________________
ક: દિલ
(ઓગષ્ટ : ૧૯૩૯)
થી સિદ્ધચક अथ सम्प्राप्ते शुभलग्ने निर्मलभाववारिभिः कृतमङ्गलमज्जनः सत्कीर्तिचन्दनावलिप्तदेहो नैकाभिम्रहोल्लसद्भूषणालङ्कतो दानकङ्कणरीचिष्णुदक्षिणपाणिः संवेगरंगरंगदगजाधिरुढः सदाचारच्छत्री पशोभितः श्रद्धासहोदरया क्रियमाणलवणोत्तारणविधिः त्रयोदशशतकोटीव्रतभङ्गसुभगजन्यलोकपरिवृतः श्रीदेवगुरुभक्ति देशविरतिआनिनीभिर्गीयमानधवलमङ्गलः क्रमेण प्राप्तः पौषधागारद्वारतोरणे । पञ्चविधस्वाध्याय वाद्यमानातोयध्वनिपूरे प्रसर्पति विरतिश्वश्चा कृतप्रोङ्क्षणाचारः शमदमादिशालक दर्शितसरणिः मातृगृहमध्यस्थितायाः शीलधवलचीवरध्यानद्वयकु ण्डलनवपदीहारतपोभेदमुद्रिकायलतायाः कृपासुन्दर्याः संवत् १२१६ मार्गशुदिद्वितीयादिने पाणिं जग्राह श्रीकुमारपालमहीपालः श्रीमदर्हदे॒वतासमक्षम् । ततः श्री आगमोक्तश्राद्धगुणप्रगुणितन्द्वादशव्रतकलशावलिं विचारचारुतोरणां नवतत्त्वनवाङ्गवेदी कृत्वा प्रबोधाग्नि प्रदीप्य भावनासर्पिस्तर्पितं श्रीहेमाचार्यों भूदेवः सवधूकं नृपं प्रदक्षिणयामास ।
હવે શુભસમય પ્રાપ્ત થયે છતે નિર્મળ ભાવરૂપ પાણીથી કર્યું છે મંગલમય મર્જન જેણે , સારી કીર્તિ રૂપ ચંદનથી લેવ્યું છે શરીર જેણે, જે અનેક અભિગ્રહના ઉલ્લાસમય આભૂષણથી શણગારાયેલો છે. દાન દેવારૂપ કંકણ વડે દેદીપ્ય માન છે જમણો હાથ જેનો, ચરિત્રમાં રંગાયેલ મનોહર હાથી પર આરૂઢ થયેલો, સદાચાર રૂપ છત્રથી શોભતો, ક્ષદ્ધારૂપી બહેન વડે કરાયેલી છે લૂણ ઉતારવાની વિધિ જેની, તેરસોં ક્રોડ વ્રતના ભાંગારૂપ સારા ઉત્પન્ન થયેલ જાનના માણસોથી વીંટાયેલ શ્રીદેવગુરૂની ભકિત અને દેશવિરતિ રૂપ ગાન વડે ગવાયું છે ઉજજવળ મંગળ જેનું એવો કુમારપાલ રાજા અનુક્રમે પૌષધશાળાના બારણાના તોરણમાં પ્રાપ્ત થયો. પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ વગડાતો વાજીંત્રનો અવાજ પૂર્ણ રીતે ફેલાય છd, વિરતિરૂપી સાસુ વડે કરાયો છે પંખવાનો આચાર જેનો શમ દમ વિગેરે શાળાએ કરી દેખાડાઈ છે નીસરણી જેને ભોંયરામાં રહેલી શીલ રૂ૫ ઉજ્જવળ વઢવાળી ધ્યાન રૂ૫ બે કુણ્ડલવાળી અને નવપદ (સિદ્ધચક્ર)રૂપી હાર છે. જેણીને તથા તપના ભેદ રૂપી મુદ્રિકા વડે શણગારાયેલી કૃપાસુન્દરી (જીવદયા)નું સંવત્ ૧૨૧૬ માગસર સુદિ બીજને દિવસે શ્રીમાનું અરિહંતદેવની સમક્ષ કુમારપાલરાજાએ પાણીગ્રહણ કર્યું. ત્યાર પછી શ્રીઆગમોમાં કહેલ શ્રાવકોના ગુણથી એકઠા કરાયેલ બારવ્રત રૂપ કલશની શ્રેણિએ અને વિચાર રૂ૫ સુન્દર તોરણવાળી, નવતત્વ અને નવા વેદીને કરીને, ભાવનારૂપ ઘીને તર્પણ કરીને પ્રબોધરૂપ અગ્નિને પ્રદીપ્ત કરીને શ્રી હેમાચાર્યરૂપ “બ્રાહ્મણે સ્ત્રી સહિત રાજાને પ્રદક્ષિણા દેવડાવવા લાગ્યા” કીર્તિ અભિગ્રહ-દાન-અને સંવેગ વિગેરે વિશેષણોથી યુક્ત મહારાજા કુમારપાલે શ્રીઅહિંદુદેવતાની સમક્ષ જે કૃપાસુન્દરીનું ૧૨૧૬ માં પાણિગ્રહણ કર્યું, તેમજ જે વેદી અને નવતત્વને જાણનાર છે એવા કુમારપાલના પરમાતપણામાં જે શંકા રાખવી તે અસ્થાને જ છે.