________________
શ્રી સિદ્ધરાજ
(ઓગષ્ટ : ૧૯૩૯)
જેને, આનાથી સર્વ શક્તિ સહિત જણાવાયો. જૈમ વૈહીનરનો છોકરો જાણવાવાળો, ન્યાયી,સમર્થ હોવાથી પોતાના પિતાની પાસે રહેલા ધનોનું રક્ષણ કરે છે.
ઉપરના કાવ્યમાં શ્રીસિદ્ધરાજ જયસિંહ મહારાજે શિકારની બંધી કરીને જંગલમાં રહેતા જાનવરોનું રક્ષણ કર્યું એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, તથા જીનમુનિ વિગેરેની સેવા વિગેરે કરવાનું જણાવવામાં આવ્યું છે છતાં કોઇપણ આચાર્યે શ્રીસિદ્ધરાજના જૈનત્વનો દાવો કર્યો નથી, તે જ જણાવી આપે છે કે મહારાજા કુમારપાલનું કહેલું જૈનત્વ સત્ય અને યુક્તિયુક્ત જ છે.
युष्मान्भो अभिवादये भव नयी भो ३ एधि जैनश्च भो, युष्मानप्यभिदादये सुकृतवान् भूयाः कुमार ३ भव । आयुष्मांश्च कुमारपाल चिरमित्याशंसितोऽत्रार्हतैश्चैत्यं स्फाटिक पार्श्वबिम्बमकृत स्वर्णेन्द्रनीलैर्नृपः ॥ नृपो भैमिः स्फाटिकं-स्फटिकमयंपार्श्वबिम्ब-श्रीपार्श्वनाथप्रतिमा यत्र तच्चै- त्यंप्रासादं 'स्वर्णेन्द्रनीलैः' स्वर्णेन नीलमणिभिश्च कृत्वा अत्र-अणहिलपाटके अकृत-अकारयदित्यर्थः। कीदक् सन् ? आर्ह तै : अर्ह दैवतै राचार्योपाध्यायायै राशंसितो दत्ताशीर्वादः। कथमित्याह-भो आर्हता-आचार्या ग्रहं युष्मानभिवाध्ये-वन्द इति भै मेरभिवादः, आर्हताः प्रत्यभिवदन्तिभो ३ भैमे ! त्वं जयी अमार्याघोषणादिप्रकृष्टधर्मवृद्धये जयनशीलो भव । तथा भो भैमे ! जैनश्च आर्हतश्चैधि-भव । तथा भो उपाध्यायाद्यार्हता युष्मानप्यहमभिवादय इति भैमेरभिवादे परेऽप्यार्हता: प्रत्यभिवदन्ति-हे कुमार ३-कुमारपाल त्वं सुकृतवान् धर्मलाभवान् भूयाः तथा हे कुमारपाल ! त्वं जिनधर्मवृद्धये चिरमायुष्मांश्च भवेति ॥
સિદ્ધરાજ જયસિંહ રાજાએ સ્ફટિકમય પાર્શ્વનાથના બિંબને શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જયાં છે તે ચૈત્ય એટલે પ્રાસાદ. સુવર્ણ અને નીલમણિએ કરી અહિં અણહિલપુર પાટનગરમાં કરાવ્યો કેવી રીતે છતાં કરાવ્યો ? અરિંતદેવતાઓ માનનારા એટલે આચાર્ય અને ઉપાધ્યાયો વડે આશીર્વાદ દેવાયો હતો કેવી રીતે? રાજા એ પ્રમાણે કહેવા લાગ્યો કે હું અહિતો એટલે આચાર્ય ભગવંતો ! હું તમોને વાંદુ છું. એમ સિદ્ધરાજે વંદન કર્યું ત્યારે અહતો કહે છે કે હે સિદ્ધરાજ તું જ્યી એટલે અમારી ઘોષણા વિગેરે પ્રકૃષ્ટ ધર્મની વૃદ્ધિ માટે જયશીલ તું થા. તેમજ તે સિદ્ધરાજ ! જૈન એટલે આઈન્દુ ધર્મવાળો તું થા. તેમજ વળી તે ઉપાધ્યાયાદિ આઈતો હું તમોને વાંદુ છું, એ પ્રમાણે સિદ્ધરાજના અભિવાદના ઉત્તરમાં બીજા આહંતો કહે છે કે કુમાર-કુમારપાળરાજા તું સુકૃતવાનું એટલે ધર્મની પ્રાપ્તિવાળો થા, તેમજ હે કુમારપાલરાજા તું જીનધર્મની વૃદ્ધિ માટે લાંબા આયુષ્યવાળો થા.
ઉપરના કાવ્યમાં શ્રી સિદ્ધરાજ જયસિંહ મહારાજા એ પાટણની અંદર સ્ફટિકરત્નની પ્રાર્થનાથની પ્રતિમાની જે પ્રતિષ્ઠા કરી હતી તેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં સિદ્ધરાજને જૈન થાવો એમ આશીર્વાદ કહેવામાં આવ્યો છે, અને મહારાજા કુમારપાલને જૈનધર્મની વૃદ્ધિ કરવા માટે આયુષ્યમાન્ થવાનો આશીર્વાદ દેવામાં આવ્યો છે તે સુજ્ઞપુરૂષોએ બારીક દષ્ટિથી વિચારવા જેવું છે. मोदस्व गार्ग्य शिवमस्तु तवापि वात्स्य ३, पुण्यै धि वात्सि ! जयतात्तुषजे त्यृषीणाम् । यत्राभिगदमनुवागथ तत्र भूपः, श्रीदेवपत्तनतलेऽकृत पार्श्वचैत्यम् ॥