________________
અલ્વે
(ઓગષ્ટ ૧૯૩૯)
કીરિક सं. १२५६, (पंक्ति ८) परमभट्टारक महाराजाधिराजपरमेश्वरप्रौढ (९) प्रताप उमापतिवरलब्धप्रसाद स्वभुजविक्रमरणांगणविनिर्जितशाकं (१०) भरीभूपाल श्रीकुमारपालदेवपादानुध्यात परमभट्टारक महाराजाधि (११) राज परमेश्वर परममाहेश्वर प्रबलबाहु दंड दर्परुपकं दर्प कलिकाल (१२) निष्कलंकावतारित रामराज्यकरदीकृत सपादलक्षक्ष्मापाल श्रीअजय (१३) पालदेव
૧૨૫૬ માં લખાયેલ ઉપરનો શિલાલેખ કે જે મહારાજા કુમારપાળના સ્વર્ગવાસ થયા પછી અજયપાળરાજાને ઉદ્દેશીને લખવામાં આવેલો છે, તેમાં પણ મહારાજા કુમારપાળને પરમ માહેશ્વરનું વિશેષણ આપવામાં આવ્યું નથી તેથી તેમનું શૈવપણું માનવું તે સર્વથા ગેરવ્યાજબી છે.
कृति राजानकमम्मटालकयोः ।
सं. १२१५ अ (आ) स्विन सुदि १४ बुधे अयेह श्रीमदन (ण) हिलपाटके समस्तराजावलीविराजित महाराजाधिराज परमेश्वर परमभट्टारक उमापतिवरलब्धप्रसाद प्रौढप्रताप निजभुजविक्रमरणांगविनिर्जितशाकंभरीभौपाल श्रीकुमारपालदेवकल्याणविजयराज्ये पंडित लक्ष्मीधरेण पुस्तकं लिखापितं ॥ . (ગા. ઓ. સિ. નં. ૨૧–“જેસલમેર ભાંડાગારીય ગ્રન્થ સૂચી” (પૃ. ૧૮, સં. ૧૬૩) કાવ્ય પ્રકાશ તાડપત્રીય પુ.).
संवत् १२२५ वर्षे पौषसुदि ५ शनौ अघेह श्रीमदणहिलपाटके समस्तराजावलीविराजित महाराजाधिराज परमेश्वर भट्टारक उमापतिवरलब्धप्रसाद प्रौढप्रताप निजभुजविक्रमरणांगणविनिर्जितसाकंभरीभौपाल श्रीमदकुमारपालदेवकल्याणविजयराज्ये तत्पादपहाोपजीविनि महामात्य श्रीकुमरसिंहे श्रीकरणादिके समस्तमुद्गाव्यापारान् परिपन्थयति सति ।
(ગા. ઓ. સિ. નં. ૧-જે. ભાં. સૂચિ (પૃ.૧૭ નં. ૧૪૬) પૃથ્વીચંદ્ર ચરિત્ર તાડપત્રીય પુ. નો પ્રાન્ત ઉલ્લેખ)
જેસલમેરના સં.૧૨૧૫માં લખાયેલા કાવ્યપ્રકાશની પુષ્પિકા તથા ૧૨૨૫માં પૃથ્વીચંદ્રચરિત્રના ગ્રંથમાં લખાયેલી પુષ્પિકામાં પણ કુમારપાળ મહારાજના વિશેષણો જણાવતાં પરમમાહેશ્વર વિશેષણ આપવામાં આવેલું જ નથી, અને સમસ્ત રાજાવલિ વિગેરે બિરૂદો તે વખતે રાજાઓને માટે સામાન્ય ઇલ્કાબ તરીકે લખતાં હતાં. એ વાત તો પ્રાચીન પત્ર લેખન પદ્ધતિને સમજનારા સારી રીતે જાણી શકે છે.
આ સ્થાને કેટલાક પ્રાચીન ઇતિહાસના ગવેષકો સરોવર, ગ્રામનું અર્પણ, શહેરના કિલ્લા, કિર્તિસ્તંભ અને દાન વિગેરેના પત્રોમાં લખાયેલા બિરૂદને અંગે ભ્રમમાં પડે છે. પરંતુ તે લેખોમાં એક પણ જગા પર મહારાજા કુમારપાળનું શૈવપણું અંશે પણ જણાવવામાં આવ્યું નથી. જો કે વડનગરના શિલાલેખમાં પરમ માહેશ્વર એવું વિશેષણ પરમહંત મહારાજા કુમારપાળને જોડવામાં આવ્યું છે, પરંતુ તે શિલાલેખની જે નકલ બહાર આવી છે તે સોલસો