________________
કોણ હાથ ધરે ? સોનાને સૌ ચાહે છે પણ બળવું કોઈ ચાહતું નથી.
તેવી રીતે સત્યવચન સત્યઉપદેશ એ બધાને જરૂરી છે પણ અનુકુળતાએ. (સિદ્ધચક્રવર્ષ- ૭, અંક- ૨, પત્ર - ૧૪)
“આગમોદ્ધારકના” યથાર્થ બિરુદને ધારણ કરનારા આગમમંદિર - આગમવાચના - આગમમુદ્રણ આદિ દ્વારા આગમગ્રંથોને ચિંરજીવી બનાવનારા.
અનેક ગ્રંથોના રચયિતા અનેક શાસનપ્રભાવક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં એકાન્ત અને ચિંતનસાધ્ય અનેક ગ્રંથોની રચનાઓ પણ કરી તેમાં સિદ્ધચક્ર પાક્ષિકનું પ્રકાશન તેમની સુદીર્ધ અને સર્વોત્તમઆબાલવૃદ્ધ ભોગ્ય કૃતિ તરિકે ઓળખી શકાય.
જેમાં પૂર્વાચાર્ય ભગવંતો રચિત ગ્રંથોનું સવિસ્તર વ્યાખ્યાન સ્વરૂપ વિવરણ પણ હોય. તો જુદા જુદા ગ્રંથોનો સારભૂત પરિચય અને તેની વિષયગત ભૂમિકા પણ હોય. “સાગર સમાધાન” ના ઉપનામે શસ્ત્રીય શંકાઓનુ સંતોષ પ્રદ સાક્ષીપાઠ સહિત સમાધાન હોય તો વચ્ચે વચ્ચે નવા - નવા પીરસતાં હોય, તો પર્વના ટાંકણે પર્વની પ્રેરક વિગતો - પર્વ મહિમા બતાવી શ્રદ્ધાળુની શ્રદ્ધાને દેઢ પણ કરતાં હોય.
આવા ગ્રંથનું પુનર્મુદ્રણ સવેળા થયું છે તે આવકાર દાયક છે. તેમાં પણ પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ.નાં શિષ્ય આ. અશોકસાગરસૂરિજી મ.ની ગુરુભક્તિ અને આગમનાં રહસ્યોને પ્રગટ કરવાની ઘગશ ખૂબજ અનુમોદનીય છે.
સાગરજી મહારાજ સમીપે મારી શંકાઓ લઈને જ્યારે જ્યારે મારે જવાનું થતું ત્યારે તેમની આવી આગવી શક્તિઓ નો પરિચય મને થયો છે. નિડર વકતા છતાં સૌમ્ય સ્વભાવ તેઓશ્રીના જીવનનું વિશિષ્ટ પાસુ હતું. તેઓશ્રી પાસેથી મને પણ બાલ્યકાળમાં ઘણું જાણવા મળ્યું છે. તેઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાપૂર્વકવિરમું છું
કૈલાસનગર જૈન ઉપાશ્રય
સુરત
આસો સુદ - ૭ (શાશ્વતી ઓળી પ્રથમદિન)