________________
૩૧૬ : શ્રી સિદ્ધચક્ર]
પાંચસેં મણના શરીરને પણ ખતમ કરી નાખે છે ને! તેમ અહિં રતિભાર કાળું કૃત્ય પણ આત્માને પાયમાલ કરે તેમાં નવાઈ નથી. આ વાત કંઈ ભય ઉપજાવવા માટે નથી, પણ વાસ્તવિ છે. એક ક્ષણ અપરાધ કરવાનું પરિણામ મહાપુરૂષને પણ શું આવ્યું ? એ મહાપુરૂષે લાખપૂર્વ સુધી સંયમ પાળ્યું છે, તપશ્ચર્યાના તો જેઓ નિધાન હતા, સમિતિ સાચવવામાં તથા ગતિનું રક્ષણ કરવામાં તો સતત પ્રયત્નશીલ હતા, વર્તમાનમાં પવિત્ર ચારિત્રવાળા હતા તથા ભવિષ્યમાં સર્વાર્થસિદ્ધિ (જેને નાની મુક્તિ કહેવામાં આવે છે ત્યાં) જવાની યોગ્યતા હતી, તેમણે એક ભૂલ એવી કરી કે ઘાણ નીકળી ગયો. ભરત બાહુબલીનો જીવ પ્રથમના ભવમાં બાહુ સુબાહુ હતા તથા બ્રાહ્મી અને સુંદરીનો જીવ પીઠ, અને મહાપીઠ હતાં. મહાવિદેહ ક્ષેત્રમાં આ ચારે જણાએ શ્રીતીર્થંકરદેવ પાસે સંયમ લીધું હતું. પીઠ અને મહાપીઠ જ્ઞાનાધ્યયનમાં વધારે પ્રયત્નશીલ હતા. જ્યારે બાહુ અને સુબાહુ વૈયાવચ્ચમાં વધારે ઉદ્યમી હતી. એક વખત કટોકટીનો પ્રસંગ ઉભો થયો. સાધુઓ આપત્તિમાં આવી ગયા હતા, તે પ્રસંગે બાહુ અને સુબાહુએ વૈયાવચ્ચથી બધા સાધુની માવજત કરી હતી.
વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦,
ચીજ છે. ફોટાનાં કાચમાં પગ ઉપર પડે છે અને માથું નીચે પડે છે. ઈર્ષ્યા પણ તેવી જ છે. બીજાનાં સારામાં પોતાનું નરસું, બીજાના નરસામાં પોતાનું સારું દેખાડનાર ઈર્ષ્યા જ છે. વજ્રસેનજીએ બાહુ, સુબાહુને વખાણ્યા, તેની પીઠ મહાપીઠને ઈર્ષ્યા થઈ. તે પીઠ મહાપીઠ જો કે પ્રગટપણે કોઈને કાંઈ કહેતા નથી, પણ માત્ર હૃદયમાં ગોખ્યા કરે છે કે-‘કરે તેને ગાય !” માત્ર આટલા જ શબ્દો હતા, પણ તે હતા ઈર્ષ્યાના ! વૈયાવચ્ચ માટેનો ઉદ્યમ કે જ્ઞાન માટેનો ઉદ્યમ એકે ખરાબ નથી. પીઠ અને મહાપીઠનો મુદ્દો એ હતો કે વજ્રસેનજીની વૈયાવચ્ચ થઈ એટલે તે બાહુ અને સુબાહુને વખાણેજને ! વૈયાવચ્ચ કરી હતી તે વાત પણ સાચી હતી, એ જ વાત સીધા સ્વરૂપમાં કહેવામાં આવે તો સત્ય હતી, વાસ્તવિક હતી, વસ્તુસ્થિતિને યથાર્થ સૂચવનારી હતી, ગુણની પ્રશંસા પણ હતી, પણ આ બન્નેનો મુદ્દો તો ઈર્ષ્યાનો હતો. આચાર્યાદિની માવજત થાય છે માટે તેઓ તેમનાં વખાણ કરે છે એ મુદ્દોપીઠ અને મહાપીઠનો હતો. બસ આ ઈર્ષ્યાએ તેમને મિથ્યાત્વ ગુણઠાણે લાવીને મૂકી દીધા. સમજવા જેવું એ છે કે સર્વાર્થ સિદ્ધમાં જવાની યોગ્યતાવાળા જીવોને પણ ઈર્ષ્યાનું એક વાક્ય પણ મિથ્યાત્વ સુધી ધકેલે છે ! જો કે પીઠ અને મહાપીઠે સંયમ છોડયું નથી, વિરતિ છોડી નથી, આચાર્યાદિની ભકિત મૂકી નથી, જ્ઞાનાધ્યયનમાં
વાંધો લીધો નથી, પણ ઈર્ષ્યા માત્રથી પહેલે ગુણસ્થાનકે પટકાયા ! નાક કપાય પણ ઘી મળે તો કેટલાક સંતોષ માને એ વાતને લગતી કહેવત
ભગવાન્ શ્રીૠષભદેવજીનો જીવ તે વખતે વજ્રસેન નામે મુનિ હતા. તેમણે સમુદાયમાં બાહુ સુબાહુની પ્રશંસા કરતાં કહ્યું કે “બધા સાધુઓ બાહુ, સુબાહુની વૈયાવચ્ચથી આપત્તિનો પાર પામ્યા!’ આ પ્રશંસા સાંભળી પીઠ અને મહાપીઠને ઈર્ષ્યા થઈ. ઈર્ષ્યા ફોટાના ઉંધા કાચ જેવી બૂરી