________________
૨૬
• • • • • • • . . . . . . . .
પોબાર! પરાપૂર્વથી ચાલી આવતી એમની આ નીતિ પાલીતાણાના પ્રસંગથી તો અમદાવાદ, છાણી અને સુરતની પણ તેમની કુનીતિને કાયમિક ભૂલાવી દે તેવી કારમી છે, બોલે છે શું? લખે છે શું? અને પરિણામે શું? સમાજ આવાઓના જુદાણાને સમજતા હવે તો સંપૂર્ણતયા શીખશે જ ! દૂર દૂર બેઠાં તેઓએ અને એમણે ઉભા કરેલાં વાજીંત્રોએ તિથિચર્ચાનો જુઠો મત સમાજને શીરે લાદવા યથેચ્છ તાંડવ કર્યું, સમાજમાં ભાગલા પણ પડાવવા પ્રયાસ સેવવા માંડ્યો, છતાં રૂબરૂ મળતાં કેમ નાશી જવાયું? કેમ આવી તૈયારીમાં દંભ સેવવા પડ્યા? વિગેરે કારણોનાં મૂળ સમાજે એકદમ ઉંડા ઉતરીને શોધવાની તસ્દી લેવી રહે એવું હવે જણાતું નથી. જેથી તે અહીં લખવા જરૂર ધારી નથી.
શ્રી સંઘને ભવભ્રમણ કરાવવા પ્રયાસ કરનાર આવાઓ હજીપણ પોતાનો કદાગ્રહ મૂકે તોય સારું.
નૂતનપંથીઓનાં જૂઠાણાં બૂરી હાલતે ખૂલ્લાં પડતાં હોવાથી એની લાજ ટકાવવા દારૂડીયું બની નાદાનીયત સેવતું વીર(?) શાસનપત્ર આ સત્ય સમજ્યા પછી પણ સારું. લખે તે અમારી કલ્પના બહારની જ વાત હોવાથી એને હવે તો માર્ગે આવી જ જવાની સૂચના પણ અસ્થાને છે, એનું તંત્ર શ્રી રામચંદ્રસૂરીજીને જ હાથ હોવાથી એ બિચારું પરવશ પણ છે.
શાસન મહારથીઓને ભાંડવા પોતાનું સર્વસ્વ (?) હોમનાર એ પત્રના લેખકને એ હજી પણ સૂઝે કે “આવાઓને શરણે રહી મેં આ શું કર્યું ' તોય કલ્યાણ ! પણ “એસા દિન કબ કે બીબી કે પાવર્સે જુતીયાં' હવે તો શ્રી રામચંદ્રસૂરીજી જ બાકી છે | અંતે હવે આખા સમાજે આ ચર્ચાનો ખુલાસો તેઓ ભેટે ત્યારે મેળવવાનો બાકી રહ્યો છે, કેમકે શ્રી કલ્યાણવિજયજી તો એ પંથનું જ પુચ્છ પકડનાર છતાં એ પંથનેય ઈષ્ટ એવા શ્રી તત્ત્વતરંગિણી આદિ શાસ્ત્રોને જ અપ્રમાણિક લેખે છે, તેમજ પૂર્વ મહાપુરૂષોએ રચેલા પણ કોઈ કોઈ ગ્રંથોનું અન્યકર્તુત્વ માને છે, જેથી આવી ચર્ચા આદિ સાથેની તેમની નિસ્બત તો માત્ર દંભ પૂરતી જ હોવાથી તે ઉપેક્ષણીય જ છતાં તેમની પાસેથીય ખુલાસો મેળવવો રહેશે તો નવાઈ નહિં !!!
અસત્ય કેટલુંક નભે સત્યમેવ જયતે આ રીતે ચર્ચાનો નિષ્કર્ષ વાંચકો સ્વયં વિચારી લે! શાસ્ત્રગત પરંપરાને માનનારાઓને ભાંડનાર પત્રોને પણ ભવભીતિ હોય તો આ વાંચી ચેતવાનો શુ અવસર