________________
NuP.
૪૧૫ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૯-૨૦ [૩ ઓગસ્ટ ૧૯૪૦, * (અનુસંધાન પાનું ૪૧૬નું ચાલુ)
છે જ એવા પ્રકારના શાસ્ત્રોનાં તત્ત્વો જાણવાનો, માનવાનો કે સાંભળવાનો પ્રસંગ ન આવ્યો છે ન હોય અને અજ્ઞાનતાને લીધે વિરૂદ્ધ પદાર્થ શાસ્ત્રીય તરીકે મનાઈ પણ જાય પરંતુ તેવા કોઈ હેતુ, યુક્તિ, ઉદાહરણ અને નય કે પ્રમાણમાં નિપુણ એવા સદગુરૂ પાસેથી પદાર્થો દળ સમજવાની તક મળે તે વખતે તો સમ્યકત્વને ધારણ કરનારો જો જીવ હોય તો તે જરૂર તે શાસ્ત્રીય પદાર્થોની શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિવાળો જ થાય, અને આટલા જ માટે શાસ્ત્રાકારોએ ઉપર જણાવ્યું તેમ નક્કી કર્યું કે સાંભળવામાં આવેલા જૈનપ્રવચનની શ્રદ્ધા તો સમ્યગ્દષ્ટિ જીવને જરૂર જ થાય. ઉપરની વાત વિચારતાં જેઓ પોતે શાસ્ત્રોના || ખોટા અર્થો કરવાવાળા છે, પૂર્વાચાર્યોના વચનો ઉત્થાપવાવાળા છે અને પૂર્વાચાર્યોની પરંપરાએ આચરેલી આચરણાને પણ ઉથલાવવાવાળા છે તેઓ પોતે જ સમ્યકત્વથી થP ]. ઈતરમાર્ગે જવાવાળા અને ભક્તોને લઈ જનારા છે છતાં પોતાના વર્ગમાં સમ્યકત્વનાં || પડીકાં બંધાવે છે અને બીજા સન્માર્ગગામીઓને મિથ્યાત્વી-ઉન્માર્ગી-ઉસૂત્રભાષી આદિ છે વિશેષણદ્વારાએ નવાજે છે, તે જૈનશાસનને માટે કેવા ભયંકર છે એ વાત જૈનશાસનને 8 અનુસરનારો વર્ગ જેટલી જલદીથી સમજે અને તેને યોગ્ય જ જેટલો જલદી વર્તાવ
કરે તો તે અત્યંત શ્રેયસ્કર છે. જેવી રીતે સમ્યગ્દષ્ટિને માટે જિન પ્રવચનના ઉપદેશનો વખત મળે શ્રદ્ધા થવાનો નિયમ જણાવ્યો છે, તેવી જ રીતે બીજો નિયમ પણ શાસ્ત્રકારે એવો જણાવેલો છે કે મિચ્છાદિકી નીવો ૩૬ પવય સંદદ૬ અર્થાત જે જીવના અંતરમાં અનંતાનુબંધી ચતુષ્ટય અને દર્શનમોહનીય કે તેના ત્રિકનું જોર ઝળહળતું હોય તે જીવને કદાચ કાકરત્નમાળાના દાંતે સરૂના સંયોગથી ભગવાન જિનેશ્વર મહારાજાના પ્રવચનને સાંભળવાનો વખત પણ આવે અને સાંભળે પણ ખરો તો પણ તે જીવ મિથ્યાત્વ મોહનીયથી વાસિત થયેલો હોવાને લીધે ભગવાન્ વીતરાગ પરમાત્માના શાસ્ત્રો અને તેના વચનોની શ્રદ્ધા તો કરે જ નહિ. ધ્યાન રાખવું કે કેટલાક યશઃ પૂજા અને ઋદ્ધિની કામનાવાળા કે પક્ષ અગર સમુદાયના બળે છકેલા તેવી રીતે સાંભળેલા જિનેશ્વરના વચનોનો અનુવાદ કરે, તેનું નિરૂપણ કરે, તેની સિદ્ધિ કરે અને તેમાં કહ્યા મુજબ વર્તન પણ કરે તો પણ તે જૈનપ્રવચનની શ્રદ્ધા જેને ન થઈ હોય તે જરૂર મિથ્યાષ્ટિ જ ગણાય.
ઉપરની હકીકત વાંચી વિચારીને સુજ્ઞજનોએ એક વાત જરૂર હૃદયમાં ધારણ કરવાની છે કે પોતાની પ્રવૃત્તિ ચાહે તેવી હોય તો પણ ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસ્ત્રોને વાંચે સાંભળે, કે જાણે ત્યારે શ્રદ્ધાની આદિ તો સાચા પદાર્થનું જ થવું જોઈએ.
ધ્યાન રાખવું કે શાસ્ત્રોદ્વારાએ જાણવામાં આવતા પદાર્થોને માનવામાં ન આવે તો એકલા s/\ जिणपन्नत्तं तत्तं, केवलिकहिओ सुहावहो धम्मो-केवलिपन्नत्तो, धम्मो मंगलं,
केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो, केवलिपन्नत्तं धम्म सरणं पवजामि विगेरे पायो
અને તેની શ્રદ્ધાઓ કોઈ પણ પ્રકારે આત્માને મિથ્યાત્વથી બચાવનારી થવાની નથી, JIB પરંતુ વિUપન્નરં ત વિગેરે વાક્યો બોલવા ધારવા કે માનવા સાથે શાસ્ત્રોમાં પ્રતિપાદન
કરવામાં આવેલા પદાર્થોની શ્રદ્ધા-પ્રતીતિ અને રૂચિ તો સમ્યકત્વ ગુણવાળાને તો અવશ્ય થવી જોઈશે.