્ર છે
વર્ષ : ૮
કાર્તિક સુદી પૂર્ણિમા, મુંબઈ,
અંક - ૩
પાનાચંદ રૂપચંદ ક ઝવેરી
ઉદેશ ( .
શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને છે આયંબીલ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની
મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો 1 ફેલાવો કરવો ... વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ છે
જગતના જીવોની ઈચ્છાઓનું વર્ગીકરણ
જો કે જગતના તમામ જીવોની ઈચ્છાઓ જુદી જુદી હોય છે. મુંડે મુંડે મતિર્મિન્ના ઈત્યાદિક નીતિ કે તેવાં બીજાં શાસ્ત્ર વાક્યોથી જુદી જુદી બુદ્ધિ તમામ કે જંતુઓની હોય, છતાં એવું છે જ નહિ કે તે ઈચ્છાઓનું વર્ગીકરણ ન થઈ શકે
એ વર્ગીકરણ કરીયે તો જગના તમામ જંતુઓની ઈચ્છા ચાર વર્ગમાં બેંચાઈ જાય છે, આનું જ નામ પુરૂષાર્થ, પુરૂષાર્થ એટલે? પુરુષા: સત્ત્વા: જગન્ના તમામ જીવો તે પુરૂષ, અને તેનું સાધ્ય, ઈચ્છા એટલે પુરૂષાર્થ:
પુરૂષાર્થના ચાર પ્રકાર :- અર્થ, કામ, ધર્મ અને મોક્ષ, તેમાં બાહ્ય સુખનાં સાધન અને બાહ્ય સુખનો અનુભવ એ જ અર્થ અને કામ, (ધર્મ પ્રપન્ન ન હોય તેવા) એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધી જુઓ તો તેઓને આ બે ઈચ્છા સિવાયની બીજી કોઈ ઈચ્છા નથી (અનુકૂળ આહાર આદિ મળે તો રાજી થઈ જાય) અત્યંતર સુખના સાધન અને અત્યંતર સુખ એનું જ નામ ધર્મ અને મોક્ષ, ધર્મા, અધ્યાત્મી આદિ કોઈ જીવો લો તો આ બે સિવાય તેઓની બીજી કોઈ ઈચ્છા નહિ હોય.
ઉપરોક્ત ચારે ઈચ્છાઓનું પણ વર્ગીકરણ બે પ્રકારે થઈ શકે છે, પહેલા બે વર્ગથી બનેલો એક વર્ગ આદિ, મધ્ય ને અંતમાં અકલ્યાણકારી હોય, જ્યારે છેલ્લા બેથી બનેલ બીજો વર્ગ આદિ, મધ્ય અને અંતમાં કલ્યાણકારી હોય, પહેલા વર્ગમાં આદિમાં કદાચ ઉપરથી સુખ દેખાય પણ પરિણામે અકલ્યાણ જ છે, માટે ધર્મનું લક્ષણ ટુંકું એ રાખ્યું કે તે જ ધર્મ કે જે આદિ, મધ્ય અને અંતમાં કલ્યાણ જ કરે. અર્થાત્ અત્યંતર અવ્યાબાધ સુખ અર્પે.
-