SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • • • • ૨૪૮ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૨-૧૩ [એપ્રિલ ૧૯૪૦, ૧૫- શ્રીવજસ્વામીજી અને અવ્યક્તનિન્દવના અધિકારને જાણનારાથી યોગ અને અધ્યયનને પરસ્પર અપેક્ષા જ નથી એમ કહી શકાય ખરું કે ? ૧૬-યોગના વિધિમાં સમુદેશની વખતે વાંચનાના આદેશ શું અધ્યયનનો સહભાવ નથી જણાવતા? ૧૭- વગર અધ્યયને ચોથા અધ્યયનની અનુજ્ઞા જણાવનાર વાક્યની સાથે આગળ પાંચમા આદિ અધ્યયનના મૃતના ઉદેશાદિક થવાનું વાક્યા ક્યાં છે ? ૧૮- બીજા કોઈ સૂત્ર અધ્યયન કે ઉદેશાને કંઠસ્થ કરવાનો લેખ નથી. એમ કહેનારે ભગવતીનો ઉપરનો વિભાગ જોવો જરૂરી છે. આકસંધિના પ્રસંગને ન સમજવો એ શું ગણાય ? તાક : વગર અધ્યયને યોગ કરવામાં સામાચારી અને તેના ગ્રંથો એ જ આલંબન છે. પરંતુ એ વાત તો શાસ્ત્ર અને સામાચારીના ગ્રંથોથી પણ નિશ્ચિત છે કે અધ્યયન તો યોગના વહન સિવાય થાય નહિં. એટલે ખરો પ્રશ્નોત્તર તો એ જરૂરી હતો કે યોગ વહન કર્યા સિવાય અધ્યયન કરે અને પદસ્થો બને તે માન્ય કેમ ગણાય? ૧૯- શ્રીચંદ્રચ્છીયત સુવિધા નામની જામવારીમાં - આ લખાણ રહસ્યવેદિતા તો શું? પાઠ તથા વ્યવહારની પણ અજ્ઞાનતા સૂચવે છે. શ્રી સુબોધા સમાચારી શ્રીશ્રીચંદ્રઆચાર્યની કરેલી છે. શ્રીશ્રીચંદ્રઆચાર્યનું નામ તેમાં સ્પષ્ટ જ છે. (ગતાંકમાં પૃ. ૨૨૩ લીટી ૧૫માં “સERહતા?' ત્યાં “સક્રિયતા' ર રૂસ્થી વાંચવું) (દાનો પ્રશ્ન ક્રમશઃ) ૧ આચાર્ય વિ. સિદ્ધિસૂરિજીનું ફરમાન કહેનારે ફરમાનની નકલ બહાર પાડવી જોઈએ, છતાં “ના” કહેનારને બહાર પડાવવાનું કહેવું એ ફરમાન જણાવનારની ચોખ્ખી અસત્યતા જણાવે છે. ૨ લૌકિક ટીપ્પણાની અપેક્ષાએ છઠ્ઠની વ્યવસ્થા માટે જે તિથિયો જણાવાઈ છે, તેને આરાધનામાં જોડી દેવાનું કાર્ય તો “દુરાગ્રહ’ શબ્દને સાર્થક કરનારાઓને શોભે. ૩ કોઈ વખત પણ આરાધનમાં પર્વતિથિઓનો ક્ષય અને વૃદ્ધિ શાસ્ત્ર અને પરંપરાને માનનારાઓએ માની નથી. સં. ૧૯૫રથી જે ગોટાળો થયો છે, તે સંમૂર્છાિમ સંતાનોનો જ પ્રભાવ છે. ૪ “આહવાન” શબ્દ વાપરવામાં કેવલ પાલીતાણા ખાતે થયેલી ચર્ચાની ચોખ્ખી પીછે હઠની બળતરામાત્ર છે છતાં આવવાથી સદગૃહસ્થો સમક્ષ સમજાવાશે. પ નિર્ણય થઈ શકે તેવો એકઠા થવાનો પ્રસંગ થયા છતાં વિહાર કરી જઈ પીછે હઠ કરી પેપરમાં જે લેખિતનાં બણગાં ફૂંક્યાં તે પણ જૈન જનતાની આંખે અંધાર પછેડો ઓઢાડવાનું કાર્ય છે. (વીર ! શાસન તા. ૧૨-૪-૪૦)
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy