________________
૩૦૩ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૫-૧૬
[૫ જુન ૧૯૪૦, જણાવ્યા છતાં તેનું સમાધાન કર્યું નથી અને સાબીત કરવા માટે અનેક વખત સૂચના કરવા છતાં પ્રતિનિધિ મોકલ્યો પણ નથી આવી સ્થિતિ છતાં જે પેપરો ગંદા લખાણો કરે તે કથીરશાસન જ કહેવાય)
| (વીર ! તા. ૧૭ મે.) આરાધના માટે કાઢવામાં આવતાં બીજા બધાં પંચાંગોમાં પર્વતિથિના ક્ષયની વખત પૂર્વની અપર્વતિથિ લખાતી હતી અને લખાય છે. ફક્ત રામટોળીનાં પંચાંગોમાં અને તે પણ હમણાં બે પાંચ વર્ષથી આરાધનાના પંચાંગોમાં પણ પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ જણાવાય છે, એટલે તેની પાછળ ચોકડી આદિ ખેલાય છે, એટલે સ્પષ્ટ છે કે આરાધનામાં રામટોળી પર્વતિથિનો ક્ષય વૃદ્ધિ માને છે. રામટોળીના પંચાંગોમાં જ પર્વતિથિના લૌકિકટીપ્પણામાં આવતા ક્ષયની વખતે પહેલાની અપર્વતિથિ લખીને વાર લખાય છે અને તે જ વાર તે પર્વતિથિનો પણ લખાય છે. એટલે એ રામટોળી તેમાં આરાધનાના પંચાંગમાં પર્વતિથિનો ક્ષય માનનારી ઠરે જ છે. લૌકિકો વાર લખી મીંડાં કરે છે ત્યારે આ રામટોળી પાછળ ચોકડી મેલે છે. આમ છતાં તે રામટોળી
રામશ્રીકાંતો દ્વારા તે વાતનો અપલાપ કરે છે તે તો અદ્વિતીય ધૃષ્ટતા જ છે. ૩ રામટોળી સિવાયના સર્વ આરાધનાના જૈનપંચાંગોમાં પર્વાનંતર પર્વના ક્ષયે
તેનાથી પૂર્વતર તિથિનો ક્ષયગણી લખી તેના વારો ક્રમે લખાતા હતા અને લખાય છે. ફક્ત આ રામટોળી થોડી મુદતથી તેમ કરતાં પર્વનંતર પર્વને
ચોકડી મેલી ક્ષણ જણાવે છે. ૪ પર્વ અને પર્વાનંતર પર્વની તિથિને આ રામટોળીવાળા બધા આરાધનાના
પંચાંગોથી વિપરીતપણે અને જૈનમાંથી ઈતર કુમતોની માફક જુદા પડવા માટે જ બે વારવાળી પર્વ અને પર્વાનંતર પર્વતિથિને જાહેર કરે છે. અને