________________
::
૧ સમિતિના લાઈક શ્રી સિદ્ધચક્ર ,
:લવા -જ-મ: ૧ સમિતિના લાઈફ
મેમ્બરોને વિના મૂલ્ય હું ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
રૂ. ૨-૦-૦ ટપાલ ખર્ચ
સહિત ૩ છૂટક નકલ કિં. ૦-૧-૬
-: લખો :શ્રી-સિ-સા-પ્ર-સ
થી હિરાણાયાધારમણ
श्री सिद्धचक्राय नमः
-: ઉદેશ - શ્રી નવપદોમય સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આ
આગમની મુખ્યતાવાળી શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું.
દેશના અને શંકાના
સમાધાન (આદિ)નો પાક્ષિક મુખપત્ર ફેલાવો કરવો. ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. એ.
જ
પુસ્તક (વર્ષ) ૭, અંક ૨૧-૨૨ વિરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
પ્રથમ શ્રાવણ વદી અમાવસ્યા | કી શ્રાવણ સુદી પૂર્ણિમા
જે પરમાર્હત મહારાજા જ
કુમારપાલ
(ગતાંકથી ચાલુ) ત્યાં સામંતાદિમંડળ સાથે સુવર્ણરત્ન અને વસ્ત્રાદિથી પૂજા કરીને શ્રીગુરૂમુખેથી સાંભળ્યો. એ જ વિધિ પ્રમાણે અગીયાર અંગ અને બાર ઉપાંગ વગેરે સિદ્ધાંતોની એકેક પ્રત સુવર્ણના અક્ષરે લખાવી ગુરૂ પાસેથી શુદ્ધ વિધિએ સાંભળી, તથા યોગશાસ્ત્ર અને વીતરાગસ્તવના મળી બત્રીસ પ્રકાશ સુવર્ણના અક્ષરથી હસ્તપુસ્તિકામાં લખાવ્યા અને તે સર્વનું નિરંતર પૂજા વખતે એકવાર મૌનપણે સ્મરણ કરવા લાગ્યો. ગુરૂએ રચેલા સર્વ ગ્રંથો લખાવવાનો અભિગ્રહ કર્યો અને સાતસોં લહિયાને કામે લગાડ્યા.
ઉપર પ્રમાણે અન્તઃકરણથી ભક્તિ પૂર્વક જૈનશાસ્ત્રોને જ લખાવવા કટિબદ્ધ થયેલા શ્રીકુમારપાળનું જૈનત્વ કેટલું ઉચ્ચતર હતું તે વિવેકીઓ સહેજે સમજી શકે તેમ છે.