________________
(ટાઈટલ પાનાં ચોથાનું ચાલુ) અંગે કાર્તિક સુદી એકમના દિવસે જ મહિમા કરતી હતી, પરંતુ આ થોડા વર્ષોમાં શાસનને ખેદાન મેદાન કરી નાંખવા તૈયાર થયેલ દૂરદૃષ્ટિના કુટિલ પ્રવર્તનથી તે આરાધનામાં ભેદનો પ્રયત્ન તેની ટોળી તરફથી થવા લાગ્યો છે, જો કે તે જ ટોળીના વાજીંત્રોમાં ૧૯૮૯ પહેલાં તો શું ? પરંતુ બે ત્રણ વર્ષ પહેલાં પણ ચૌદશની દીવાળી લખાતી હતી તો પણ ભગવાન ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનનો મહિમા કાર્તિક સુદી એકમના દિવસે જ લખવામાં આવતો હતો, પરંતુ શાસનભેદના જ માટે અવતરેલાની અવળી પ્રવૃત્તિથી હમણાં ભગવાન ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનના મહિમાને પણ કાર્તિક સુદી એકમે ન રાખતાં આસો વદી અમાવાસ્યાએ લાવવામાં આવે છે. જૈનજનતા સારી રીતે સમજે છે કે નવમલકી અને નવલેચ્છકી રાજાઓ વિગેરેએ ભગવાન શ્રી મહાવીર મહારાજના નિર્વાણના કલ્યાણકને અપનાવેલ હોવા વિગેરે કારણથી શાસ્ત્રકારોએ શ્રી વીરભગવાના નિર્વાણનું કલ્યાણક જે દીવાળી રૂપીપર્વ તેને લોકને અનુસરીને કરવાનું જણાવ્યું છે, એટલે દિવાળીનું પર્વ લોકને અનુસરતું કરવાથી કોઈક વખતે આસો વદી ચૌદશ અને કોઈક વખતે આસો વદી અમાવાસ્યાએ પણ તે આવે, પરંતુ સર્વલબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામીજીના કલ્યાણકનો તહેવાર પણ લોકને અનુસાર કરવો એમ કોઈપણ શાસ્ત્રકારોએ કહેલું નથી તેમ આ શાસન વિરોધી એવી ટોળી સિવાય કોઈએ તેમ કહ્યું કે કર્યું પણ નથી, માટે શાસ્ત્ર અને પરંપરાને માનનારા મહાનુભાવો તો દીવાળી ચાહે તો આસો વદી ચૌદશની હોય કે ચાહે તો આસો વદિ અમાવાસ્યાની હો, પરંતુ ભગવાન ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનનો મહિમા તો, ગણણું ગણવાથી, દેવ વાંદવાથી, અને યાવત્ સ્મરણ શ્રવણથી કાર્તિક સુદી એકમના દિવસે જ કરીને તેને આરાધવા યોગ્ય ગણે છે અને આરાધે છે. ચાલુવર્ષમાં જો કે દીવાળી આસો વદી ચૌદશ અને શુક્રવારની છે અને તેથી તેરશ અને ચૌદશ એ બે દિવસ ભાગ્યશાળીઓને દિવાળીના છઠ્ઠની તપસ્યા કરવાનું થશે અને ભગવાન ગૌતમસ્વામિજીના કેવલજ્ઞાનનો મહિમા ૧૯૯૬ના કાર્તિક સુદિ એકમને રવિવારે થશે. સોલપહોરના પૌષધ અને સોલપહોરની દેશના, એ બન્ને ભગવાન્ મહાવીર મહારાજના નિર્વાણકલ્યાણકને ઉદેશીને અથવા એના અંત્યભાગને અનુલક્ષીને કરવામાં આવે છે તેથી તે છઠ્ઠ અને સોલપહોરના પોસહ આસો વદી તેરશ અને ગુરૂવાર તથા આસો વદી ચૌદશ અને શુક્રવારના થાય તેમાં શાસનાનુસારિયોને અને શાસનપ્રેમિયોને તો બોલવાનું રહેજ નહિં.
GUJAUUUU