________________
I
શ્રી સિદ્ધચક્ર :
વર્ષ : ૮] પોષ સુદી પૂર્ણિમા, પોષ વદી અમાવાસ્યા, મુંબઈ, [અંક-૭-૮
તંત્રી પાનાચંદ રૂપચંદ જ ઝવેરી છે
છે . કે કાકા ને -
ઉદેશ છે ર
શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને જે આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની છે. મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો
ફેલાવો કરવો .............. વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ છે
ખોટો બચાવ ! મહાનુભાવો તમે બધાય જાણો છો કે આ દુનિયાનો પ્રવાહ અનુકરણશીલ છે. દરેક વસ્તુ પોતાની સ્કૂલદષ્ટિથી નિહાળીને પ્રવર્તે છે એ પ્રવૃત્તિમાં પોતાના અમુક પ્રકારના સ્વાર્થોનું અથવા પોતાની અમુક પ્રકારની વાસનાઓનું પોષણ થતું જુએ પછી તો શું પૂછવું જ? આંખ મીચીને એનું અનુકરણ કરી નાંખવા માંડે પણ આવું અંધ અનુકરણ માણસને કેટલીયે વખત મૂર્ખામાં ખપાવે છે, અને પોતાના સાચા ગુણદોષોના ભાનથી વેગળો રાખે છે. સમજો કે - એક ચાર છ વર્ષના બાળકથી અમુક પ્રકારનું નુકશાન થઈ ગયું, પરંતુ એ બાળકની અજ્ઞાનતાના કારણે એ ગુન્હા બદલ એને સજા કરવામાં ન આવી, અને એને નિર્દોષ ગણી છોડી મૂકવામાં આવ્યો, હવે એ પ્રસંગનું અનુકરણ કરીને એક ૧૮-૨૦ કે ૨૨ વરસનો યુવાવસ્થામાં ડોકીયું કરતો મનુષ્ય પોતાના ગુન્હાને એ જ બાળકપણા અને એ જ અજ્ઞાનપણાના પડદાળે છુપાવવા ચાહે તો એ સફળ થાય ખરો? કદી જ નહિ ! કારણ કે એની બુદ્ધિનો દરેકને પરિચય થઈ ગયેલો હોય છે, અને એ બુદ્ધિના કારણે એ ગુન્હેગાર બને જ છે. હવે આજ પ્રમાણે તમારો વિચાર કહો. બીજા લોકોની દેખાદેખી તમે પણ ઉપર કહ્યા પ્રમાણે “સંસારી” હોવાના નિર્માલ્ય બહાના તળે તમારાં પાપાચરણો અને અવળી પ્રવૃત્તિઓને કર્તવ્ય ગણવા છુપાવવા ચાહો એ કેવું મૂર્ખતા ભર્યું લેખાય ? તમારે ભૂલવું નથી જોઈતું કે તમે સંસારી હોવા છતાં સમ્યકત્વના પરમ ઉપાસક ગણાયા છો અને સમકિત ધારી ગણાયા છો, પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાઓને માથે ચઢાવવાનું પરમ સૌભાગ્ય તમને પ્રાપ્ત થયું એમ ગણાય છે ! સંસારી હોવાના બહાના નીચે પાપનું કર્તવ્યરૂપે પોષણ કરવું એ તો મિથ્યાદૃષ્ટિનું કામ છે. સમકિતધારી જીવ તો એ માર્ગને નવ ગજના નમસ્કાર કરે ! અને કદાપિ પણ એવા ખોટા બહાના નીચે પોતાની ખોટી પ્રવૃત્તિને એવી ચાદર ન જ ઓઢાડે ! યાદ રાખજો કે ખોટા બચાવથી કદાપિ આત્માનું રક્ષણ નથી જ થતું ! ખોટું એ તો છેવટે ખોટું જ રહે ! પિત્તળ કદી સોનું બન્યું સાંભળ્યું?
JILLS