SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઇટલ પાન ૪નું અનુસંધાન) જગતમાં નિયમ છે કે જે કાયદાના ખંડનની પાછળ સજા ન હોય તે કાયદો કાગળયાના ચીંથરાથી વધારે કિંમતનો રહેતો નથી; તેવી રીતે આ દયા સંબંધી અમારી પડહાના કાયદાનો પણ ભંગ કરનાર સજામાંથી બચી શકે નહિ અને બચી શકતો પણ નહોતો, અને એ જ વાત જૂ જેવા નાના જીવની હત્યા કરનારને પણ જે યૂકાવિહાર નામે જૈનમંદિર દંડ તરીકે બાંધવું પડ્યું અને મૂષક (ઉંદર)ના વધ કરનારને મૂષકવસતિ (મૂષકવિહાર) બાંધવો પડ્યો. એ વાત જાણવાથી સ્પષ્ટપણે માલમ પડશે. આ જગા પર એ વાત ધ્યાનમાં લેવાની છે કે વર્તમાન રાજવીઓ કેટલાક કાયદાઓ ધર્મ અને પ્રજાની અનુકૂળતા માટે કરે છે, પરંતુ તે કાયદાઓનો મતલબ છે દરબારી મનુષ્યોની કંઈક જુદા જ રૂપે હોય છે. કેટલીક વખત તેવા કાયદાઓ દ્વારાએ સુધારો કરવાની મતલબ કરતાં દરબારી મનુષ્યોનું અંતઃકરણ કાયદાનો ભંગ સ્વાભાવિક છે એમ સમજીને ઘણા મનુષ્યો પાસેથી મોટી સંખ્યા દંડમાં પડાવી લેવાને માટે હોય છે. પરંતુ તેવી ધારણા અને તેવી ધારણાએ કરાયેલા કાયદા મૂર્ખ લોકોમાં ભલે તે સુધારાનું રૂપ ધારણ કરતા તે હોય, છતાં પણ સુજ્ઞલોકોમાં તો તે ગુપ્ત ઘાતકવૃત્તિ તરીકે જ લેખવામાં આવે છે; તેવી રીતે પરમહંત મહારાજા કુમારપાલની આજ્ઞાઓ હોતી, પરંતુ પરમહંત મહારાજા કુમારપાલે અમારી પડવાથી વિરૂદ્ધ વર્તાને જૂ તથા ઉંદરને મારનારને સજા એવા રૂપે કરી કે જેથી તેવી ઘાતકવૃત્તિને પોષનાર તે અમારી પડહો બને નહિ અર્થાતુ અમારી પડદાથી વિરુદ્ધ છે વર્તાને જેણે જૂ અને ઉંદરની હત્યા કરી હતી તેઓનો દંડ સન્ન લેવામાં આવ્યો. પરંતુ તે દંડ રાજભાડાગારમાં નહિ નાંખતાં “તેવો હત્યાનો પૈસો ભાઠાગારમાં આવે તો તે ભાસ્કાગારને અને ભાસ્કાગારના માલિકને અનહદ નુકશાન કરનારો થાય'- એમ બરોબર સમજીને, પોતે તે જૂ અને ઉંદરના ઘાતના દંડોથી “જીવોને જીવદયા એ જ ધર્મ છે' એવું ને જણાવનાર ભગવાન જિનેશ્વર મહારાજના મંદિરો કરાવ્યાં એટલે યૂકાવસતિ અને મૂષકવસતિ છે નામની બે વસતિઓ બંધાવીને તે દંડની રકમ ધર્મના પ્રચાર અને ઉદ્યોતના અર્થજ ખરચી, (જુઓ અનુસંધાન ટાઇટલ પાનું બીજું ) ૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯ S
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy