________________
સાગરજી મહારાજની સર્વોત્તમકૃતિ - સિદ્ધથક પાક્ષિક
લે. વિજય રામસૂરી (ડહેલાવાળા) કૈલાસ નગર, સુરત
જિનશાસનમાં થયેલા અનેક પ્રતિભાવંત મહાપુરુષો પૈકી એક હતા સાગરજી મહારાજ!
આગવી પ્રતિભાના સ્વામી જિનશાસનની કોઈપણ બાબત પછી તે રાજકીય હોય કે કાયદાકીય તીર્થસંબંધી હોય કે સંઘ સંબંધી પોતાની સર્વવિશેષ પ્રતિભા અને આગવી સુઝથી સર્વ વિષયક સમાધાન આપનાર.
અજોડ મેગાવી બાલદીક્ષા હોય કે પ્રભુજી ઉપર જે તે વ્યક્તિ દ્વારા મુકાયેલ “માંસાહારી’’ જેવો કોઈપણ આરોપ હોય, તિથિ પ્રકરણ હોય કે આગમનું સંશોધન હોય પ્રત્યેક વિષયોમાં તેઓ સટીક પ્રરૂપણા કરનારા હતા.
શાસ્ત્રીય પદાર્થોના હાલતાં ચાલતાં જ્ઞાનકોષ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનું સંતોષકારક સમાધાન ઉદ્ભવેલી શંકાઓનો સાક્ષીપાઠ (યોગ્રંથ - કોણકર્તા - કયુ પ્રકરણ ને કઈ ગાથા) સાથે શીધ્ર હાજર જવાબ. | કઠિન પણ પદાર્થોને. દ્રષ્ટાન્ત પુરસર રજુ કરવાની
- સરલ - વિશિષ્ટ - મૌલિક શૈલી. જેમકે પૌષધમાં રહેલા અવધિજ્ઞાની મહાશતક શ્રાવકને પોતાની ઉલ્લેઠ પત્નિ રેવતી ચલાયમાન કરવા પ્રયત્ન કરે છે. ત્યારે અવધિજ્ઞાનના આધારે શ્રાવક રેવતીને કહે છે કે “સાતમે દિવસે હરસથી મરીને તું નરકમાં જવાની છે કુદે છે શાની? વાત સાચી હતી પણ કહેવાની કઈ રીતે? શાસ્ત્રકાર કહે છે કે, સાચું પણ પદાર્થની અનુકુળતાએ આપો. સોનાનો ખપ તો સર્વને છે પણ સોનાની લગડી તપાવીને દેવા માંડો તો લેવા