________________
ક
" (જુલાઈ ૧૯૩૯) શ્રી સિદ્ધચક
છે પ્રણામ કર્યા. ત્યારે રાજાએ કહ્યું કે-“આ લોક અહીં શા માટે આવેલા છે?' એટલે તેમાંના એક શ્રાવકે કહ્યું કે-“ હે મહારાજા! સાંભળો-પૂર્વે શ્રીવીર ભગવંત પોતે ધર્મના ઉપદેશક છતાં અને પ્રતિભાશાળી અભયકુમાર મંત્રી છતાં, શ્રેણિકરાજા જે જીવરક્ષા કરાવી ન શક્યા તે જીવદયા જેમના વચનરૂપ અમૃતના પાનથી કુમારપાલ ભૂપાલ સહજમાં વિસ્તારી શક્યા, એ શ્રી હેમચંદ્ર પરમગુરુના ચરણકમળની રજથી આત્માની પરમશુદ્ધિ કરવા તથા તેમના મુખ-ચંદ્રના દર્શનથી પોતાના લોચનને સફળ કરવા, તેમજ તેમના વચનામૃતના પાનથી કર્ણયુગલને આનંદિત કરવા અંતરમાં અત્યંત ભક્તિ અને કુતૂહલને ધારણ કરીને આ લોકો આવ્યા છે. તેથી હે નરનાથ ! ગૌતમ સમાન પ્રભાવશાળી એ મુનીન્દ્રને સાક્ષાત્ નમતાં, અમે કૃતાર્થ થયા અને અમારું જીવિત સફલ થયું. વળી દેશાંતરમાં રહેતાં અમે આવા દુઃષમ સમયે તમારો જિનધર્મ પ્રત્યેનો ભક્તિભાવ સાંભળીને તે પ્રત્યક્ષ પણ જોયો.
સંવત ૧૨૪૧ એટલે પરમહંત મહારાજા કુમારપાળના કાલધર્મ પછી ઘણા વર્ષે લખાયેલા આ કુમારપાળ પ્રતિબોધ ગ્રંથમાં કુમારપાળ મહારાજ તેવા જિનેશ્વર મહારાજની ભક્તિ કરવાવાળા અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના અનન્ય ભક્ત હતા, એ વિસ્તારથી દર્શાવેલું હોવાથી મહારાજા કુમારપાળ યાવજજીવન જૈનધર્મમાં રક્ત જ હતા. એ સુજ્ઞોથી સ્ટેજે સમજી શકાય તેવું છે.
रन्ना भणियं भयवं !, सुख-विसयम्मि अत्थि किं तित्थं ? । तो गुरुणा वागरियं-पत्थिव ! दो तत्थ तित्थाई ॥१॥ अत्थ सिरि-उसभसेणो, पढम-जिणिंदस्स गणहरो पढमो । सिद्धिं गओ तमेक्कं, सत्तुंजयपव्वओ तित्थं ॥ बीयं तु उज्जयंतो, नेमिजिणिंदस्स जंमि जायाई । कल्लाणाई निक्खमण नाण-निव्वाण-गमणाई । रन्ना भणियं-भयवं !, अहंपि तित्थाण ताण नमणत्थं । वच्चिस्सामि अवस्सं, गुरुणा भणियं इमं जुत्तं ॥ जं तित्थवंदणेणं, सम्मत्तथिरत्तमत्तणो होइ । तप्पूयणेण जायइ, अथिरस्स धणस्स सहलत्तं ॥ अन्नेसिपि जणाणं, सद्धाबुड्डी कया हवइ बाढं । सेवंति परेऽवि धुवं, उत्तमजणऽसेवियं मग्गं ॥ इय गुरुवयणं सोउ, राया पसरियअतुच्छ-उच्छाहो ! सम्माणिउं विसज्जइ देसंतरसंतियं लोयं ॥ सोहणदिणे सयं पुण, चलिओ चउरंगूसेन्नपरिग्ररियो । चउविहसंघजुएणं, गुरुणा सह हेमचंदेण ॥ ठाणे ठाणे पट्टेसुएहिं, पूर्व जिणाण सो कुणइ । किं तत्थ होइ थेवं, जत्थ सयं कारओ राया ? ॥
કુમારપાલ રાજાએ પૂછયું કે-“હે ભગવન્! સોરઠદેશમાં કયું તીર્થ છે?' ગુરુમહારાજ બોલ્યા કે હે રાજન્ ! ત્યાં બે તીર્થ છે. તેમાં એક શત્રુંજય તીર્થ કે જયાં પ્રથમ તીર્થંકરના ગણધર શ્રી ઋષભસેન સિદ્ધિપદને પામ્યા અને બીજું ઉજ્જયંત-ગિરનાર તીર્થ કે જ્યાં બાવીશમા શ્રીનેમિનાથનાં દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણક થયાં' ત્યારે રાજાએ કહ્યું કે હે ભગવન્! હું પણ એ તીર્થોને વંદન કરવા અવશ્ય જવાનો છું’ ગુરુ બોલ્યા
એમ કરવું યોગ્ય છે. કારણ કે તીર્થનંદનથી પોતાનું સમ્યકત્વ સ્થિર થાય છે. વળી તેની પૂજા કરવાથી અસ્થિર ધનની સફળતા થાય છે અને અન્યજનોની શ્રદ્ધામાં અત્યંત દઢતા અને વૃદ્ધિ થાય છે. કારણ કે બીજા લોકો પણ