________________
__ श्री सिद्धचक्राय नमः :લ-વા-જ-મ:
- -: ઉદેશસમિતિના લાઈક- શ્રી સિદ્ધચક્રી શ્રી નવપદોમય શ્રી શું મેમ્બરોને વિના મૂલ્ય
સિદ્ધચક્રની આરાધના અને હું ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂ. ૨-૦-૦ ટપાલ ખર્ચ
પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
હું આગમની મુખ્યતાવાળી ૩ છૂટકનકલ કિં. ૦-૧-૬ શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું છે
દેશના અને શંકાનાં -: લખો :
સમાધાન (આદિ)નો શ્રી-સિ–સામ્ર-સ પાક્ષિક મુખપત્ર
ધ ફેલાવો કરવો. ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. પણ
પુસ્તક (વર્ષ) ૭, અંક ૧૯-૨૦ વિરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી
અષાઢ સુદી પૂર્ણિમા પાનાચંદ રૂપચંદ ઝવેરી | અષાઢ વદી અમાવાસ્યા
પરમાઈલ મહારાજા
કુમારપાલ
(ગતાંકથી ચાલુ) ૩૬૮. આ સર્વપ્રમાણોથી તેમના રાજયના વિસ્તારનો ખ્યાલ આવે છે, ભારતવર્ષમાં આટલું મોટું સામ્રાજય ભોગવનાર રાજા ઘણા ઓછા થયા છે.
૩૬૯. પોતાની રાજધાની અણહિલ્લપુર-પાટણ, ભારતના તે સમયનાં સર્વોત્કૃષ્ટ નગરોમાંનું એક હતું. વ્યાપાર અને કલાકૌશલથી ઘણું ચઢેલું હતું, સમૃદ્ધિના શિખર પર પહોંચ્યું હતું. રાજા અને પ્રજાના સુંદર મહાલયોથી તથા ઊંચા મનોહર દેવભુવનોથી અલંકૃત તે રાજધાની હતી. હેમચંદ્રાચાર્યે દ્વયાશ્રય મહાકાવ્યમાં તેનું વર્ણન કર્યું છે. સાંભળવા પ્રમાણે તે સમયે આ નગરમાં ૧૮૦૦તો ક્રોડાધિપતિઓ રહેતા હતા! આ પ્રકારે મહારાજા કુમારપાલ એક મોટા ભારી મહારાજ્યના સ્વામી હતા.