________________
૩ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧
[૨૮ ઓક્ટોબર ૧૯૩૯,
(૪) મુજ નામ સ્થાપી જગમાં, સિરિ સિદ્ધચક્ર પ્રેમે નવ રત્ન મૂકી મૂઝમાં, સિદ્ધાન્તશૈલી નેમે સંસારવધ વાણી, પાશ્ચાત્યની કે પરની દિવા જિનોક્ત ઉલટી સ્પર્શ નહિ જ ઘરની.
શુભ ભાવ પ્રેમ રાહે યાચું ક્ષમા હું નિત્યે યદિ હો જિનોક્ત ઉલટું - અંતે કહ્યું હું સત્ય સિરિ સિદ્ધચક્ર વિનવે' સિરિ સિદ્ધચક્ર વંદી આરાધકો લહો સૌ, આનંદ-સ્થાન નંદી.
ગ્રાહકોને વિનંતિ આજના મંગલમય પ્રભાતે શ્રી સિદ્ધચક્ર પેપરનું આઠમું વર્ષ શરૂ થાય છે.
અમારા માનવંતા ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે કે આ પત્રનું લવાજમ રૂા. બે તુરત મોકલી આપવા મહેરબાની કરવી.
અત્રેના સ્થાનિક ગ્રાહકોએ એક માસની અંદર લવાજમ ભરી જવું.
જે ઠેકાણે આ પેપર ફ્રી મોકલવામાં આવે છે તેમને આ વર્ષે લવાજમ મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે.
જેઓ ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઈચ્છતા ન હોય તો મહેરબાની કરી તુરત લખી જણાવશો જેથી ધાર્મિક સંસ્થાને નુકશાન ન થાય.
એક માસમાં લવાજમ જેમનું નહિ આવે તેમને વી.પી. કરવામાં આવશે.