SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઈટલ પાના ત્રીજાનું અનુસંધાન) આ હકીકતને અનુલક્ષીને જ મોહપરાજય નાટકમાં મંત્રી યશપાલ ઠીક ઠીક જણાવે છે કે પરમહંત મહારાજા કુમારપાલ વિવેકરાજાની દયા નામની પુત્રીની સાથે લગ્ન કરીને, ભવિષ્યમાં સ્વર્ગ-મર્થ્ય અને પાતાલ એ ત્રણે લોકનો શત્રુ એવો જે મોહ નામનો મહામલ્લ છે તેને પણ જીતશે,જો કે પરમાત મહારાજા કુમારપાલે અમારી પડતો વગાડવા કરતાં પહેલેથી, દારૂ વિગેરે % સાત વ્યસનોને પોતાના અઢારે દેશમાંથી દૂર કરેલાં છે અને તે વ્યસનોના નિષેધના કાયદાનો ભંગ છે કરનારાઓને પણ તેવી રીતે સજાઓ થતી અને તેનાંદંડો પણ ધર્મમાર્ગને પોષવામાં અને ધર્મમાર્ગનો પ્રચાર કરવામાં વપરાતા હતા. અધર્મનિષેધ સંબંધી મહારાજા કુમારપાલના કાયદાઓમાં વિશિષ્ટતા હતી કે પોતાની રાજ સંબંધી આવકમાં ઘટાડો થાય તેના ભોગે તેવા ધર્મપ્રચારના કાયદાઓ કરવામાં આવતા હતા, પરંતુ વર્તમાનકાળની પેઠે આવકનું સાધન વ્યસન છે એમ ધારીને તેને જેમ પોષતા નહોતા, તેમજ વળી તે વ્યસનો બંધ થવાથી વ્યસનો ઉપર આજીવિકા કરવાવાળાઓને બીજા સાધનો આજીવિકાનાં કરી આપવામાં આવતાં હતાં. યાવત્ રાજ્યભંડારના ખર્ચે તે વ્યસન બંધ થવાથી નિરાધાર બનતા લોકોને આધાર આપવામાં આવતો હતો, તેમજ દારૂનું વ્યસન બંધ કરતાં એટલો બધે સખ્ત બંદોબસ્ત થયો હતો કે કુંભારોને દારૂ રાખવાનાં વાસણો કરવાની પણ મનાઈ કરવામાં આવી હતી અને કસાઈઓને પણ જીવિકાઓનાં સાધનો હિંસા સિવાયનાં કરી છે આપવામાં આવ્યાં હતાં. આ વગેરે હકીકત પરમાત કુમારપાલ મહારાજાને અંગે અત્યંત વર્ણનીય અને અદ્વિતીયતા જણાવનાર હોવાથી ઉલ્લેખ કરવાલાયક હતી, પરંતુ મોહપરાજયનાટકની અંદર તે દારૂ વિગેરે વ્યસનોના નિવારણ કરે તેને હું વરુ તેવી પ્રતિજ્ઞા વિવેકચંદ્રરાજાની પુત્રી જ કૃપાસુન્દરીની હોવાથી મહારાજા કુમારપાલની સાથે તે કપાસુન્દરીના લગ્નમાં વ્યસનનિષેધની ! વાત ગૌણ બની જાય છે, તેથી તેનો ત્યાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી; પરંતુ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ શ્રીમહાવીરચરિત્ર વગેરેમાં આલેખેલ મહારાજા કુમારપાલના વૃત્તાન્તથી વ્યસનસપ્તકનો નિષેધ અને અમારી પડહો એ બન્નેની વાત સરખા રૂપમાં અને સ્પષ્ટરૂપમાં જાણી શકાય તેવી છે. યાદ રાખવું કે વર્તમાનમાં ધનિકો અને વ્યાપારીઓને દંડવાની અને પાયમાલ છે. કરવાવાળી રીતિને અખત્યાર કરી વ્યસનનો નિષેધ કરવામાં આવે છે; પરંતુ આવક ઉપર થતો કાપ સહન થતો નથી; તેવો અન્યાય મહારાજા કુમારપાલના રાજ્યમાં વ્યસન અને હિંસાનો છે નિષેધ થવા છતાં કરવામાં આવ્યો ન્હોતો. ધી "જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, સંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy