SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ [૭ મે ૧૯૪૦, ૨૭૬ ઃ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૪ એ ભવભ્રમણ કરવાના રસ્તા લે તેમાં આશ્ચર્ય શું? પોતે જ દીધેલા પાઠમાં પ્રથમસંબોધ અને વરબોધિ સ્પષ્ટપણે જુદાં જણાવેલાં છતાં તેને જુદાં નહિં સમજનાર અને માનનાર મનુષ્ય કયે ચશ્મ વાંચતા હશે ? : ૫ આટલો બધો દીર્ધકાળ થયા છતાં જેમણે શ્રી નયસાર સંબંધી કોઈપણ બીજી મુસાફરી કે સંગ્રામ જેવા કોઈપણ વૃત્તાનો શાસ્ત્રમાંથી બતાવી શકાયા નથી, તો પછી બીજા વૃત્તાન્તો નથી એ કથનને જુઠું કહેનારા પોતે જ જુઠા પડે છે. ૬ શ્રી નયસારનું નામ ત્રીજે ભવે મરીચિ એવું જે સ્થાપન કરવામાં આવ્યું હતું તે આવશ્યકમાં જન્મ વખતે તેણે મેળવેલા મરીચિ (કિરણ-તેજ) ને અંગે જ છે એમ જણાવેલું છે. તેથી સૂર્યના કિરણની અપેક્ષાએ આ તપ અને બાકીના પદાર્થોના તેજની અપેક્ષાએ ઉદ્યોત લખાય, તેમાં પણ ભૂલ જોનાર મનુષ્ય દૃષ્ટિ સાફ કરે ઠીક ગણાય. ૭(૧) કોઈ પણ ચક્રવર્તી ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી છખંડ સાધ્યા સિવાય રહ્યો નથી, રહેતો નથી અને રહેશે પણ નહિ, એ વાત અજાણી ન હોવાથી તથા મરીચિની દીક્ષા પહેલાં જ ભરત મહારાજને ચક્રરત્ન ઉત્પન્ન થયું હોવાથી મરીચિ ચક્રવર્તીની ઋદ્ધિના ત્યાગી છે એમ ગણવામાં ભૂલ દેખનાર મનુષ્ય ભૂલો ન પડતો હોય તોજ કલ્યાણ છે. (૨) ભગવાન્ હેમચંદ્રસૂરિજી, આચાર્ય ગુણચંદ્રસૂરિજી અને શ્રીઆવશ્યકની વૃત્તિ આદિને જાણનારા ભગવાનના સમ્યકત્વ અને વ્રતમાં મહિમાને સ્પષ્ટપણે કારણ દેખી શકે છે (પતિતપણાને લીધે તો દ્રવ્યસાધુપણાનો પક્ષ તો જોડે જ છે.) (૮) (૧) મળે પદથી ઉભેક્ષા સમજીને મરણની ઉત્સવતા અસંભવિત ગણવાનું ન સમજે તેવા વૈશાકરણપશુઓ જ ભગવાન્ તીર્થંકર આદિનાં મરણો થાય તે ઓચ્છવ તરીકે માને, અને એ રામશ્રીકાંતોને સમજાતું જ નથી. (૨) ભોગવટો શબ્દ સામાન્યરીતે જગતમાં પણ સાહીબી જણાવનારો છે, છતાં ભોગવટા શબ્દથી વિષયસેવા લઈને સ્ત્રીરત્ન જેવી માતા (ઓરમાન માતા) સાથે વિષય સેવા લેવાનું રામ-શ્રીકાંતોને કેમ સૂઝે છે ? (૯) સૂત્ર અને વૃત્તિમાં માતાની અનુકમ્પાથી અભિગ્રહ કરેલો છે એ વાત સ્પષ્ટ અને તે મોહોદયવાળી છતાં શ્રદ્ધા ન થાય તેને દીવો લઈને કુવે પડવા જેવું ગણાય. (૧૦) સિદ્ધચક્રમાં લગભગ કોડીબંધ પાઠો આપીને તીર્થકરોનું અનુકરણ પણ અન્ય જીવોએ કરવાનું છે એમ જણાવવામાં આવ્યું છે છતાં તેનું શ્રદ્ધાન ન હોય તે મનુષ્ય માત્ર સંવચ્છરી આદિને અંગે કહેલો પાઠ લખ્યા કરે. (૧૧) વિવાહ, વિષયોનો ભોગ વિગેરે નીચ ઉપાય છે એમ પોતે જ કબુલ કરવાં છતાં જેઓ બબડે તેઓ કેવી દશામાં હશે ? તે જ્ઞાની જાણે (રામ-શ્રીકાન્ત કલ્યાણક કલંક)
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy