________________
૩૯૯ : શ્રી સિદ્ધચક્ર]
અને ગૌણપણે લીધેલો હોવા છતાં મુખ્યપણે કહેવો પડે છે તેનું જો કોઈપણ કારણ હોય તો તે માત્ર એ જ હોઈ શકે કે આ ક્ષેત્રનો ઉપદેશ, વિભાગ, પ્રભાવ, કે ફળ જો કંઈપણ હોય તો તે માત્ર ભવ્યજીવોને સંસારસમુદ્રથી તારવાનું પરમસાધનભૂતપણું હોવાને લીધે જ છે, અને એ દૃષ્ટિએ જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર કરતાં સમ્યજ્ઞાનને અગ્રપદ આપવું જ જોઈએ અને તેને માટે જ્ઞાન નામનું ક્ષેત્ર જુદું કહેવું જ જોઈએ. એ વસ્તુ સુશોના મગજમાં જરૂર આવશે અને તેથી જ્ઞાન નામના ક્ષેત્રની પૃથકતા અને વિશિષ્ટતા માટે કોઈપણ જાતની શંકા રહેશે નહિં, અને વીતરાગાદિ ક્ષેત્રોની માફક જ તે જ્ઞાન નામના ક્ષેત્રનું પણ આધારપણું, પોષ્યપણું અને પ્રભાવકપણું ગણવા માટે તૈયાર થશે. જ્ઞાનક્ષેત્રની આરાધનામાં આધારભૂત કોણ ?
વર્ષ ૮ અંક-૧૯-૨૦
[૩ ઓગસ્ટ ૧૯૪૦,
સભ્યજ્ઞાનના આધારભૂત શ્રીવીતરાગ પરમાત્મા અને શ્રીચતુર્વિધસંઘની આરાધનાદ્વારાએ થઈ જાય. આ વસ્તુને વિચારવાથી વિચારશીલ મનુષ્યને જરૂર એટલું માલુમ પડશે કે જ્ઞાન નામનું ક્ષેત્ર જુદું ગણાયેલું હોવાથી તેની આરાધના સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રરૂપી ગુણની આરાધનાની જેમ તેના આધારભૂત શ્રીવીતરાગ પરમાત્મા અને શ્રીચતુર્વિધસંઘની આરાધનાદ્વારાએ થાય છે. તેવી રીતે ન થતાં તે આધારભૂત વસ્તુ સિવાય બીજા કોઈક પદાર્થની આરાધનાદ્વારાએ જ્ઞાનક્ષેત્રની આરાધના થવી જોઈએ. વિચારશીલ મનુષ્યને એ વાત તો વિચારની બહાર નહિં હોય કે સમ્યગ્દર્શન કે સમ્યક્ચારિત્રને માટે કોઈ પણ જાતનો સાંકેતિક વ્યવહાર પ્રવર્તેલો નથી, પરંતુ સાંકેતિકવ્યવહાર જો કોઈપણ ગુણને માટે પ્રવર્તેલો હોય તો તે માત્ર જ્ઞાનગુણને માટે જ છે. આચાર અને આરાધનાના વિષયમાં પાંચ જ્ઞાન પૈકી ક્યું જ્ઞાન ?...
આગળ જણાવ્યા પ્રમાણે જ્ઞાન નામના ક્ષેત્રની જરૂરીયાત અને ઉત્કૃષ્ટતા નિશ્ચિત થયા છતાં એટલું તો જરૂર વિચારવાનું રહે છે કે જ્ઞાન નામના ક્ષેત્રની આરાધના કરવાનો ઉપાય શો? કેમકે જ્ઞાનક્ષેત્રને આરાધવાને માટે જો સભ્યજ્ઞાન અને યાવત્ કેવલજ્ઞાનના આધારને આરાધવાદ્વારાએ તે જ્ઞાનક્ષેત્રની આરાધના ગણવામાં આવે તો જગતભરમાં વીતરાગ પરમાત્મા અને ચતુર્વિધ શ્રીસંઘ સિવાય કોઈ પણ મતિજ્ઞાનાદિક સમ્યજ્ઞાનનો આધારભૂત હોઇ શકે જ નહિં અને તેમની આરાધના કરવાદ્વારાએ જો જ્ઞાનક્ષેત્રની આરાધના થઈ જતી હોય તો શાન નામના ક્ષેત્રને જે જુદું ગણવું તે માત્ર સંખ્યાની પૂર્તિ કરવા જેટલું થાય કેમકે જેમ સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની આરાધના તે સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રના આધારભૂત શ્રીવીતરાગ પરમાત્મા અને શ્રીચતુર્વિધ સંઘની આરાધનાદ્વારાએ થાય. તેવી રીતે સમ્યજ્ઞાન નામના ક્ષેત્રની આરાધના પણ તે
જૈનજનતામાં એ વાત પણ જાણીતી છે કે જૈનશાસનમાં જ્ઞાનશબ્દથી જો કે પાંચ જ્ઞાનો લેવામાં આવે છે, પરંતુ આચાર અને ક્ષેત્રદ્વારાએ આરાધનાના વિષયમાં મતિ-અવધિ-મન:પર્યવ અને કેવલ એ ચાર જ્ઞાનને એટલો બધો સંબંધ રહેતો નથી કે જેટલો સંબંધ આચાર અને આરાધનાના વિષયમાં શ્રુતજ્ઞાનને રહે છે. જૈનજનતાનો કોઈ પણ મનુષ્ય જ્ઞાનાચારના કાળ-વિનય-આદિ આઠ ભેદોને નહિં જાણતો હોય એમ માનવાનો સંભવ ઓછો છે અને તે કાળ-વિનયાદિક આચારો મતિ-અવધિ-મન:પર્યવ અને કેવલની સાથે સંબંધ ન રાખતાં માત્ર શ્રુતજ્ઞાનની સાથે જ સંબંધ રાખે છે. એટલે જો કે તે આચારનું નામ જ્ઞાનાચાર કહેવાય છે, પરંતુ તે જ્ઞાનાચારના નામે શ્રુતજ્ઞાનના આચારો જ લેવામાં આવે છે. એટલે જેમ આચારના વિષયમાં વ્યાપક એવો જ્ઞાનશબ્દ લેવામાં આવ્યા છતાં શ્રુતજ્ઞાન જ મુખ્ય