________________
શ્રી સિદ્ધચક્ર ,
ચૈત્ર વદી અમાવાસ્યા
મુંબઈ, [અંક-૧૪
I વર્ષ : ૮]
- તંત્રી પાનાચંદ રૂપચંદ
ર ઝવેરી
ઉદેશ. શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને તેને આયંબિલ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની જેમ છે. મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિનો છે
ફેલાવો કરવો . વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ )
“રામવિજયજીની સંતાવવાની રમત”
જૈનજનતાનો મોટો ભાગ સ્પષ્ટપણે જાણે છે કે શ્રીસિદ્ધચક્રના વિરોધી રામવિજયજીએ અનેક વખતે કર્યા હતા અને તે વિરોધો જુઠા તથા શાસ્ત્રની અણસમજના હતા એમ શ્રીસિદ્ધચક્રના લેખોથી ડગલે પગલે સાબીત કરી આપવામાં આવ્યું છે છતાં સાબીતી અને પુરાવાને નહિ વાંચનાર, સમજનાર અને માનનાર રામવિજયજી કોરે રહે છે અને બીજા જવાબદારી વગરના ભળતા માણસ દ્વારા જુઠા ઠરેલા મુદાઓનું ખોટું પોષણ કરાવે છે. તથા તેમ કરીને તે જવાબદાર વિનાની વ્યક્તિ (શ્રીકાન્ત)ની સોડમાં સંતાવવાનો ઉદ્યમ કરે છે. એવી જ રીતિએ હમણાં પોતે રાખેલા શ્રીકાન્તનામના નોકરદ્વારાએ ભગવાન્ મહાવીરદેવ નામની ચોપડી ભગવાન્ મહાવીર મહારાજના જન્મકલ્યાણકના બહાના નીચે બહાર પડાવી છે, તેમાં અગ્યાર નોંધો શ્રી સિદ્ધચક્રમાં આવેલા શંકા સમાધાન સાથેના વિસ્તારવાળા લેખોને જાણ્યા, સમજ્યા ને માન્યા સિવાય લખાવી છે. તેને અંગે નીચે જણાવ્યા પ્રમાણે બંનેને તારો કરવામાં આવેલા હતા.
19-4-40 SHRIKANT C/o Virshasan Karyalaya
Ratanpole, Ahmedabad. Come obtaining represantation of RAMVIJAYAJI for correcting mistakes of Eleven Notes Declared in Bhagwan Shree Mahavirdev.
Anand sagar Babu Panalal Dharamshala
PALITANA.