SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૭-૮ [૮ ફેબ્રુઆરી ૧૯૪૦, (અનુસંધાન પાના ૧૬૮ નું ચાલુ) છે કર્મ નિકાચિત કરીને તીર્થંકરપણે ઉત્પન્ન થનારા જીવો દરેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ચોવીસની સંખ્યાવાળા છે જ હોય છે. કોઈ પણ કાળે કોઈ પણ ક્ષેત્રમાં ચોવીસ જીવોથી અધિક જીવો ઉત્સર્પિણીમાં કે અવસર્પિણીમાં તીર્થંકરપણું મેળવનારા હોતા જ નથી. જો કે સામાન્ય દષ્ટિથી અન્ય લોકોએ પણ ચોવીસની સંખ્યાને અવતારાદિ દ્વારાએ અપનાવી લીધી છે, પરંતુ તે અનુકરણ કરનારાઓ ચોવીસ અવતારોમાં જળચર-સ્થળચરમનુષ્ય વિગેરે અવતારો લે છે, તેવું અહિં છે નહિ અને માની શકાય પણ નહિં. જૈન દષ્ટિ પ્રમાણે તો દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં તીર્થકર ભગવાનને ઉત્પન્ન થવાને લાયકના ગ્રહયોગો જ ચોવીસ વખતના હોય છે. યાદ રાખવું કે ચક્રવર્તી જેવા સાર્વભૌમના જન્મને અંગે પણ છ ગ્રહોની જ ઉચ્ચતા હોય છે, પરંતુ ભગવાન જીનેશ્વર મહારાજના જન્મને અંગે તો સાતગ્રહોની જ ઉચ્ચદશા આવશ્યક હોય છે અને તેવી સાત ગ્રહોની ઉચ્ચદશા ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં ચોવીસ વખતથી વધારે વખત હોય નહિં, તેમ જ ચોવીસ વખત તેવી ઉચ્ચતા દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં આવ્યા વિના પણ રહેજ નહિ તેથી દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીસ વખત થતા સાતે ગ્રહોના ઉચ્ચપણાને લીધે ચોવીસ જ તીર્થકરો દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં થાય એટલે ન તો પચીસ તીર્થંકરો થાય અને ન તો ત્રેવીસ તીર્થંકરો થાય અને આવી રીતે સાતે ગ્રહની ઉચ્ચતાને લીધે થનારા તીર્થંકરો જગતના ઉદ્ધારને માટે બાંધેલા તીર્થકર નામકર્મના ફળ તરીકે દ્વાદશાંગીરૂપી અને ચતુર્વિધ સંઘરૂપી તીર્થને પ્રવર્તાવનારા જ હોય. કોઈપણ તીર્થકર પોતાના છેલ્લા ભવમાં દ્વાદશાંગીરૂપ કે ચતુર્વિધ શ્રીસંઘરૂપી તીર્થને પ્રવર્તાવવા સિવાયના હોય જ નહિં ? આ વસ્તુ વિચારનારો મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે પહેલાના પ્રવર્તતા તીર્થો વ્યુચ્છેદ થયા પછી જ નહિ, પરંતુ ચાલુ છતાં પણ ભગવાન તીર્થકરો તીર્થ નવું કેમ પ્રવર્તાવે છે. એટલું તો જરૂર છે કે ભગવાન્ તીર્થકરોની તીર્થ પ્રવૃત્તિ થાય તેની પહેલાં થોડો કે ઘણી વખત મુક્તિપ્રાપ્તિનો સુચ્છેદ તો થયેલો જ હોય છે અને આ જ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ભગવાન્ જીનેશ્વર મહારાજાઓની પર્યાય અને પરંપરાની અપેક્ષાએ અત્તકૃત્ ભૂમિ એટલે મોક્ષ ગમનની સ્થિતિનો વિચાર કરવામાં આવે છે. પરમ પવિત્ર પર્યુષણા પર્વમાં શ્રીપર્યુષણા કલ્પસૂત્રને સાંભળનાર મહાશયોથી ઉપર જણાવેલી બે પ્રકારની ' અન્નકૃત ભૂમિ તો જાણ બહાર નહિં જ હોય? એટલે મોક્ષમાર્ગ બંધ થયેલો હોય અને તેને તીર્થકરોથી જ નવેસર શરૂ થવાનું થાય એ હકીકત હેજે સમજાય તેવી છે. આવી રીતે દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો ચાલુ છતાં અગર નવીનપણે તીર્થને પ્રવર્તાવનારા થાય છે અને તેવી જ રીતે આ અવસર્પિણીમાં પણ ભગવાન ઋષભદેવજી વિગેરે ચોવીસ તીર્થંકરો થયા છે અને તે સર્વ તીર્થકરોને એક સરખી રીતે સમ્યગ્દષ્ટિ જીવો સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા માને છે અને માનવાની જરૂર પણ પડે : છે, છતાં ભગવાન પાર્શ્વનાથજી મહારાજ કે જેઓના જન્મકલ્યાણકને અંગે પોષ વદી દસમ : (ગુજરાતી માગસર વદી દસમ)નો દિવસ સર્વ દેશોમાં આરાધાય છે જેટલી આરાધનાની પ્રસિદ્ધિ ભગવાન પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણકની પોષ વદી દસમની તિથિને અંગે છે, તેવી કોઈપણ તીર્થકર મહારાજને અંગે (જુઓ અનુસંધાન પાનું ૧૬૬)
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy