SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૯-૨૦ [૩ ઓગસ્ટ ૧૯૪૦, ''''' ' (અનુસંધાન ટાઈટલ ૪ થાનું ચાલુ) બ્રજ સદિઠ્ઠી નીવો ૩વરૂપવયoi તુ સદ્ધ અર્થાત્ જે જીવને અનંતાનુબંધીની આ 40 ચોકડી અને દર્શનમોહનીયના ત્રિકનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થયો હોય અને આત્મામાં સમ્યક્તરૂપી ગુણ જો કોઈ પણ પ્રકારનો ઉત્પન્ન થયેલો હોય તો તે જીવ ભગવાન છે. IG જિનેશ્વર મહારાજનાં શાસ્ત્રો (પ્રવચન)ની એટલે તે શાસ્ત્રોમાં કહેલા પદાર્થોની જરૂર શ્રદ્ધા, AM પ્રતીતિ અને રૂચિ કરી જ લે. આ ઉપર જણાવેલા શાસ્ત્રકારના વાક્યને વિચારતાં જૈનજનતા AM સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસ્ત્રોમાં કોઈ પણ અક્ષર, કોઈપણ પદ, કોઈપણ વાક્ય, કોઈ પણ સૂત્ર, ઉદેશો કે કોઈપણ અધ્યયન કે કોઈપણ ® આગમ જો જાણવામાં આવે તો તેની શ્રદ્ધા પ્રતીતિ અને રૂચિ જેના આત્મામાં સમ્યગદર્શન , થયું છે તેને તો જરૂર થાય. એટલે સદ્ગુરૂના યોગે જિનેશ્વર ભગવંતના શાસ્ત્રોનું શ્રવણ ળ મળ્યા પછી તેના એક પણ અક્ષર વગેરેને માટે અપ્રતીતિ રાખનારો મનુષ્ય શ્રદ્ધાવાન્ કે સમ્યકત્વ સહિતપણાને ધારણ કરનારો બને જ નહિ. ધ્યાન રાખવું કે શાસ્ત્રોના વાક્યોની શ્રદ્ધામાં વિપરીત થવાની વખતે દેશ, ગામ, નગર, કુલ, ગણ, સંઘાડો, ગચ્છ કે સમુદાય USA એકની પણ ખોટી નિશ્રા ચાલી શકતી નથી અને તે ચલાવવા માગનારને સાચી શ્રદ્ધાવાળા કે સાચા સમ્યકત્વવાળા થવાનો હક્ક જ રહેતો નથી. જો કે શાસ્ત્રકારોએ સમ્યકત્વના અંગીકારમાં પણ દેવતા, ગણ, બલ આદિકના બલાત્કારના અપવાદો રાખેલા છે, પરંતુ તેમાંનો એક પણ અપવાદ શ્રદ્ધાના વિષયમાં સ્પર્શી શકતો નથી. તે દેવતાઆદિકના અભિયોગોના અપવાદો વંદન નમસ્કારાદિક વ્યવહારની સમ્યકત્વ ક્રિયાને સ્પર્શવાવાળા છે તા , અને તેથી જ તત્ત્વાર્થની શ્રદ્ધાને સમ્યકત્વ ગણાવતી વખત શાસ્ત્રકાર મહારાજાઓ તે હી ! A® દેવતાદિકના અભિયોગરૂપ અપવાદોને સ્થાન તે જ જગા પર આપે છે કે જે મહાનુભાવ , ' અનન્તાનુબંધી આદિકના ક્ષયોપશમને લીધે ક્ષાયોપથમિક આદિ સમ્યકત્વ ગુણને RTI જી પ્રગટાવવાવાળો થયો હોય અને તે સમ્યકત્વગુણની પ્રગટતાને લીધે જ જગતમાં જેમ પ્રામાણિક મનુષ્ય ખોટા રૂપૈયાને કશા પણ પ્રસંગમાં ચાલવા દે નહિં, તેવી રીતે અસર્વજ્ઞ અવીતરાગ એવા લોકોના શાસનને આશ્રિત થયેલા મનુષ્યોની સાથે વંદન નમસ્કાર આદિ દEWS વ્યવહારથી સર્વથા બંધ કરે, તે વંદન નમસ્કાર આદિ ક્રિયાનો નિષેધ કરવા રૂપ વ્યવહાર સમ્યકત્વના નિયમને અંગે શાસ્ત્રકારોએ દેવતાભિયોગાદિ અપવાદો રાખેલા છે, પરંતુ , વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ પ્રવર્તાવેલા શાસનરૂપ શાસ્ત્રોના અને તેના પદાર્થોની શ્રદ્ધા, છPS, પ્રતીતિ અને રૂચિના પ્રસંગમાં તે દેવતા અભિયોગાદિકના અપવાદોને અવકાશ શાસ્ત્રકારોએ રે | US કોઈ પણ જગાએ આપ્યો નથી અને તે આપી શકાય જ નહિ. જગતમાં ગોળા, બોમ, આ મશીનગન, બંદુક, તલવાર, ભાલા વિગેરે અનેક પ્રકારના હથિયારો જુલમગારના હાથમાં A, આવેલા હોઈને જુલમ પ્રવર્તાવવાવાળા થાય છે, પરંતુ તેમાંના એક પણ હથિયારની અસર , \P મનની ઉપર થઈ શકતી નથી અને શ્રદ્ધા, પ્રતીતિ કે રૂચિ કેવળ મનનો વિષય છે. માટે તેમાં NIGી દેવતા અભિયોગાદિકના અપવાદ કોઈ પણ પ્રકારે રહી શકે નહિં એટલે સ્પષ્ટ થયું કે BUL ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસ્ત્રોદ્વારાએ સાંભળવામાં આવેલા પદાર્થોની શ્રદ્ધા, પ્રતીતિ NP અને રૂચિ નિરપવાદપણે થાય તો જ આત્મામાં સમ્યકત્વ થયું છે તેમ ગણી શકાય. જો કે (જુઓ અનુસંધાન પાનું ૪૧૫), 43 Oછે
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy