SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રી સિદ્ધચકો... વર્ષ ૮ અંક-૧૫-૧૬......... [૫ જુન ૧૯૪૦ - શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ :૧ આ સંગ્રહમાં જે સાધુ ભગવંતો લખેલ કે છાપેલ પુસ્તક કે ચોપડીઓ યોગ્ય અને સારી સ્થિતિવાળા પ૦૦ રાખવા માગશે તે મહાત્માનું તે ભંડાર ઉપર નામવાળું બોર્ડ રહેશે. ( ૨ બોર્ડ એક નામનું રહેશે. છે. ૩ પુસ્તક કે ચોપડીની ટીપ બરોબર કરી તેની બે નકલો સંસ્થાને આપવી જોઈશે. / ૪ સંસ્થામાં રાખેલાં પુસ્તકો કોઈ પણ સારા ગામના શ્રાવક સંઘને જવાબદારી અને તે જોખમદારી પૂર્વકની માગણીથી યોગ્ય લાગશે તો સંસ્થા મોકલી શકશે. સંસ્થામાં ભંડાર રાખનાર સાધુમહારાજ પોતાનાં કે પારકાં પુસ્તકો સંસ્થામાંથી II બારોબાર મંગાવશે, તો પણ સંસ્થા યોગ્યતાનુસાર મોકલશે. જે સાધુભગવંતોનો કાળ અહિ ભંડાર નહિં હોય તેઓને કોઈ પણ સારા ગામના શ્રાવકસંઘની જવાબદારી અને જોખમદારીથી પણ પુસ્તકો મળી શકશે. અહિં ભંડાર ધરાવનાર સાધુભગવંતો બીજે ભંડાર કરવા માટે પુસ્તકો ઉઠાવી શકશે. સચવાયેલાં પુસ્તકોનો દુરૂપયોગ નથી થતો એ સંસ્થાને જોવાનું રહેશે. નામે રાખેલા ભંડારમાં પણ જો સાર અને યોગ્ય પુસ્તકો કે ચોપડીઓ પણ ૩૦૦) થી ઓછી સંખ્યામાં રહેશે તો ભંડારનું બોર્ડ ફેરવી નંખાશે અને તે પુસ્તકને ચોપડીઓ અહિંના સાધારણ ભંડારમાં લઈ જવાશે. ૮ ભંડાર મેલનારે અને મંગાવનારે સંસ્થામાં પુસ્તક દાખલ થાય ત્યાં સુધીનું બધું ખર્ચ કરવું જોઈશે. ૯ સંસ્થામાં એક બારણા જેટલો બ્લોક રાખનાર શ્રાવકનું રૂા. ૭00)થી નામ તખનીમાં ન આવશે અને રૂા. ૭૦) થી કબાટ ઉપર નામ લખાશે. ૧૦ ભંડાર મેલનારે છાપ લગાવી, પોતાના નામનો કાગળ વીંટી પાટલી સાથે ખલેચીમાં || બાંધીને કે બંધાવી પુંઠાં ચઢાવીને તૈયાર પુસ્તકો મોકલવાં અને મેલવાં જોઈશે. | ફી ૧૧ ભંડાર મેલનારને પોતાનો ભંડાર તપાસવો હશે તો તપાસી શકશે. ટીપનો કે બીજો માળ, //\ ફેરફાર સંસ્થાના મનુષ્યની સલાહથી કરી શકાશે. આ ૧૨ પાંચસેથી ઓછી સંખ્યાનાં પુસ્તક ચોપડીઓ સંસ્થાના સાધારણમાં રાખી શકાશે." માત્ર તેની ઉપર છાપ પોતાની લગાવી શકશે. કબજો અને માલીકી સંસ્થાની રહેશે. ૧૩ ભંડાર રાખનારાનાં પુસ્તકો, પાંચ કબાટ ભરાતાં વધશે તો “બ” વિભાગના કબાટોમાં ભંડારની સ્થિતિએ રહેશે. તે ૧૪ રાખેલા ભંડારમાં પુસ્તકનાં પુઠાં બંધાવવા વગેરેનું ખર્ચ તે રાખનાર આપશે અને સંસ્થાને અર્પણ કરેલાનું વ્યક્તિ, ભંડાર કે સાધારણદ્વારા તે ખર્ચ સંસ્થા કરશે. S
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy