________________
૨૧૦ : શ્રી સિદ્ધચક્ર]
બોહોત ગઈ થોડી રહી ! પાછા ગયા, પશ્ચાત્તાપ કર્યો, પ્રાયશ્ચિત્ત લીધું, ફરી પ્રવજ્યા લીધી અને ભાવપૂર્વક પાળી. સારા રસ્તે પણ રહેલો ખાંચો જરૂર નડે છે. ભવદત્તના ભવમાં ચારિત્ર પાળ્યું પણ સ્ત્રીની મમતા રાખી હતી અને પતિત પરિણામી થયા હતા તો બીજા (શિવકુમારના) ભવમાં આયંબિલ કર્યાં, છઠ્ઠો કર્યાં, પણ દીક્ષાની રજા મળી નહિં. અને દીક્ષા લેવાઈ પણ નહિ. અર્થાત્ એ ભવમાં દ્રવ્ય ચારિત્ર પણ પામી શક્યા નહિં. ભવદત્તના ભવમાં બળાત્કારે, ભાવના વગર અજ્ઞાનપણે પણ પાળેલું ચારિત્ર જંબુસ્વામીજીના ભવમાં પર્યવસાનભાવને પામ્યું. ભગવાન્ મહાવીરદેવના જીવે મરીચિના ભવમાં દીક્ષા સમવસરણનો ઠાઠ જોઈને લીધી હતી. પણ છેલ્લે પરિણમી તીર્થંકરપણામાં ! શ્રી પંચવસ્તુના કથન પ્રમાણે પ્રથમ અનંતાં દ્રવ્યચારિત્ર આવે ત્યારે જ ભાવચારિત્ર આવવાનો વખત આવે. કેવલજ્ઞાનની જડ સર્ઝન છે!
અહિં શ્રીહરિભદ્રસૂરીશ્વરજીનો શિષ્ય શંકા કરે છે. “મરૂદેવા માતાને ત્રસપણું મળ્યું નહોતું, તો પ્રથમ મનુષ્યભવ ક્યાં ? અને તે વગર દ્રવ્યચારિત્ર ક્યાં લીધું?” તેનું સમાધાન કરવામાં આવ્યું છે કે તેમને ત્રસપણું ન મળ્યું, માટે દ્રવ્યચારિત્ર ન મળ્યું અને તે વગર ભાવચારિત્ર આવ્યું પણ તે આશ્ચર્ય છે ભાવચારિત્ર એટલે શુદ્ધ
વર્ષ ૮ અંક-૧૦
[૯ માર્ચ ૧૯૪૦,
ચારિત્ર લાવવા માટે બધાને અનંતી વખત દ્રવ્યચારિત્ર કરવાં જ પડે એ સામાન્ય નિયમ છે. અનંતી વખત મહેનત કરવી પડે છે. ચારિત્રને અંગે જ એમ કહી શકાય તેમ છે. કેવલજ્ઞાનને અંગે પાંચ સાત વખત જુઠ્ઠા કેવલજ્ઞાન આવ્યા પછી સાચું કેવલજ્ઞાન આવશે.' એમ નહિઁ કહી શકાય કેવલજ્ઞાનમાં ક્ષપકશ્રેણીમાં કરવાનું શું ? એકજ કામ અને તે એ કે શુદ્ધ વર્તનને રોકનાર કર્મોનો નાશ કરવો, મુખ્યતાએ ચારિત્ર મોહનીય તોડવાનું. ચારિત્ર જ મુશ્કેલ છે. મુશ્કેલીવાળી ચીજ છે. જ્ઞાનાવરણીય કર્મ શ્રેણીમાં તૂટતું નથી. શ્રેણી દશમા ગુણસ્થાનકને છેડે પૂરી થાય છે. અગીયારમે ગુણસ્થાનકે ત્યાં જવાનું નથી. બારમે ગુણસ્થાનકે બે ઘડી નિરાંત ! ત્યાં શ્રેણી નથી. શ્રેણી મોહમદિરાનો છાક તોડવા માટે જ હતી. શાસ્ત્રની માન્યતા દેવને માટે સર્તનને અંગે છે માટે શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ કહ્યું કે - સર્તનવાળા ભગવાને શાસ્ત્ર કહ્યાં છે. સર્તન વિના સર્વજ્ઞ માનવા કોઈ તૈયાર નથી. સુદેવ કુદેવના લક્ષણમાં મુખ્યતાએ કેવળી અકેવળીનો ભેદ નથી રાખ્યો. હથિયાર વગેરેવાળા કુદેવ, હથિયાર વગેરે વગરના હોય તે સુદેવ એ લક્ષણ શાથી ? કેમકે એ પ્રત્યક્ષ જાણી શકાય તેમ છે. કેવલજ્ઞાન છે કે નહિં તે જાણવાની તાકાત સામાન્યજનમાં નથી. કેવલજ્ઞાનની જડ સર્તન છે!