________________
૨૩૨ : શ્રી સિદ્ધચક્ર]
છે ને ! એક ભૂલ માટે પણ નાપાસ થાય છે ! પરીક્ષાનો આધાર સમજણ ઉપર છે સમ્યક્ત્વનો આધાર શ્રદ્ધા ઉપર છે. ચોપડામાં નવ્વાણું રકમ સાચી લખી હોય પણ એક રકમમાં ૫ન્નર ઉપર મીઠું ચઢાવવામાં આવી દોઢસો બનાવાય તો ? ત્યાં ટકા ગણો છો ? ત્યાં તો આખો ચોપડો અપ્રમાણીક માનો છો ને ! મનાવવા મહેનત કરો છો ને ! એક રકમ ખોટી લખનાર વગર ભાડાની કોટડીમાં જવાને લાયક ગણાય છે. સોનાનો ભાવ તો સો ટચનોને ! પછી ઓછા ટચના સોનાનો ભાવ કાપો છો તે વાત જૂદી પણ ભાવ ક્યો ? શ્રદ્ધા પણ પૂરી હોય તો જ સમ્યક્ત્વ કહેવાય. સમ્યક્ત્વમાં છૂટછાટ બિલકુલ નથી. વ્રતમાં જરૂર છૂટછાટ છે. કોઈ સર્વવિરતિ અંગીકાર કરે, કોઈ દેશવિરતિમાં બારે વ્રત લે અથવા અગીયાર, દશ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર ત્રણ બે કે કોઈપણ એક વ્રત લે તો પણ તે વિરતિ ગણી શકાય છે. સમ્યક્ત્વમાં તો સો ટકા મંતવ્યની વાત છે. કોઈ સિદ્ધનું સુખ બતાવવાનું કહેતો શી રીતે બતાવાય ? સિદ્ધના સુખના એક સમયનું સુખ, તેની તોલે દેવતાઓનાં ત્રણેકાલનાં સુખોનો અનંત ગુણ વર્ગ કરો તો તે પણ આવી શકે નહિ. પાંચનો વર્ગ ૫૪૫=૨૫ પચીશ છે. પાંચનો ઘન ૫૪૫૪૫= છસો પચીશ છે. અહિં તો અનંતગુણા વર્ગની વાત છે અને તેટલું સુખ પણ સિદ્ધ ભગવાનના એક સમયના સુખની બરાબર નથી. કહો આને શી રીતે સમજાવી શકાય ? કેવલજ્ઞાની ભગવાને કહેલું, શાત્રે પ્રતિપાદન
વર્ષ ૮ અંક-૧૧
[૨૩ માર્ચ ૧૯૪૦,
કરેલું કંઈપણ તત્ત્વ કે વચન પોતાની બુદ્ધિની ખામીને લીધે ન સમજાય માટે શંકા શી રીતે કરાય ? “શાસ્ત્રનું કથન તો બરાબર જ છે ! મારાથી મંદબુદ્ધિના યોગે સમજાતું નથી “આ ભાવના વાસ્તવિક છે. અનંતી વખત ઓઘા લીધા તથા મૂક્યા એમ કહ્યું છે, દેશવિરતિ-સર્વવિરતિ અનંતી વખત મળ્યાં છે એમ કહ્યું છે પણ સમ્યક્ત્વ અનંતી વખત મળ્યું છે એમ કહ્યું નથી શ્રાવકને વિરતિને અંગે ત્રિવિધ ત્યાગ નથી હોતો દ્વિવિધ હોય છે, જ્યારે મિથ્યાત્વનો ત્યાગ ત્રિવિધ હોય છે. એક બારવ્રતધારી શ્રાવકના પુત્રે ખુન ક્યું હોય, પોતે તેને ગુન્હેગાર જાણે છે છતાં બચાવવા તૈયાર થાય છે. ખાળે ડુચો, દરવાજા ખુલ્લા છે ! નિયમ શું છે ? પોતે ન કરે. બારે વ્રતોને અંગે આ જ સ્થિતિ છે, માત્ર પોતે ન કરે એટલું જ બાકી કુટુંબના પ્રસંગે પોતાને કેમ વર્તવું પડે તેનો પત્તો નહિ ! જ્ઞાનનું ફલ વિરતિ છે.
શાસનના કારખાનામાં ધર્મ રૂપી માલ શી રીતે બને છે ? મિથ્યાત્વને ખસેડવામાં આવે છે તેને સ્થાને સમ્યક્ત્વને સ્થાપવામાં આવે છે, અવિરતિને હાંકી કાઢવામાં આવે છે, વિરતિ આરોપવામાં આવે છે, કષાયોને તથા પ્રમાદોને દૂર કરી અકષાય તથા અપ્રમાદથી તે જગ્યા પૂરવામાં આવે છે ધર્મરૂપી માલ આ રીતે બનાવવામાં આવે છે. જે સ્થળે સમ્યક્ત્વાદિ પદાર્થ નથી તે સ્થળે બનેલા માલને નકલી કહેવો પડે. કારખાનાનો માલીક નમુના પ્રમાણે જ માલ બનાવી દે તો તેના