________________
૨૭૪ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૪
[૭ મે ૧૯૪૦, શ્રીકાન્ત C/o વીરશાસન કાર્યાલય, રતનપોળ, અમદાવાદ
ભગવાન્ શ્રીમહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધોની ભૂલો સુધારવાનું રામવિજયજીનું પ્રતિનિધિપણું મેળવી આવો આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦ RAMCHANDRASURIJI
Jain Upashraya
Gadag, Dharwad. Send Shrikant with represantation for correcting Eleven Notes Declared in Bhagwan Shree Mahavirdev. Be sure of correcting from here.
Anand Sagar Babu Panalal Dharamshala
PALITANA રામચંદ્રસુરીજી
જૈન ઉપાશ્રય ગદગ ધારવાડ ભગવાન્ શ્રી મહાવીરદેવમાં જાહેર કરેલી ૧૧ નોંધો સુધારવાના પ્રતિનિધિપણા સાથે શ્રીકાન્તને મોકલો અહિંથી સુધરવાની ખાતરી રાખવી.
આનંદસાગર પાલીતાણા તા. ૧૯-૪-૪૦ ઉપર જણાવેલા પ્રમાણે બે તારો કરવામાં આવ્યા છતાં પણ નથી તો રામવિજયજીએ પ્રતિનિધિ નીમીને શ્રીકાન્તને મોકલ્યો, અને નથી તો શ્રીકાન્ત પણ તેમ નિર્ણય કરવા આવ્યો. આ ઉપરથી શ્રીચતુર્વિધ સંઘ સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રીરામવિજયજીને લિખિત શંકા સમાધાન પૂર્વકની ચર્ચા કરી સત્યનો, નિર્ણય કરવો જ નથી, પરંતુ જવાબદારી અને જોખમદારી વગરના માત્ર નોકરો પાસે લખાણો જ કરાવવાં છે. હજી પણ આશા રાખીએ તો અયોગ્ય નથી કે તેઓ પ્રતિનિધિ મોકલી લિખિત શંકા સમાધાન પૂર્વક મૌખિકચર્ચાથી એનો નિર્ણય કરે.
તા.ક. - ૧ ઉપરના તારો તા. ૧૯-૪-૪૦ મીએ કરેલા હતા. ૨ લિખિત પૂર્વક મૌખિકચર્ચા જ સત્યના નિર્ણય માટે જરૂરી હોવાથી એકલાં લખાણોની માગણી કરાય તે નિરર્થક જ છે.